Home /News /entertainment /ભૂમિ ત્રિવેદી અને રાહુલ વૈદ્યનાં 'ગરબે કી રાત...' સામે ગઢવી સમાજનો વિરોધ, રાહુલ વૈદ્ય એ માંગી માફી

ભૂમિ ત્રિવેદી અને રાહુલ વૈદ્યનાં 'ગરબે કી રાત...' સામે ગઢવી સમાજનો વિરોધ, રાહુલ વૈદ્ય એ માંગી માફી

વિવાદોમાં રાહુલ વૈદ્ય-ભૂમિ ત્રિવેદીનું ગીત

ગુજરાતી કલાકારો કિર્તીદાન ગઢવી (Kirtidan Ghadhvi) અને રાજભા ગઢવીએ (Rajbha Gadhvi) હાલમાં જ એક હિન્દી ગુજરાતી એ પણ રેપ મિક્સ ગરબો લોન્ચ કર્યો. જેનો ભારે વિરોધ થઇ રહ્યો છે. આ વિરોધનું કારણ છે. માતાજીની આરાધનાનું પર્વ પૂર્ણ થાય તે પહેલાં જ હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવતા દ્રશ્યો જોવા મળ્યાં છે. સિંગર રાહુલ વૈદ્ય (Rahul Vaidhya) અને ભૂમિ ત્રિવેદીના (Bhoomi Trivedi) આલબમ ‘ગરબે કી રાત’માં (Garbe Ki Raat) માતાજીના ગરબાના ગીત સાથે અશોભનીય દૃશ્યો બતાવાતાં ભાવિકોમાં રોષ ભભૂક્યો છે.

વધુ જુઓ ...
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ગુજરાતી કલાકારો કિર્તીદાન ગઢવી (Kirtidan Ghadhvi) અને રાજભા ગઢવીએ (Rajbha Gadhvi) હાલમાં જ એક હિન્દી ગુજરાતી એ પણ રેપ મિક્સ ગરબો લોન્ચ કર્યો. જેનો ભારે વિરોધ થઇ રહ્યો છે. આ વિરોધનું કારણ છે. માતાજીની આરાધનાનું પર્વ પૂર્ણ થાય તે પહેલાં જ હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવતા દ્રશ્યો જોવા મળ્યાં છે. સિંગર રાહુલ વૈદ્ય (Rahul Vaidhya) અને ભૂમિ ત્રિવેદીના (Bhoomi Trivedi) આલબમ ‘ગરબે કી રાત’માં (Garbe Ki Raat) માતાજીના ગરબાના ગીત સાથે અશોભનીય દૃશ્યો બતાવાતાં ભાવિકોમાં રોષ ભભૂક્યો છે. ગીતના વિરોધમાં કલાકારો પણ મેદાનમાં આવ્યા છે. રાજકોટમાં સાયબર ક્રાઈમ હેઠળ ફરિયાદ નોંધવા અરજી કરાઈ છે. આ ઉપરાંત માઁ મોગલ અને માઁ મેલડીના આ ગીતમાં ગરબા સાથે અશ્લીલ ડાન્સ-દૃશ્યો આવતાં સોશિયલ મીડિયા પર ભારે વિરોધ નોંધાઈ રહ્યો છે. આ મુદ્દે લોક ગાયક કિર્તીદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આવી ગંદી હરકતવાળા ગીતને તાત્કાલિક ચેનલ પરથી હટાવી લેવામાં આવે.

આ પણ વાંચો-કંપોઝર રાહુલ જૈન પર મહિલા લિરિસ્ટે લગાવ્યો ગર્ભપાત- બાળક છોડી ભાગ્યાનો આરોપ, FIR દાખલ

વધુમાં લોક ગાયક કિર્તીદાન ગઢવીએ જણાવ્યું હતું કે,હાલમાં માતાજીની નવરાત્રી ચાલે છે. આ ગીતમાં મેલડી માતા અને મોગલ માતાના નામે જે ગીત રજૂ કરવામાં આવ્યું છે તે ઘણું જ અશ્લીલ છે અને તેનું ચિત્રણ પણ અશ્લિલ છે. તેનાથી યુવાનો અને સમાજ પર ખોટી અસર પડે છે. ગરબામાં જે રીતનાં કપડાં પહેરેલાં છે અને જે પ્રકારે ડાન્સ કરવામાં આવ્યો છે તે જરાં પણ ગરબા જેવું નથી તે ઘણું જ અશ્લીલ છે અને આવા દ્રશ્યોને તાત્કાલીક હટાવી દેવા જોઈએ તેવી અમારા ગઢવી, ચારણ અને ક્ષત્રિય સમાજની માંગ છે.

રાહુલ વૈદ્યનાં ગીત અને નિયા શર્માની બોલ્ડ ગરબા ડાન્સ  જોઇ ભડક્યા લોકો
ગરબે કી રાત ગીતમાં ડાન્સની અશ્લીલતાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગીતમાં "રમવા આવો માંડી રમવા આવો, આજ માત મેલડી રમવા આવો. રમવા આવો માંડી રમવા આવો, આજ માત મોગલ માડી રમવા આવો" તેવા શબ્દનો ઉપયોગ કરાયો છે પણ ગીતની કોરિયોગ્રાફીમાં મોટી ક્ષતિ છે. લિરિક્સ જ્યારે વાગે છે ત્યારે નિયા શર્મા અશ્લીલ ડાન્સ કરતી જોવા મળી રહી છે, જેને લઈને ભારે વિવાદ સર્જાયો છે. રાહુલ અને ભૂમિ વિરુદ્ધ રાજભા ગઢવી દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે.



માતાજીના નામે આવી અશ્લીલતા નહીં ચલાવી લેવાય: રાજભા ગઢવી
લોક સાહિત્યકાર રાજભા ગઢવીને આ ગીત તેમના ચાહક વર્ગ દ્વારા મોકલવામાં આવ્યું હતું અને ગીતમાં વર્ણવાયેલા શબ્દો અને ડાન્સને લઈને મોટો વિરોધના શૂર રેલાવવામાં આવ્યા. રાજભા ગઢવીએ ચીમકી ઉચ્ચારતાં કહ્યું છે કે માતાજીના નામે આવી અશ્લીલતા નહીં ચલાવી લેવાય, તેમને રાહુલ વૈદ્યને ખુલ્લો આપતાં કહ્યું છે કે આ ગીતને તાત્કાલિક ધોરણે સોશિયલ સાઈટ પરથી ઉતારી દેવામાં આવે. હિન્દી શબ્દનો પ્રયોગ કરી વિરોધ કર્યો કે યે ગીત ઉતર જાના ચાહિયે, વરના અચ્છા નહીં હોગા. હમ જો કહેતે હૈ વો કરતે ભી હૈ. આમ, આ ગીતને લઈને અન્ય કલાકારો પણ રોષ ઠાલવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો ગીતની ઝાટકણી કાઢી માફી માગવાની વાત કરી રહ્યા છે.

આ પણ વાંચો-Urfi Javed B’day Special: એક્ટ્રેસ બનતા પહેલાં એક કંપનીમાં મેનેજર હતી ઉર્ફી જાણો તેની અજાણી વાતો

રાહુલને મળી જીવથી મારી નાંખવાની ધમકી- રાહુલ વૈદ્યને આ ગીત બનાવવા બદલ સોશિયલ મીડિયા પર જીવથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.

રાહુલને મળી ધમકી


 કોઇની લાગણી દુભાવવાનો ઇરાદો નહોતો: રાહુલ વૈદ્ય
જેને લઈ બૉલિવૂડ સિંગર રાહુલ વૈદ્યએ માફી માગતા કહ્યું હુતં કે મોગલ માતાના નામને લઇને અજાણતા ઠેંસ પહોંચી છે, કોઇની ભાવના કે કોઇને ઠેસ પહોંચાડવાનો ઇરાદો નહોતો, આ ભૂલ અજાણતા થઇ છે, જેને લઈને હું જેની લાગણી દુભાઈ હોય તેની માફી માગું છું. માતાજીની ભક્તિને ધ્યાનમાં લઇ મેં ગીત બનાવ્યું હતું, મોગલ માતાનો ઉલ્લેખ છે તે શબ્દને હું હટાવી દઇશ, શિન - રવિની રજાને લઇને ટીમ રજા પર છે, મેં ફેરફાર કરવાનું સૂચન કરી દીધું છે. મને 3 દિવસનો સમય આપશો, ત્યાં સુધી સંયમ રાખશો.








View this post on Instagram






A post shared by Nia Sharma (@niasharma90)






વીડિયો બનાવનાર સામે કડક કાર્યવાહી કરવા માગ
જોકે મોગલધામ લુવારિયાના વહીવટકર્તા અને મૂળ લાઠી તથા હાલ રાજકોટના કાલાવડ રોડ પર રહેતા એડવોકેટ કુલદીપ આર. દવેએ સાયબર ક્રાઈમમાં અરજી કરતાં કહ્યું છે કે હિન્દૂઓની ધાર્મિક લાગણી દુભાવનાર એ પ્રકારના વીડિયો બનાવનારી વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તેમણે કહ્યું હતું કે રાહુલ વૈદ્યના વીડિયોમાં દેવી-દેવતાઓનું અપમાન કરતું કન્ટેન્ટ છે. માતાજીના ગીતમાં બીભત્સ ચેનચાળા અને અંગ પ્રદર્શનનાં દૃશ્યો મૂક્યા છે. તેમણે સાયબર ક્રાઈમના અધિકારી સમક્ષ વીડિયો બનાવનાર સામે કડક કાર્યવાહી કરવા માગ કરી છે.

વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
First published:

Tags: Bhoomi Trivedi, Kirtidan gadhvi, Navrati Tredition, Navratri 2021, Rahul Vaiddya, Rajbha Gadhvi

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો