Home /News /entertainment /અજય દેવગણ અને સુદીપ વચ્ચેના હિન્દી ભાષા પરના વિવાદે રાજકીય રંગ ધારણ કર્યો, કોંગ્રેસના નેતાઓએ સુદીપનું કર્યું સમર્થન

અજય દેવગણ અને સુદીપ વચ્ચેના હિન્દી ભાષા પરના વિવાદે રાજકીય રંગ ધારણ કર્યો, કોંગ્રેસના નેતાઓએ સુદીપનું કર્યું સમર્થન

અજય દેવગણ અને કિચ્ચા સુદીપ હિન્દી ભાષા પર ટ્વીટ વિવાદ

અજય દેવગણે (Ajay Devgn) સુદીપ (Kichcha Sudip) ના આ નિવેદન અંગે ટ્વિટર પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, કિચ્ચા સુદીપ, મારા ભાઈ તમારા અનુસાર હિન્દી રાષ્ટ્રભાષા (Hindi language) નથી. તો તમે કન્નડ ફિલ્મોને હિન્દીમાં ડબ કરીને શા માટે રિલીઝ કરો છો? હિન્દી આપણી માતૃભાષા અને રાષ્ટ્રભાષા હતી, છે અને રહેશે. જન ગણ મન.

વધુ જુઓ ...
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા (karnataka ex cm siddaramaiah) એ બોલીવુડ અભિનેતા અજય દેવગણ (Ajay Devgn) અને કન્નડ અભિનેતા સુદીપ (Kichcha Sudip) વચ્ચે ટ્વિટર પર થયેલ દલીલનો જવાબ આપ્યો છે. તેમણે જણાવ્યું કે, હિન્દી ભારતની રાષ્ટ્રીય ભાષા (Hindi language) ક્યારેય પણ નહોતી અને થશે પણ નહીં. ઉલ્લેખનીય છે કે, અજય દેવગણ અને સુદીપ વચ્ચે ટ્વિટર એક્સચેન્જનો મુદ્દો ‘હિન્દી’ ભાષા હતો. કોંગ્રેસ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જણાવ્યું છે કે, મને કન્નડ હોવા પર ગર્વ છે. ભારતમાં બોલાતી વિવિધ ભાષાઓનું સન્માન કરવું દરેક ભારતીયની ફરજ છે. દરેક ભાષાનો એક સમૃદ્ધ ઈતિહાસ હોય છે, જેના પર દરેક લોકોને ગર્વ હોય છે.

કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી.કે.શિવકુમારે પણ આ અંગે નિવેદન આપ્યું છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ભારતમાં 19,500 માતૃભાષા બોલવામાં આવે છે. ભારતમાં દરેક ભાષાને સન્માનની નજરે જોવામાં આવે છે. એક ગૌરવાન્વિત કન્નડિગા અને એક ગૌરવાન્વિત કોંગ્રેસી તરીકે મારે દરેકને યાદ કરાવું જોઈએ કે, કોંગ્રેસે ભાષાના આધાર પર રાજ્યોનું નિર્માણ કર્યું હતું. જેથી કોઈપણ ભાષા અન્ય ભાષા પર હાવી ના થઈ શકે. #અનેકતામાંએકતા’ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને નેતા એચડી.કુમારસ્વામીએ પણ ટ્વિટર પર પોસ્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, કન્નડ અભિનેતા સુદીપના નિવેદનમાં કંઈપણ ખોટું નથી.

અજય દેવગણનો વ્યવહાર ઉગ્ર: એચડી.કુમારસ્વામી

એચડી.કુમારસ્વામીએ ટ્વિટમાં જણાવ્યું કે, અભિનેતા કિચ્ચા સુદીપ જણાવે છે કે, હિન્દી રાષ્ટ્રભાષા નથી. સાચી વાત છે. તેમના નિવેદનમાં ભૂલ શોધવા જેવું કંઈ છે જ નહીં. અભિનેતા અજય દેવગણ માત્ર સ્વભાવથી ઉગ્ર નથી પરંતુ, તેમનું ટ્વિટ તેમના અજીબ વ્યવહારનું પણ પ્રદર્શન કરે છે. ભારતમાં અડધા ભાગના લોકો હિન્દી બોલે છે. આ કારણોસર હિન્દી રાષ્ટ્રભાષા ના બની શકે. 9 કરતા પણ ઓછા રાજ્યોમાં હિન્દી પ્રાથમિક ભાષા તરીકે બોલવામાં આવે છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી મોટાભાગના રાજ્યોમાં હિન્દી ભાષા બીજી અને ત્રીજી ભાષા તરીકે છે. આ પરિસ્થિતિમાં અજય દેવગણના નિવેદનમાં શું સત્ય છે? ડબ ના કરવા પર તમારો શું મતલબ છે? અજય દેવગણે સમજવું જોઈએ કે, કન્નડ સિનેમા હિન્દી ફિલ્મ ઉદ્યોગને પછાડી રહ્યું છે. કન્નડવાસીઓના પ્રોત્સાહનના કારણે હિન્દી સિનેમાનો વિકાસ થયો છે. અજય દેવગણે ભૂલવું ના જોઈએ કે, તેમની પહેલી ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ બેંગ્લોરમાં એક વર્ષ સુધી ચાલી હતી.

કર્ણાટકના મુખ્યમંત્રીએ અભિનેતા કિચ્ચા સુદીપનું સમર્થન કર્યું

અજય દેવગણ (Ajay devgan) અને કિચ્ચા સુદીપ (kichcha sudip) વચ્ચે હિન્દીને લઈને ટ્વિટર પર થોડી ખટપટ થઈ હતી. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ Cnn News18ને જણાવ્યું કે, કિચ્ચા સુદીપે જે પણ કહ્યું તે કહ્યું સાચું હતું. એક ક્ષેત્રીય ભાષા સૌથી મહત્વપૂર્ણ છે. કારણ કે, એક રાજ્ય ભાષાના આધાર પર બને છે. સુદીપે જે કંઈપણ કહ્યું તેને સમજવું જોઈએ અને તેનું સમ્માન કરવું જોઈએ.

અજય દેવગણ અને કિચ્ચા સુદીપ વચ્ચે ટ્વિટર પર શું વાતચીત થઈ?

કન્નડ અભિનેતા કિચ્ચા સુદીપે KGF 2ને પાન ઇન્ડિયા ફિલ્મના રૂપમાં લેબલ કરવા અંગે પૂછેલ એક સવાલનો જવાબ આપ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, હિન્દી રાષ્ટ્રભાષા નથી. વધુમાં જણાવતા કહ્યું હતું કે, બોલીવુડને અન્ય ભાષામાં ડબ કરીને સમગ્ર દેશ માટે ફિલ્મ બનાવવાનો દાવો કરવો જોઈએ. અજય દેવગણે સુદીપના આ નિવેદન અંગે ટ્વિટર પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, કિચ્ચા સુદીપ, મારા ભાઈ તમારા અનુસાર હિન્દી રાષ્ટ્રભાષા નથી. તો તમે કન્નડ ફિલ્મોને હિન્દીમાં ડબ કરીને શા માટે રિલીઝ કરો છો? હિન્દી આપણી માતૃભાષા અને રાષ્ટ્રભાષા હતી, છે અને રહેશે. જન ગણ મન.

આ પણ વાંચોહોલીવૂડની આ ફિલ્મોની રીમેક ઉતરશે બોલીવૂડના પડદે, અમિતાભથી લઇને આમિર સુધી તેમાં કરશે કામ

સુદીપે અજય દેવગણના ટ્વિટનો જવાબ આપ્યો હતો કે, તેમની આ વાતનો અર્થ અલગ હતો અને તેને અલગ રીતે વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમણે ટ્વિટ કર્યું કે, નમસ્કાર અજય દેવગણ સર. મે તમને જે કંઈ પણ કહ્યું તે તમારા સુધી ખોટી રીતે પહોંચ્યું છે. આપણે જ્યારે પણ મળશું ત્યારે હું તમને જણાવીશ કે આ નિવેદન મેં શેના સંદર્ભમાં આપ્યું હતું. મેં આ નિવેદનથી કોઈને હર્ટ કરવા, ઉશ્કેરવા અથવા ખટપટ શરૂ કરવા માટે નહોતું આપ્યું. હું મારા દેશની તમામ ભાષાઓને પ્રેમ કરું છું અને તેનું સમ્માન કરું છું. હું આ મુદ્દાને અહીંયા વિરામ આપવા માંગુ છું. મેં આ નિવેદન અલગ સંદર્ભમાં આપ્યું હતું. તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. આશા રાખું છું કે તમને ખૂબ જ જલ્દી મળીશ.
First published:

Tags: Ajay Devgn, Bollywood Latest News, Bollywood News in Gujarati, Kannada, South Cinema, South Cinema News