Home /News /entertainment /

21 years of Kyunki Saas Bhi Kabhi Bahu Thi: સ્મૃતિ ઇરાનીને આજે પણ છે એક વાતનો વસવસો

21 years of Kyunki Saas Bhi Kabhi Bahu Thi: સ્મૃતિ ઇરાનીને આજે પણ છે એક વાતનો વસવસો

PHOTO-@SmritiIrani

સ્મૃતિ ઇરાની (Smirti Irani)એ આજે પણ લોકો તુલસીનું નામ જાણે છે. આજે તે ભલે મોટી રાજનેતા બની ગઇ છે પણ તુલસીની ઓળખ તેનાંથી અળગી થઇ નથી. સ્મૃતિ ઇરાનીએ જે વીડિયો શેર કર કર્યો છે. તેમાં સીરિયલનાં ઘણાં નાના-નાના પળને દેખાવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પૂર્વ એક્ટ્રેસ અને કેન્દ્રીય કપડાં મંત્રી સ્મૃતિ ઇરાની (Smirti Irani)એ થોડા સમય પહેલાં એક વીડિયો શેર કર્યો છે. એક્ટ્રેસે 'ક્યોકિ સાંસ ભી કભી બહૂ થી' (Kyunki Saas Bhi Kabhi Bahu Thi)નાં 21 વર્ષ પૂર્ણ થવા પર જશ્નનો વીડિયો શેર કર્યો છે. આ શોથી સ્મૃતિને ઘર ઘરમાં ઓળખ મળી ગઇ હતી. એક્ટ્રેસે 2000થી 2008 સુધી પ્રસારિત થનારા શોમાં તુલસી વિરાણીની ભૂમિકા અદા કરી હતી. સ્મૃતિનો આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.

    આ પણ વાંચો- રાજ કૌશલનાં નિધન બાદ રોહિત રોયને થઇ રહી છે મંદિરાની ચિંતા, બોલ્યો- તેનો હાલ જોઇ મારો...

    સ્મૃતિ ઇરાનીને આજે પણ લોકો તુલસીનાં નામથી ઓળખે છે. આજે તે ભલે જ મોટી રાજનેતા બની ગઇ હોય.પણ તુલસીની ઓળખ તેનાંથી અળગી થઇ નથી. સ્મૃતિ ઇરાનીએ જે વીડિયો શેર કર કર્યો છે. તેમાં સીરિયલનાં ઘણાં નાના-નાના પળને દેખાવામાં આવ્યો છે. સાથે જ બિહાઇન્ડ ધ સીન પણ છે. આ વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે, ફરીથી સ્મોલ સ્ક્રીન પર વાપસી કરીશું. સ્મૃતિ ઇરાનીએ આ વાત પર ધ્યાન આપતા કહ્યું કે, તે આ વાયદો પૂર્ણ ન કરી શકી.




    આપને જણાવી દઇએ કે, સમય સમય પર સ્મૃતિ આ સીરિયલ સાથે જોડાયેલી તેની યાદો શેર કરે છે. સ્મૃતિ ઇરાની (Smirti Irani)એ આ વીડિયો શેર કરી કેપ્શનમાં લખ્યું છે, 'અમે એક વાયદો કર્યો હતો' 'ફિર મિલેંગે', આ એક વાયદો જે અમે પૂર્ણ ન કરી શક્યા. 21 વર્ષ પહેલાં એક યાત્રાની શરૂઆત જેણે ઘણાં જીવન બદલી નાખ્યાં. થોડા માટે ખુશી લાવ્યો, અને કેટલાંકને નારાજ કર્યા. પણ તે તમામને પ્રભાવિત કર્યા જેણે આ જોઇ. જેણે આ માટે કામ કર્યું છે. યાદો માટે આપનો આભાર.
    Published by:Margi Pandya
    First published:

    Tags: 21 years of Kyunki Saas Bhi Kabhi Bahu Thi, Ekta Kapoor, Entertainment news, Kyunki, News in Gujarati, Smriti Irani, ગુજરાતી ન્યૂઝ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन