યોગી અને ભાગવત વિશે ટિપ્પણી કરવા બદલ રેપર હાર્ડકોર વિરુદ્ધ દેશદ્રોહનો ગુનો દાખલ

રેપર હાર્ડકોરની ફાઇલ તસવીર ( તસવીર સૌજન્ય ફેસબુક)

વારાણસીના વકીલ શંકર શેખર દ્વારા બુધવારે હાર્ડકોર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી : પંજાબી મૂળની અને યુકેમાં રહેતી રેપ સિંગર તરણ કૌર ઢિલોન ઉર્ફે હાર્ડકોર પર દેશદ્રોહનો ગુનો દાખલ થયો છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીઆદિત્યનાથ અને સંઘના વડા મોહન ભાગવત વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણીઓ કરવા બદલ હાર્ડકોર સામે ફરિયાદ થઈ છે.

  ઉત્તર પ્રદેશના વારાણસીમાં સ્થાનિક વકીલ શંકર શેખર દ્વારા પોલીસને લેખિત ફરિયાદ આપવામાં આવી હતી. પોલીસ મથકના એસએચઓ વિજય પ્રતાપ સિંઘે જણાવ્યું હતું કે આ ફિરયાદના આધારે પોલીસે કલમ 124 A (દેશદ્રોહ) 153 A (બે ધાર્મિક જૂથો વચ્ચે દુશ્મની ઊભી કરવી) 500, માનહાની 505 અને આઈ ટી એક્ટની કલમ 66 અંતર્ગત ગુનો દાખલ કર્યો છે.

  આ પણ વાંચો : ટ્વિટર પર આ પોસ્ટ કરી ટ્રોલ થયા પાક. PM ઈમરાન, લોકોએ કહ્યુ-ભૂલ સુધારો!

  એસએચઓએ જણાવ્યું હતું કે આ ફરિયાદ સાયબર સેલમાં દાખલ કરી દેવામાં આવશે. બોલિવૂડની અનેક ફિલ્મોમાં ગીતો ગાનાર હાર્ડકોર યુકેની નાગરિક છે. હાર્ડકોર સોશિયલ મીડિયામાં છેલ્લા ઘણા સમયથી એક્ટિવ છે અને દેશના બંધારણ વિશે તેમજ દક્ષિણ પંથી વિચારાધારા વિશે ટિપ્પ્ણીઓ કરે છે.

  હાર્ડકોરે બેંગલુરૂમાં મૃત્યુ પામેલ એક્ટિવિસ્ટ ગૌરી લંકેશ અને શહીદ હેમંત કરકરેના મૃત્યુ અંગે પણ અનેક ટિપ્પણીઓ કરી હતી. જોકે, તેના પર ફરિયાદ સંઘના વડા મોહન ભાગવત અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાત વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ કરવામાં આવી છે.
  Published by:Jay Mishra
  First published: