Coolie No 1 Trailer Released: જુની ફિલ્મમાં નવો વઘાર કરશે વરૂણ-સારા અલી

ફિલ્મ 'કુલી નંબર 1' (Coolie No 1) એમેઝોન પ્રાઇમ વીડિયો પર આ વર્ષે 25 ડિસેમ્બરનાં રિલીઝ થવાની છે.

Coolie No 1 Trailer Released: ફિલ્મ 'કુલી નંબર 1' (Coolie No 1) એમેઝોન પ્રાઇમ વીડિયો પર આ વર્ષે ક્રિસમસ ડેનાં એટલે કે 25 ડિસેમ્બરનાં રિલીઝ થવાની છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર વરૂણ ધવન (Varun Dhawan) અને સારા અલી ખાન (Sara Ali Khan)ની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ કૂલી નંબર 1 (Coolie No 1)નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. ફિલ્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર આ વર્ષે ક્રિસમસનાં દિવસે એટલે કે 25 ડિસેમ્બરનાં રિલીઝ થવાની છે. લાંબા સમયથી આ ફિલ્મનો દર્શકોને ઇન્તેઝાર હતો. જુની ફિલ્મમાં ગોવિંદા કરિશ્મા કપૂર અને કાદર ખાન હતાં. તે 1995માં રિલીઝ થઇ હતી. જેની રીમેક હવે રિલીઝ થઇ છે. આ ફિલ્મ ડિરેક્ટર ડેવિડ ધવને બનાવી છે.

    આ ફિલ્મમાં વરૂણ ધવન, સારા અલી ખાન, પરેશ રાવલ, જાવેદ જાફરી, જોની લીવર, રાજપાલ યાદવ સહિત અન્ય કલાકાર નજર આવશે. આ ફિલ્મને વાશુ ભગનાની, જેકી ભગનાની અને દીપશિખા દેશમુખે પ્રોડ્યુસ કરી છે.

    ટ્રેલર રિલીઝ થતા પહેલાં વરૂણ ધવને ફિલ્મનાં ફેમસ ગીત 'મે તો રસ્તે સે જા રહા થા..' પર પરફોર્મ કર્યુ હતું. સારા અને પરેશ રાવલ પણ વરૂણની સાથે ટ્રેલર માટે ચંદીગઢથી લાઇવ જોડાયેલાં હતાં.



    ફિલ્મનાં ટ્રેલરની વાત કરીએ તો, આ કહેવું ખોટું નથી કે, ફિલ્મની આખી કાસ્ટ નવી છે ફિલ્મમાં નવો તડકો લગાવે છએ. ફિલ્મનાં ગીતો લોકોને પસંદ આવી રહ્યાં છે.

    આ પણ વાંચો- કંગના રનૌટને મુંબઇની મેયરે કહી હતી 'દો ટકે કે લોગ', 'પંગા ગર્લ' નો પલટવાર

    વરૂણ ધવને તેનાં ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યુ હતું. જેમાં તે પાંચ અલગ અલગ અવતારમાં નજર આવે છે. અને તેની સાથે સારા અલી ખાન નજર આવે છે. ફિલ્મનું નવું પોસ્ટર શેર કરતાં વરૂણે પોસ્ટમાં લખ્યું હતું કે, 'ગામમાં મિઠાઇ વહેંચાવી દો.. શહેરમાં ઢિઢોરો પીટવાઇ દો દાદા.. બધાને કહેજો આપણો રાજૂ આવી રહ્યો છે. '

    આ પણ વાંચો- Drugs Case માં જામીન મળ્યા બાદ સેટ પર પરત ફરી ભારતી સિંહ, શેર કરી પહેલી પોસ્ટ

    વરૂણ ધવનની આ ફિલ્મ ગોવિદાની સુપરહિટ ફિલ્મ કુલી નંબર 1ની રિમેક છે. ફિલ્મ કુલી નંબર 1 પૂજા એન્ટરટેઇનમેન્ટની લોકપ્રિય ફ્રેચાઇઝી પર આધારિત એક પારિવારીક કોમેડી છે.
    Published by:Margi Pandya
    First published: