PM મોદીની બાયોપિક કરશે વિવેક ઓબેરોય, 7 જાન્યુઆરીએ રિલીઝ થશે FIRST LOOK

News18 Gujarati
Updated: January 4, 2019, 2:13 PM IST
PM મોદીની બાયોપિક કરશે વિવેક ઓબેરોય, 7 જાન્યુઆરીએ રિલીઝ થશે FIRST LOOK
PM મોદી અને વિવેક ઓબેરોય

ફિલ્મનાં પોસ્ટર્સને 23 અલગ અલગ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. જેને મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રિલીઝ કરશે. હાલમાં વિવેક ઓબેરોયનાં લૂક પર કામ ચાલી રહ્યું છે

  • Share this:
મુંબઇ:  લાગે છે વર્ષ 2019 તમામ પ્રકારનાં પોલિટિકલ ડ્રામા ફિલ્મોથી ભરપુર રહેશે. પહેલાં ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર પછી ઉરી અટેક પર બનેલી ફિલ્મ અને તે બાદ જિગ્નેશ મેવાણી દ્વારા PM મોદી પર ફિલ્મ બનાવવાની જાહેરાત થઇ. જોકે આ જાહેરાતનાં થોડા દિવસની અંદર જ બોલિવૂડનાં દિગ્ગજ નિર્દેશક ઓમાંગ કુમાર પ્રધાનમંત્રી મોદીનાં જીવન પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી દીધી છે.

ખાસ વાત તો એ છે કે આ ફિલ્મમાં વિવેક ઓબેરોય પ્રધાન મંત્રી મોદીનાં પાત્રમાં નજર આવશે. આ ફિલ્મને સંદિપ સિંઘ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે. આ વિશેની સત્તાવાર જાહેરાત ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ દ્વારા કરવામાં આવી છે. તરણ આદર્શે ટ્વિટ કરીને આ ફિલ્મ અંગે જાહેરાત કરી છે.

આ ફિલ્મ જાન્યુઆરીનાં મધ્યમાં ઓન ફ્લોર જશે અને ફિલ્મનાં પોસ્ટર્સને 23 અલગ અલગ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. જેને મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રિલીઝ કરશે. હાલમાં વિવેક ઓબેરોયનાં લૂક પર કામ ચાલી રહ્યું છે.

આપને જણાવી દઇએ કે ઓમાંગ કુમાર સરબજીત અને મેરિકોમ ઉપર બાયોપિક બનાવી ચુક્યા છે.
First published: January 4, 2019, 2:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading