'ટપ્પૂ'ની હરકતોથી નારાજ છે 'જેઠાલાલ', દિલીપ જોશી- રાજ અનડકટ વચ્ચે અણબનાવ!

@Raj Anadkat instagram

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) શોમાં ટપ્પૂ એટલે કે રાજ અનડકટ (Raj Anadkat) અને જેઠાલાલ એટલે કે દિલીપ જોશી (Dilip Joshi)ની વચ્ચે ઘણાં દિવસથી કંઇ અણબનાવી ચાલે છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવીનાં ફેમસ શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) દર્શકોને હસાવતો હે છે. તેનાં દરેક કેરેક્ટરને દર્શકો ખુબજ પ્રેમ કરે છે. આ શોમાં દરેક સંબંધનું ખાસ મહત્વ છે. પડદા પર દરેક કલાકાર એક બીજા પર જીવ રેડી દે છે. પણ અસલ જીવનમાં કદાચ જ એવુ નથી. ખબર મુજબ શોમાં ટપ્પુનું પાત્ર અદા કરનારા રાજ અડકટ (Raj Anandkat) અને જેઠાલાલ એટલે દિલીપ જોશી (Dilip Joshi)ની વચ્ચે ઘણાં દિવસથી અણબનાવ ચાલી રહ્યાં છે.

  મીડિયા રિપોર્ટ્સ મુજબ, જેઠાલાલ (Jethalal) તેનાં ઓનસ્ક્રિન દીકરા ટપપૂથી અસલ જીવનમાં નારાજ છે. આ કારણે ઇન્સ્ટાગ્રામ પર ટપ્પૂ એટલે કે રાજ અનડકટ (Raj Anadkat)ને અનફોલો પણ કરી દીધો છે. રિપોર્ટ્સ મુજબ સીનિયર એક્ટર થયા બાદ દિલીપ જોશી (Dilip Joshi) હમેશાં સમય પર સેટ પર પહોંચે છે. તો રાજને ઘણી વખત ટોકવા છતા તે સેટ પર સમય સર નથી આવતો. લાંબા સમય સુધી આમ ચાલી રહ્યું છે. દિલીપ જોશીને શૂટિંગ માટે રાજનો ઇન્તેઝાર કરવો પડે છે. આ કારણ છે કે, દિલીપ જોશી નરાજ થઇ ગયો અને રાજને ઇન્સ્ટાગ્રામ પર પણ અનફોલો કરી દીધા છે.

  @Raj Anadkat instagram


  આપને જણાવી દઇએ કે, આવું પહેલી નથી જ્યારે 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'નાં સેટ પર બે એક્ટરની વચ્ચે મનમોટાવની ખબર આવી છે. આ પહેલાં પણ દિલીપ જોશી અને શૈલેશ લોઢાની વચ્ચે વિવાદનાં સમાચાર આવ્યાં હતાં. કહેવાય છે કે, આ બંને ઓનસ્ક્રિન પરમ મિત્રો છે પણ અસલ જીવનમાં તેમનાં વચ્ચે ઝઘડો ચાલે છે અને તેઓ એકબીજા સાથે કામ સીવાય વાત નથી કરતાં. જોકે શૈલેશ લોઢાએ આ તમામ ખબરો ખારિજ કરી દીધી હતી. અને તેઓ અફવાહ ગણાવી હતી. અને કહ્યું, કે તેઓ સારા મિત્રો છે.
  Published by:Margi Pandya
  First published: