પણજી : ગોવાના ઉપમુખ્યમંત્રીની તરફથી અશ્લીલ ક્લિપ (Sexually Explicit Clip) ફોરવર્ડ થયા મામલે હજી વિવાદ જ્યાં શાંત નથી થયો ત્યાં રાજ્યમાં વધુ એક વિવાદ મામલે વિપક્ષે, ગોવન સરકાર પર પ્રહાર કર્યો છે. બોલિવૂડ અભિનેત્રી પૂનમ પાંડેના ગોવામાં બનાવેલ વાયરલ વીડિયો મામલે હવે વિપક્ષે, સરકાર માટે સવાલ કર્યા છે. રાજ્યની વિપક્ષી પાર્ટીઓએ સિક્યોર ઝોન (Secure Zone)માં કથિત રીતે અશ્લીલ વીડિયો (Video)ને શૂટિંગ માટે સુવિધા આપવા માટે રાજ્ય સરકાર પર નિશોનો સાધ્યો છે. ગોવા ફોરવર્ડ પાર્ટી (Goa Forward Party)એ મોડલ પૂનમ પાંડે (Poonam Panday) પર અશ્લીલ વીડિયોને લઇને ગોવા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે અમે તમારું ધ્યાન અભિનેત્રી પૂનમ પાંડેવાળા કથિત પોર્ન વીડિયો તરફ દોરવા ઇચ્છીએ છીએ જે રાજ્યમાં સોશિયલ મીડિયા પર ચાલી રહ્યો છે. આ વીડિયો એક રીતે ગોવાની મહિલાઓ પર હુમલો છે. અને આ રાજ્યની છબીને ખરાબ કરી રહ્યો છે. આ પોર્ન વીડિયોની શૂટિંગ કાનાકોનામાં ચોપાટી ડૈમમાં થઇ છે. અને પોતાની સંસ્કૃતિ માટે જાણીતા કાનાકોનાના લોકો માટે આ મોટા ઝટકા સમાન છે.
ફરિયાદમાં આગળ કહેવામાં આવ્યું છે કે અમને નવાઇ તે વાતની લાગે છે કે આ વીડિયોને સરકારી સંપત્તિમાં શૂટ કરવામાં આવ્યા છે. કોની પરવાનગીથી? આ મામલે તપાસ થવી જોઇએ અને દોષીઓ સામે કાર્યવાહી પણ થવી જોઇએ. ગોવા ફારવર્ડ પાટીના ઉપાધ્યક્ષ અને પ્રવક્તા દુર્ગાદાસ કામતે ગોવાને કથિર રીતે પોર્ન ડેસ્ટિનેશનલ બનાવા માટે ભાજપ પર પ્રહાર કર્યો છે.
ગોવા ફારવર્ડ પાર્ટીના પ્રમુખ વિજય સરદેસાઇએ ટ્વિટ કર્યું છે કે જ્યારે અમે વિચારીએ છીએ કે @DrPramodPSawant સરકાર આનાથી વધુ નીચે ના પડી શકે ત્યારે તે અમને આશ્ચર્યમાં મૂકે છે. તેમનું ગોવા માટે વિઝન- જો પૈસા આવે છે તો આ માટે તમામ ખરાબ/પાપ માટે તેને ફેમસ બનાવવી છે.
ઉલ્લેખનીય છે કે ગત મહિને રાજ્યના ઉપ મુખ્યમંત્રી ચંદ્રકાંત બાબુ કેવલેકર પર વિપક્ષી પાર્ટીઓના એક વોટ્સઅપ ગ્રુપ પર પોર્ન ક્લિપ મોકલવાનો આરોપ પણ લાગ્યો છે. જો કે પાછળથી તેમનો ફોન હેક કર્યો હોવાની વાત બહાર આવી હતી.
Published by:Chaitali Shukla
First published:November 04, 2020, 11:02 am