Home /News /entertainment /કોંગ્રેસ કાર્યકર્તાઓએ મધ્ય પ્રદેશમાં કંગનાની ફિલ્મનાં શૂટિંગનો કર્યો વિરોધ, આપી ચેતવણી
કોંગ્રેસ કાર્યકર્તાઓએ મધ્ય પ્રદેશમાં કંગનાની ફિલ્મનાં શૂટિંગનો કર્યો વિરોધ, આપી ચેતવણી
કંગના રનૌટનો બૈતુલમાં વિરોધ
બૈતૂલ જિલ્લામાં કોંગ્રેસ નેતાઓએ ધમકી આપી છે કે જો બોલિવૂડ એક્ટ્રકેસ કંગના રનૌટ (Kangana Ranaut) તેની ટ્વીટ અંગે ખેડૂતોની માફી નહીં માંગે તો તેઓ એક્ટ્રેસને જિલ્લામાં ફિલ્મ ધાકડ (Dhakad)નું શૂટિંગ નહીં કરવાં દે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: મધ્ય પ્રદેશનાં બૈતૂલ જિલ્લામાં કોંગ્રેસ નેતાઓએ ધમકી આપી છે કે, જો બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌટ તેની ટ્વિટ અંગે ખેડૂતોની માફી નહીં માગે તો એક્ટ્રેસને જિલ્લામાં ફિલ્મની શૂટિંગ નહીં કરવાં દે. ભાજપ નેતા અને પ્રદેશ સરકારનાં ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ ગુરૂવારે આ મામલે કહ્યું કે, પ્રદેશ સરકાર આ સુનિશ્ચિત કરશે કે શૂટિંગ દરમિયાન 'બહેન બેટી' કંગનાને કોઇ તક્લીફ નહીં થાય.
કંગનાની નવી ફિલ્મ 'ધાકડ' (Dhakad)ની બૈતૂલ જિલ્લાનાં સારણી વિસ્તારમાં શૂટિંગ ચાલૂ છે. પ્રદેશ કોંગ્રેસ સેવા દળનાં સચિવ મનોજ આર્ય અને બૈતૂલ જિલ્લાનાં ચિચૌલી બ્લોક કોંગ્રેસ કમિટીનાં અધ્યક્ષ નેકરામ યાદવે બુધવારે બૈતુલમાં એક મામલતદારને આ મામલે એક નોટિસ આપી છે.
કોંગ્રેસ નેતાએ કહ્યું છે કે, જો કંગનાએ દિલ્હીની સીમાઓ પર ચાલી રહેલાં ખેડૂત આંદોલન વિરુદ્ધ તેની ટિપ્પણી બદલ શુક્રવાર સાંજ સુધીમાં માફી ન માંગી તો તેને સારણીનાં વિસ્તારમાં શૂટિંગની પરવાનગી નહીં મળે. કોંગ્રેસ નેતાઓએ આરોપ લગાવ્યો છે કે, કંગના ખેડૂતોને બદનામ કરે છે.
આ મામલે ગૃહમંત્રી મિશ્રાએ કડક પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કમલનાથે તેમની પાર્ટીનાં કાર્યકર્તાઓને ફિલ્મની શૂટિંગમાં બાધા નાખતાં રોકવા જોઇએ. તેમણે કહ્યું કે, 'મે બૈતૂલ પોલીસ અધીક્ષકથી ટેલીપોન પર વાત કરી છે. કાયદો તેનું કામ કરશે અને તેનું પાલન કરવામાં આવશે. હું બહેન-દીકરી, કંગનાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો છું તેને (કંગનાને) કોઇ જ સમસમ્યાનો સામનો નહીં કરવો પડે.'
ઉલ્લેખનીય છે કે, ટ્વિટર હેન્ડલ પર હાલમાં ખેડૂતોનાં વિરોધ અંગે કંગનાએ કેટલીક વિવાદાસ્પદ ટ્વિટ્સ ડિલીટ કરી દીધી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, આ વર્ષે 1 ઓક્ટોબરનાં રોજ કંગનાની ફિલ્મ 'ધાકડ' રિલીઝ થશે. જેમાં તે એજન્ટ અગ્નીનાં કિરદારમાં નજર આવશે. આ ફિલ્મનાં પોસ્ટરમાં કંગનાનાં હાથમાં તલવાર નજર આવે છે જે લોહીથી લથપથ છે. આ ઉપરાંત તે 'મણિકર્ણિકા રિટર્ન્સ: ધ લીજેન્ડ ઓફ દિદ્દા' પણ લઇને આવવાની છે. તે હાલમાં પોલિટિકલ ડ્રામા અને પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનાં પાત્રમાં નજર આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર