'The Accidental Prime Minister'ફિલ્મ પર વિવાદ વધ્યો, MPમાં લાગી શકે પ્રતિબંધ

News18 Gujarati
Updated: December 28, 2018, 2:05 PM IST
'The Accidental Prime Minister'ફિલ્મ પર વિવાદ વધ્યો, MPમાં લાગી શકે પ્રતિબંધ
અનુપમ ખૈર, એક્ટર

ઘણાં વિવાદોમાં રહ્યાં બાદ આખરે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે, ફિલ્મનાં નિર્દેશક પર છેતરપીંડીનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

  • Share this:
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનાં કાર્યાલય પર લખવામાં આવેલી બૂક 'ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' પર બનેલી ફિલ્મ પર વિવાદ સમવાનું નામ જ નથી લઇ રહ્યાં. અને એકબાદ એક નવાં વિવાદો સર્જાઇ રહ્યાં છે. હવે આ ફિલ્મ પર મધ્ય પ્રદેશમાં પ્રતિબંધ લાદી શકે તેવી વાત સામે આવી છે. આપને જણાવી દઇએ કે હાલમાં જ ઇલેક્શન બાદ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે.

તો આ પહેલાં જ અનુપમ ખેર ટ્વિટ કરી ચુક્યા છે અને તેમણે યુથ કોંગ્રેસ દ્વારા ફિલ્મનો વિરોધ કરવા પર લખ્યુ છે કે, 'હાલમાં જ રાહુલ ગાંધીજી'ની ટ્વિટ વાંચી, જેમાં તેમણે 'ફ્રીડમ ઓફ એક્સપ્રેશન' અંગે વાત કરી હતી. મને લાગે છે કે તેમણે તે લોકોને લઢવા જોઇએ''

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનાં કાર્યાલય પર લખવામાં આવેલી બૂક 'ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' પર બનેલી ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયુ છે. ટ્રેલરમાં અનુપમ ખેર પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનાં રોલમાં નજર આવે છે. આ ફિલ્મમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી પણ બતાવવામાં આવ્યા છે.



એક્ટર અક્ષય ખન્નાને આ ફિલ્મમાં સંજય બારુનાં કેરેક્ટરમાં દર્શાવવામાં આવ્યા હતાં. તે ફિલ્મમાં સૂત્રધારનો રોલ અદા કરી રહ્યો છે.

ફિલ્મનાં ટ્રેલર બાદ આ ફિલ્મ પર યૂથ કોંગ્રેસે આપત્તિ જતાવી છે. ખરેખરમાં ફિલ્મનાં ટ્રેલરમાં મનમોહન સિંહનાં કેરેક્ટર પર પણ દબાણ હોય તેમ જતાવવામાં આવ્યું છે. અને રાહુલ ગાંધીનાં કેરેક્ટર પર પણ કોંગ્રેસ યૂથ વિંગે આપત્તિ દર્શાવી છે.



ફિલ્મનાં ટ્રેલરનાં એક દ્રશ્યમાં જેમાં પ્રધાનમંત્રી મનમોહન સિંહ રાજીનામું આપવા ઇચ્છે છે તો સોનિયા ગાંધી તેમને કરપ્શનનાં ચાર્જ માટે લડતી નજર આવે છે.

હવે જ્યારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે તો તેનાં પર સખત પ્રતિક્રિયાઓ થઇ રહી છે. આ ફિલ્મ પર મનમોહન સિંહે કોઇપણ પ્રકારનું નિવેદન આપવાનો ઇન્કાર કર્યો છે. અને અત્યાર સુધી કોંગ્રેસ તરફથી પણ કોઇ નિવેદન આવ્યું નથી.
First published: December 28, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading