Bigg Boss 13 ઉપર અશ્લીલતા ફેલાવવાનો આરોપ, કેન્દ્રીય મંત્રીને પત્ર લખ્યો

પત્ર પ્રમાણે બિગ બોસ 13માં ખુબજ અશ્લીલતા અને સુસ્તીનો ખુલ્લેઆમ વાહિયાત પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ શૉને ઘરેલું માહોલમાં જોવું મુશ્કેલ છે.

News18 Gujarati
Updated: October 6, 2019, 6:54 PM IST
Bigg Boss 13 ઉપર અશ્લીલતા ફેલાવવાનો આરોપ, કેન્દ્રીય મંત્રીને પત્ર લખ્યો
બિગ બોસ શૉમાં સલમાન ખાનની તસવીર
News18 Gujarati
Updated: October 6, 2019, 6:54 PM IST
ન્યૂઝ18ગુજરાતીઃ સલમાન ખાન (Salman Khan)વિવાદિત રિયાલિટી શૉ બિગ બોસ 13 (Bigg Boss 13)ની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. તાજેતરમાં સોશિયલ મીડિયા (social media) ઉપર આ શો ઉપર પ્રતિબંધ લગાવવાની માંગ ઉઠી છે. હવે આ મામલામાં નવો વળાંક આવ્યો છે. કૉન્ફૅડરેશન ઑફ ઇન્ડિયા ટ્રૅડર્સે (Confederation Of All India Traders) આજે કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી (Union Information Broadcasting Minister) પ્રકાશ જાવડેકરને (Prakash Javadekar) એક પત્ર મોકલીને કલર્સ ટીવી (Colors TV) ચેનલ ઉપર ચાલતા ટીવી શો બિગ બોસ 13ના પ્રસારણ ઉપર વહેલી તકે પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. આ પત્રમાં બિગ બોસની સિઝન 13માં કોઇ ગંભીર આરોપ લગાવ્યા છે.

અશ્લીલતા ભરેલો છે આ શૉ
પત્ર પ્રમાણે બિગ બોસ 13માં ખુબજ અશ્લીલતા અને સુસ્તીનો ખુલ્લેઆમ વાહિયાત પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ શૉને ઘરેલું માહોલમાં જોવું મુશ્કેલ છે. આપણા દેશમાં જૂના પારંપરિક સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોની ધજ્જિયા ઉડાવવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ-ALERT! ભૂલથી પણ ડાઉનલોડ ના કરતા આ એપ, નહીં તો થઇ જશે બૅન્ક એકાઉન્ટ ખાલી

પ્રકાશ જાવડેકરને લખાયેલા પત્રની તસવીર


TRP અને ફાયલો લેવાની લાલચમાં બિગ બોસ ટીવી ચેનલ દ્વારા દેશમાં સામાજિક સમરસતાને ખતમ કરી રહ્યું છે. જેનાથી ભારત જેવા દેશની વિવિધ સંસ્કૃતિવાળા દેશમાં ક્યારેય મંજૂરી આપી શકાય નહીં.
Loading...

આ પણ વાંચોઃ-સોનાના સ્મગલિંગ માટે યુવકે અપનાવ્યો જોરદાર કીમિયો, અધિકારીઓ પણ દંગ રહી ગયા

આ પણ વાંચોઃ-સ્પા સૅન્ટરની આડમાં સૅક્સ રૅકૅટ: 19 યુવક યુવતીઓ ઝડપાયા, કૉન્ડોમ મળ્યા

બિગ બોશ ઉપર પ્રતિબંધની માગ
કેટના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયા અને રાષ્ટ્રી મહામમંત્રી પ્રવીન ખંડેલવાલે જાવડેકરને મોકલેલા પત્રમાં લખ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra modi) માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક મંચો ઉપર પણ દેશની સાંસ્કૃતિક મૂલ્યોની જબરદસ્ત હિમાયત કરી રહ્યા છે. આ દ્રષ્ટીથી આ મામલે તરત પગલાં લેવા જોઇએ અને બિગ બોસ શો ઉપર પ્રતિબંધ લગાવવો જોઇએ.
First published: October 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...