Home /News /entertainment /

Sunny Leoneના નવા ગીત 'મધુબન' પર વિવાદ, હિન્દુ ઘર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ

Sunny Leoneના નવા ગીત 'મધુબન' પર વિવાદ, હિન્દુ ઘર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ

સની લિયોની પોસ્ટર

Sunny Leone new song Madhuban Controversy: સની લિયોન (Sunny Leone)એ પોતાનું નવું ગીત 'મધુબન (Madhuban)' રિલીઝ થયા બાદ ટ્વીટ કરીને લોકોને પૂછ્યું હતું કે 'શું તમે આને જોયું?' પોતાના ટ્વીટ(twitt) બાદ લોકો તેનાથી નારાજ જોવા મળી રહ્યા છે.

વધુ જુઓ ...
    Sunny Leone new song Madhuban Controversy: બોલિવૂડ અભિનેત્રી સની લિયોની (Sunny Leone)નું 'મધુબન (Madhuban)' રિલીઝ થતાં જ વિવાદમાં આવી ગયું છે. સની લિયોનીના આ ગીતથી સોશિયલ મીડિયા પર યુઝર્સ ગુસ્સે થયા છે.

    યુઝર્સ સતત સની લિયોની પર હિન્દુ ધર્મ (hurting Hindu sentiments)ની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવી રહ્યા છે. વાસ્તવમાં સનીએ પોતાનું ગીત રિલીઝ થયા બાદ ટ્વીટ કરીને લોકોને પૂછ્યું હતું કે 'શું તમે આને જોયું?'

    સની લિયોનીના આ ટ્વીટ બાદ લોકો તેનાથી નારાજ થયા હોય તેવું લાગતું હતું. એક યુઝરે લખ્યું, 'આ બકવાસ છે અને હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો બીજો પ્રયાસ છે!' જ્યારે બીજાએ લખ્યું, 'આતો ખરાબ થયું. કૃપા કરીને ધાર્મિક અથવા કોઈ પણ ધર્મ સાથે સંકળાયેલા દેવતાઓના કોઈ પણ નામ અથવા શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળો. બીજા ઘણા શબ્દો છે જેની સાથે તમે ગીતો બનાવી શકો છો. તેથી કોઈની લાગણીને ઠેસ ન પહોંચાડશો."

    આ પણ વાંચો: બોડીશેમિંગથી લઈને પર્પલ લિપસ્ટિક લગાવવા સુધી, જ્યારે ઐશ્વર્યા રાય બચ્ચન વિવાદમાં આવી

    ટ્વિટર પર નારાજ દેખાયા લોકો
    બીજી તરફ એક યુઝરે લખ્યું હતું કે,'બિલકુલ પણ રસ નથી, ગીત માટે તમારી પાસે બીજું કોઈ નામ નથી કે માત્ર ગીતના લેખક પાસે મધુબન અને અમારી રાધા માંને કોઈપણ ભોગે બદનામ કરવાની કેટલીક રીતો છે.' અન્ય એક યુઝરે લખ્યું હતું કે, 'દરેકે આ ગીતનો રિપોર્ટ કરવો જોઈએ. મારા ભગવાનને બદનામ કરવાનો તમારો અધિકાર નથી. આ ગીત ને હટાવો અને બોલ બદલો."



    તમને જણાવી દઈએ કે સારેગામાએ બુધવારે લોકપ્રિય ગાયિકા કનિકા કપૂર (Kanika Kapoor) અને સની લિયોનની સુપરહિટ જોડી સાથે ડાન્સ ટ્રેક 'મધુબન' લોન્ચ કર્યો. આ ગીતમાં સની લિયોનના સ્ટીમી ડાન્સ, કોરિયોગ્રાફર અને દિગ્દર્શન બોલિવૂડના પ્રિય ડાન્સ મેસ્ટ્રો ગણેશ આચાર્યે કર્યુ છે.

    આ પણ વાંચો: બોલિવૂડની આ ફિલ્મ જેને બનાવવામાં 23 વર્ષ લાગ્યાં, તેનું નામ ‘ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં છે

    ગીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ
    બીજી તરફ આ ગીત હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ ગીત રિલીઝ થવા પર સની લિયોને કહ્યું હતું કે 'હું નસીબદાર રહી છું કે દર્શકોને મારા ડાન્સ સહિત મારા બધા ગીતો પસંદ આવ્યા છે અને તે તેને એક નોચ પર લઈ જાય છે. 'મધુબન'ને સોશિયલ મીડિયા પર ફેન્સ તરફથી અપાર પ્રેમ મળ્યો છે. આ ગીતનો ભાગ બનવું ખૂબ જ સારું છે, જે 2021ને શૈલીમાં અલવિદા કહેશે અને 2022માં ધમાકેદાર સ્વાગત કરશે."
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Social media, Sunny Leone, Twitter, મનોરંજન

    આગામી સમાચાર