Home /News /entertainment /'આદિપુરુષ' ફિલ્મ પર વિવાદ: ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ નિર્દેશક ઓમ રાવતને લખ્યો પત્ર

'આદિપુરુષ' ફિલ્મ પર વિવાદ: ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ નિર્દેશક ઓમ રાવતને લખ્યો પત્ર

'આદિપુરુષ' ફિલ્મ પર વિવાદ

Controversy over Adipurush movie: ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ (Home Minister Narottam Mishra) કહ્યું કે મેં ઓમ રાઉત (Om Raut) ને પત્ર લખ્યો છે. આપણા દેવી-દેવતાઓના નિરૂપણ સાથે ચેડા કરવામાં આવ્યા છે. માત્ર એક જ ધર્મને નિશાન બનાવવામાં આવ્યો છે. બીજા કોઈ ધર્મ પર ફિલ્મ કેમ નથી બનાવતા? હિન્દુ ધર્મને સોફ્ટ ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે આ એક મોટું ષડયંત્ર છે. દેશને આ ષડયંત્રની જાણ થઈ ગઈ છે.અમારી વાતની અસર થઈ રહી છે. તેથી જ લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મ નિષ્ફળ ગઈ.

વધુ જુઓ ...
    Controversy over Adipurush movie: મધ્યપ્રદેશ સરકારે પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ 'આદિપુરુષ'ના ટીઝર પર કાર્યવાહી શરૂ કરી દીધી છે. ફિલ્મમાં હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવાનો આરોપ છે. મધ્યપ્રદેશ સરકારે પણ કાર્યવાહીની ચેતવણી આપી છે. આ માટે ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ ફિલ્મના નિર્દેશક ઓમ રાવતને પત્ર લખ્યો છે. તેને ફિલ્મમાંથી વાંધાજનક સીન હટાવવાની માંગ કરવામાં આવી છે.

    ફિલ્મ આદિપુરુષનું ટીઝર રિલીઝ થયા બાદ હવે મધ્યપ્રદેશમાં વિવાદ શરૂ થયો છે. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ આ અંગે ફિલ્મના નિર્દેશક ઓમ રાવતને પત્ર લખ્યો છે. નરોત્તમ મિશ્રાએ જો વાંધાજનક સીન હટાવવામાં નહીં આવે તો કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે.

    આ પણ વાંચો:  PM નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે કરી વાત, રશિયા સાથે યુદ્ધને લઈને કરી આ મહત્વની ઓફર

    ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ (Home Minister Narottam Mishra) કહ્યું કે મેં ઓમ રાઉત (Om Raut) ને પત્ર લખ્યો છે. આપણા દેવી-દેવતાઓના નિરૂપણ સાથે ચેડા કરવામાં આવ્યા છે. તે યોગ્ય નથી. હનુમાનજીને ચામડાના કપડા પહેરાવ્યા, સીતા માતાને બાંય વગરના કપડામાં બતાવ્યા.

    હનુમાનજીને કાળો રંગ કહેવામાં આવ્યો, માત્ર એક જ ધર્મને નિશાન બનાવવામાં આવ્યો છે. બીજા કોઈ ધર્મ પર ફિલ્મ કેમ નથી બનાવતા? હિન્દુ ધર્મને સોફ્ટ ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે આ એક મોટું ષડયંત્ર છે. દેશને આ ષડયંત્રની જાણ થઈ ગઈ છે.અમારી વાતની અસર થઈ રહી છે. તેથી જ લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મ નિષ્ફળ ગઈ.

    જાણો શું લખ્યું ચિઠ્ઠીમાં?


    ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પોતાના પત્રમાં લખ્યું છે કે તમારી આગામી ફિલ્મ આદિપુરુષનું ટીઝર મારા ધ્યાન પર આવ્યું છે. આ ટીઝરમાં જે રીતે ભારતીય ધાર્મિક માન્યતાઓના પ્રતીકો દર્શાવવામાં આવ્યા છે તેની સામે સામાન્ય લોકોને વાંધો ઉઠાવવો સ્વાભાવિક છે.

    આ પણ વાંચો:  કાલથી લોન્ચ થશે Jio True 5G બીટા ટ્રાયલ, આ યુઝર્સને મળશે True 5G નો અનુભવ

    કોઈ પણ ફિલ્મ નિર્માતા પાસે આપણા આરાધ્ય દેવોને આ રીતે ચિત્રિત કરવાની અપેક્ષા નથી. આ ટીઝર જોઈને લોકોને દુઃખ થાય તે સ્વાભાવિક છે. હું તમને વિનંતી કરું છું કે બહુમતી સમાજની ભાવનાઓને ધ્યાનમાં રાખીને ફિલ્મમાંથી આ રીતે નિરૂપણ કાઢી નાખો. અને ધ્યાનમાં રાખો કે ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ ન થવી જોઈએ.
    Published by:Rahul Vegda
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन