Home /News /entertainment /

Vicky Kaushal સામે કેસ નોંધાયો, કેમ નવા વર્ષે જ આવી અચાનક મુસીબત? શું છે મામલો?

Vicky Kaushal સામે કેસ નોંધાયો, કેમ નવા વર્ષે જ આવી અચાનક મુસીબત? શું છે મામલો?

વિકી કૌશલ તાજેતરમાં સારા અલી ખાન સાથે તેની ફિલ્મના શૂટિંગ માટે ઈન્દોરની ગલીઓમાં જોવા મળ્યો હતો

વિકી કૌશલ (Vicky Kaushal) તાજેતરમાં સારા અલી ખાન (Sara Ali Khan) સાથે તેની ફિલ્મના શૂટિંગ માટે ઈન્દોરની ગલીઓમાં જોવા મળ્યા હતા. આ તસવીરો વાયરલ થઈ હતી, જેમાં વિકી સારાને બાઇક પર બેસા઼ડીને સીન શૂટ કરી રહ્યો હતો. આ તસવીરો વાયરલ થયા બાદ ફરિયાદીએ એફઆઈઆર નોંધાવી હતી.

વધુ જુઓ ...
    વિકી કૌશલ (Vicky Kaushal) માટે નવું વર્ષ નવી મુસીબત લઈને આવ્યું છે. નવા વર્ષે વિકી નવી મૂંઝવણમાં ફસાઈ ગયો. શૂટિંગ દરમિયાન, અભિનેતાને બાઇક પર નકલી નંબર પ્લેટ લગાવવી ભારે પડી ગઈ છે. મધ્યપ્રદેશના ઈન્દોરના એક વ્યક્તિએ વિકી કૌશલ વિરુદ્ધ ફિલ્મમાં નકલી નંબર પ્લેટવાળી બાઇકનો ઉપયોગ કરવા બદલ ફરિયાદ નોંધાવી છે.

    સારા અલી ખાન સાથે બાઇક પર જોવા મળી હતી

    વિકી કૌશલ (Vicky Kaushal) તાજેતરમાં સારા અલી ખાન (Sara Ali Khan) સાથે તેની ફિલ્મના શૂટિંગ માટે ઈન્દોરની ગલીઓમાં જોવા મળ્યા હતા. આ તસવીરો વાયરલ થઈ હતી, જેમાં વિકી સારાને બાઇક પર બેસા઼ડીને સીન શૂટ કરી રહ્યો હતો. આ તસવીરો વાયરલ થયા બાદ ફરિયાદીએ એફઆઈઆર નોંધાવી હતી.

    ફરિયાદીએ કહ્યું, કાર્યવાહી થવી જોઈએ

    આ અંગે ફરિયાદી જયસિંહ યાદવે ANI સાથેની વાતચીતમાં કહ્યું, 'ફિલ્મના સિક્વન્સમાં વપરાયેલ વાહન નંબર મારો છે. મને ખબર નથી કે, ફિલ્મ યુનિટને આની જાણ છે કે નહીં પરંતુ આ ગેરકાયદેસર છે. તેઓ મારી પરવાનગી વિના મારી નંબર પ્લેટનો ઉપયોગ ન કરી શકે. મે સ્ટેશન પર મેમોરેન્ડમ આપ્યું છે. આ મામલે કાર્યવાહી થવી જોઈએ.



    મોટર વ્હીકલ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે

    તો, આ બાબતે માહિતી આપતા, ઇન્દોરના બાણગંગા વિસ્તારના સબ-ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર સોનીએ કહ્યું કે, તેમને ફિલ્મમાં નકલી નંબર પ્લેટની ફરિયાદ મળી છે. તે તપાસ કરશે કે નંબર પ્લેટનો ગેરકાયદેસર ઉપયોગ થયો છે કે કેમ. મોટર વ્હીકલ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જો ફિલ્મનું યુનિટ ઈન્દોરમાં હશે તો તેની પૂછપરછ કરવામાં આવશે.



    આ પણ વાંચોNo Entry ની સિક્વલની થઈ તૈયારી, Salman Khan સાથે ફરી જોવા મળશે આ એક્ટ્રેસ

    શું કેસ છે?

    તમને જણાવી દઈએ કે, વિકી કૌશલ અને સારા અલી ખાન ફિલ્મ 'લુકા ચુપ્પી 2' (luka chuppi 2) ના શૂટિંગના સિલસિલામાં ઈન્દોરમાં છે. ફિલ્મનું શૂટિંગ અહીં ચાલી રહ્યું છે. એક દ્રશ્યમાં, વિકી કૌશલ સારા અલી ખાનને કોચિંગ છોડવા બાઇક પર જાય છે. પરંતુ, વિકી જે બાઇક પર સારા અલી ખાનને લઈ જઈ રહ્યો હતો તેની નંબર પ્લેટ હવે હંગામો મચાવી રહી છે. આ બાઇક સીનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Indor, Sara ali khan, Vicky Kaushal

    આગામી સમાચાર