અજય દેવગન અને કિચ્ચા સુદીપ વચ્ચે હિન્દી ભાષાને લઈને થયો વિવાદ, કન્નડ અભિનેતાએ હવે કરી સ્પષ્ટતા
અજય દેવગન અને કિચ્ચા સુદીપ વચ્ચે હિન્દી ભાષાને લઈને થયો વિવાદ, કન્નડ અભિનેતાએ હવે કરી સ્પષ્ટતા
કન્નડ અભિનેતાએ હવે કરી સ્પષ્ટતા, જાણો સુદીપે શું કરી અજય દેવગન સાથે સ્પષ્ટતા
અજય દેવગન અને કિચ્ચા સુદીપ (Ajay Devgn Kichcha Sudeepa Debate) વચ્ચે હિન્દી ભાષાને લઈને વિવાદ થયો હતો. અજયે કન્નડ અભિનેતાને સલાહ આપતા કહ્યું કે હિન્દી રાષ્ટ્રભાષા છે. આ પછી કિચ્ચાએ તેમને ખુલાસો પણ આપ્યો.
બોલિવૂડ એક્ટર અજય દેવગન અને કન્નડ એક્ટર કિચ્ચા સુદીપ (Ajay Devgn Kichcha Sudeepa Debate) રાષ્ટ્રભાષાને (National Language Hindi) લઈને સામસામે આવી ગયા છે. કિચ્ચાના એક નિવેદન પર પ્રતિક્રિયા આપતા અજયે જવાબ આપ્યો છે. 'RRR' અને 'KGF ચેપ્ટર 2'ની શાનદાર સફળતા પછી, કન્નડ સુપરસ્ટાર કિચ્ચા સુદીપે એક કાર્યક્રમમાં પાન ઈન્ડિયન ફિલ્મો વિશે વાત કરી અને કહ્યું, "હિન્દી હવે રાષ્ટ્રભાષા નથી રહી." આના પર અજયે કિચ્ચાની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી છે. હિન્દીમાં લખેલા ટ્વિટમાં તેણે પૂછ્યું કે જો હિન્દી આપણી રાષ્ટ્રભાષા નથી તો સુદીપ તેની ફિલ્મો હિન્દીમાં ડબ કરીને કેમ રિલીઝ કરે છે?
અજય દેવગને (Ajay Devgn Tweet) પોતાના ટ્વીટમાં લખ્યું, “કિચ્ચા સુદીપ મારા ભાઈ, તમારા મત મુજબ જો હિન્દી આપણી રાષ્ટ્રભાષા નથી તો તમે તમારી માતૃભાષાની ફિલ્મોને હિન્દીમાં ડબ કરીને શા માટે રિલીઝ કરો છો? હિન્દી આપણી માતૃભાષા અને રાષ્ટ્રભાષા હતી, છે અને રહેશે. જન ગણ મન." કિચ્ચાએ પણ અજયના આ ટ્વીટ પર પોતાની સ્પષ્ટતા આપી છે.
.@KicchaSudeep मेरे भाई,
आपके अनुसार अगर हिंदी हमारी राष्ट्रीय भाषा नहीं है तो आप अपनी मातृभाषा की फ़िल्मों को हिंदी में डब करके क्यूँ रिलीज़ करते हैं?
हिंदी हमारी मातृभाषा और राष्ट्रीय भाषा थी, है और हमेशा रहेगी।
जन गण मन ।
કિચ્ચા સુદીપએ (Kichcha Sudeep Vs Ajay Devgn) અજય દેવગનના ટ્વીટના જવાબમાં લખ્યું, “સર, હું દેશની દરેક ભાષાને પ્રેમ કરું છું અને તેનું સન્માન કરું છું. હું આ વિષયને અહીં સમાપ્ત કરવા માંગુ છું. જેમ મેં કહ્યું તેમ આ લાઈનો સંપૂર્ણપણે સંદર્ભની બહાર છે. તમને હંમેશા પ્રેમ કરું છું અને આપુ છું. આશા કરું છું કે જલ્દી મળીશું''
I love and respect every language of our country sir. I would want this topic to rest,,, as I said the line in a totally different context.
Mch luv and wshs to you always.
Hoping to seeing you soon.
કિચ્ચા સુદીપ (Kichcha Sudeep Tweet) ત્યાં જ અટક્યા નહોતા, તેણે આગળની ટ્વીટમાં લખ્યું, “હેલો અજય દેવગન સર… આશા છે કે આ વાત તમારા સુધી પહોંચી ગઈ હશે કે મેં જે સંદર્ભમાં કહ્યું હતું તે લાઇન સંપૂર્ણપણે અલગ છે. જ્યારે અમે મળીશું ત્યારે વ્યક્તિગત રીતે આ બાબત પર ચર્ચા કરવામાં આવશે કે મેં આ નિવેદન શા માટે આપ્યું હતુ. તે કોઈને હર્ટ કરવા, ઉશ્કેરવા કે દલીલ શરૂ કરવા માટે નહોતું. હું આવું શા માટે કરું સર?"
કિચ્ચા સુદીપ (Kichcha Sudeep On Hindi) એ પછીના ટ્વીટમાં લખ્યું, “અને અજય સર… તમે હિન્દીમાં જે સંદેશ લખ્યો છે તે સમજી ગયો. ફક્ત એટલા માટે કે આપણે બધાએ હિન્દીને માન આપ્યું, પ્રેમ કર્યો અને શિખ્યું. કોઈ વાંધો નથી સર,,, પણ વિચારી રહ્યો હતો કે જો મારો પ્રતિભાવ કન્નડમાં ટાઈપ થયો હોત તો શું સ્થિતિ હશે.!! શું આપણે પણ ભારતના નથી સર?"
અજય દેવગને કિચ્ચાને એક સારો મિત્ર કહ્યું
અજય દેવગને (Ajay Devgn React) અજય દેવગને પણ કિચ્ચા સુદીપના આ ટ્વીટ પર પ્રતિક્રિયા આપી. તેણે લખ્યું, "હેલો કિચ્ચા, તમે મિત્ર છો. ગેરસમજ દૂર કરવા બદલ આભાર. મેં ફિલ્મ ઈન્ડસ્ટ્રીને હંમેશા એક જ માની છે. અમે તમામ ભાષાઓનો આદર કરીએ છીએ. કદાચ અનુવાદમાં કંઈક ચૂકી થઈ હશે.
Hi @KicchaSudeep, You are a friend. thanks for clearing up the misunderstanding. I’ve always thought of the film industry as one. We respect all languages and we expect everyone to respect our language as well. Perhaps, something was lost in translation