Home /News /entertainment /

KBC 14: કન્ટેસ્ટન્ટે ઓવરસ્માર્ટ બનવામાં ગુમાવ્યાં કમાવેલા પૈસા, શું તમે જાણો છો 1 લાખ 60 હજારના આ સવાલનો સાચો જવાબ?

KBC 14: કન્ટેસ્ટન્ટે ઓવરસ્માર્ટ બનવામાં ગુમાવ્યાં કમાવેલા પૈસા, શું તમે જાણો છો 1 લાખ 60 હજારના આ સવાલનો સાચો જવાબ?

કન્ટેસ્ટન્ટે ઓવરસ્માર્ટ બનવામાં ગુમાવ્યાં લાખો રૂપિયા.

ક્યારેક શોમાં એવા સ્પર્ધકો પણ આવે છે, જે પોતાની હોશિયારીને કારણે જીતેલી રકમથી પણ હાથ ધોઈ બેસે છે. આવી જ એક સ્પર્ધક તાજેતરમાં શોની હોટ સીટ પર પહોંચી ગઈ હતી.

Kaun banega Crorepati Question: રિયાલિટી ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ' શરૂ થઈ ગયો છે અને આ સિઝનમાં ફરી એક વાર નવા નવા સ્પર્ધકો પોતાનું નસીબ અજમાવવા માટે હોટ સીટ પર આવી રહ્યા છે અને આગવી રીતે ગેમ રમી રહ્યા છે. શોમાં તમામ સ્પર્ધકો કરોડપતિ બનવાનું સપનું લઈને આવે છે, તેમાંથી કોઈ જ ખરેખર કરોડપતિ બની જાય છે અને એક મોટી રકમ ઘરે લઈ જાય છે. પરંતુ ક્યારેક શોમાં એવા સ્પર્ધકો પણ આવે છે, જે પોતાની હોશિયારીને કારણે જીતેલી રકમથી પણ હાથ ધોઈ બેસે છે. આવી જ એક સ્પર્ધક તાજેતરમાં શોની હોટ સીટ પર પહોંચી ગઈ હતી.

1 લાખ 60 હજારની રકમ ગુમાવી દીધી

મધ્યપ્રદેશના જબલપુરની રહેવાસી વૈષ્ણવી સિંહ હોટ સીટ પર બેઠી હતી. તેની જીદને કારણે તેણે 1 લાખ 60 હજારની રકમ ગુમાવી દીધી. તે વ્યવસાયે કન્ટેન્ટ રાઇટર છે, જે વિવિધ કંપનીઓ માટે માહિતી લખે છે. શરૂઆતમાં તેણે રમત સારી રીતે રમી હતી. પરંતુ બાદમાં તેની જ ભૂલને કારણે તે મુશ્કેલીમાં મુકાઈ ગઈ. વૈષ્ણવીએ સરળતાથી 80 હજાર રૂપિયા જીતી લીધા હતા પરંતુ 1 લાખ 60 હજાર રૂપિયાના પ્રશ્નનો ખોટો જવાબ આપ્યો.

આ હતો પ્રશ્ન!

હવે પ્રશ્ન શું હતો, તે પણ સાંભળો. બિગ બીએ વૈષ્ણવીની સામે પ્રશ્ન મૂક્યો - કયો વર્તમાન દેશ છે, જ્યાં એક શહેરનું નામ તીન મૂર્તિ-હૈફા ચોક રાખવામાં આવ્યું છે? પ્રથમ વિકલ્પ હતો - દક્ષિણ સુદાન, બીજો - દક્ષિણ આફ્રિકા, ત્રીજો - જોર્ડન, ચોથો - ઇઝરાયેલ.

લાઇફલાઇન લીધી નહિ

જ્યારે વૈષ્ણવી સિંહ આનો જવાબ ન આપી શકી તો શોના હોસ્ટે પણ તેને ઠપકો આપ્યો. કારણ કે તે પોતાને ટ્રાવેલિંગની શોખીન કહી રહી હતી. એટલું જ નહીં તેની પાસે લાઈફલાઈન પણ હતી, પરંતુ તેણે તેનો ઉપયોગ કર્યો ન હતો. તેણે કહ્યું કે તે દૂરનું વિચારી રહી હતી. તેણે એક તુક્કો લગાવીને તમામ મહેનત પાર પાણી ફેરવી દીધું અને સીધી 10 હજાર પર આવી ગઈ હતી. તમને જણાવી દઈએ કે આ સવાલનો સાચો જવાબ ઈઝરાયેલ છે.

જેકપોટ ઇનામ પણ ઉમેરાયું

શો સાથે જોડાયેલી ક્લિપ્સ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. કૌન બનેગા કરોડપતિ 14 સોમવારથી શુક્રવાર રાત્રે 9 વાગ્યે પ્રસારિત થાય છે. આઝાદીના 75 વર્ષ પૂરા થવાના અવસર પર નિર્માતાઓએ જેકપોટ પ્રાઈઝ વધારીને 7.5 કરોડ રૂપિયા કરી દીધી છે. ઉપરાંત, આ વર્ષે 75 લાખ રૂપિયાનો એક વધારાનો સ્ટોપ ઉમેરવામાં આવ્યો છે, જે સ્પર્ધકોને ઈનામની મોટી રકમ જીતવામાં મદદ કરી શકે છે.
Published by:Priyanka Panchal
First published:

Tags: Kaun Banega Crorepati 14

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन