SSR Case: સુશાંતની કંપનીનો માલિકાના હક રિયા અને તેનાં પરિવારનો કેવી રીતે? ED કરશે પૂછપરછ

News18 Gujarati
Updated: August 10, 2020, 10:26 AM IST
SSR Case: સુશાંતની કંપનીનો માલિકાના હક રિયા અને તેનાં પરિવારનો કેવી રીતે? ED કરશે પૂછપરછ
રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂત (ફાઇલ ફોટો)

સુશાંત સિંહ રાજપૂત કેસ ED સુશાંતની તે ચાર કંપનીઓની તપાસમાં લાગેલી છે જેમાં રિયા, શોવિક અને તેનાં પિતાનાં કરોડો રૂપિયાનાં બિઝનેસની કડીઓ જોડાયેલી છે.

  • Share this:
આશીષ સિંહ/મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Case)માં એક્ટ્રેસ રિયા ચક્રવર્તી અને તેનાં પરિવાર વિરુદ્ધ પ્રવર્તન નિદેશાલય (ED)નો ગાળીયો કસાતો નજર આવી રહ્યો છે. ED સોમવારે એટલે કે આજે રિયા, તેનાં ભાઇ શોવિક ચક્રવર્તી અને તેનાં પિતા ઇન્દ્રજીત ચક્રવર્તીની એક સાથે પૂછપરછ કરી શકે છે. ED સુશાંત સિંહ રાજપૂતની તે ચારેય કંપનીઓની તપાસમાં લાગી છે જેમાં રિયા, શોવિક અને પિતાનાં કરોડો રૂપિયાનાં બિઝનેસની કડીઓ જોડાયેલી છે.

સૂત્રો મુજબ, સુશાંત સિંહ રાજપૂતે તેની 4 કંપનીઓમાંથી 2 ની પેટન્ટ કરાવી હતી. પેટન્ટ કરાવવી એટલે કે જે પણ પ્રોડક્ટ આપે ઇન્વેન્ટ કર છે જે આજસુધી દુનિયામાં હાજર નથી. એવી પ્રોડક્ટ પર આપ લીગલ કોપીરાઇટ લઇ શકોછો. ભવિષ્યમાં કોઇપણ આ પ્રાકરની પ્રોડક્ટ બનાવે છે તો તેને આપની સાથે કોલેબોરેટ કરવું પડે છે. પેટન્ટ કરવામાં આવેલી વસ્તુનો કોપીરાઇટ હોવાને કારણે તેનો ભાવ કરોડો રૂપિાયમાં હોય છે.સૂત્રો મુજબ, રાજપૂતની એક એવી પેટન્ટ કરવામાં આવેલી કંપનીમાં રિયા અને શૌવિક ડિરેક્ટર હતાં. આ કંપનીનું નામ વિવિડ્રેઝ રિયલિટીએક્સ પ્રાઇવેટ લિમિટેડ છે. સુશાંતનાં સ્ટાર્ટઅપ હેઠળ આ કંપનીને સેપ્ટેમ્બર 2019માં રજિસ્ટર્ડ કરવામાં આવી હતી. આ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધારિત ગેમિંગ કંપની હતી. જેની પેટન્ટનાં લીગલ રાઇટ્સ રિયા, શૌવિક અને સુશાંતનાં નામે હતાં.એટલે જો પેટન્ટને વેચવામાં આવે તો કરોડો રૂપિયાની કમાણી થઇ શકે છે. એવામાં સુશાંતની આત્મહત્યા બાદ તેનાં પર લીગલ રાઇટ્સ રિયા અને શૌવિકનાં છે. જે બાકીનાં ડિરેક્ટર્સ છે. સૂત્રો મુજબ આ આખો કેસ શંકાસ્પદ છે. આ કંપનીને સુશાંતે શરૂ કરી હતી. પણ આ કંપનીનો માલિકાના હક અને તેમાં હસ્તાક્ષર શૌવિક ચક્રવર્તીનાં ચાલે છે.આ પણ વાંચો- સુશાંતના પિતાએ બીજા લગ્ન કર્યા હતા? સંજય રાઉતના આરોપ પણ જાણો SSRના મામાનો જવાબ

ન્યૂઝ18 ઇન્ડિયાનાં હાથમાં કંપની સાથે જોડાયેલું એક અહમ ડોક્યુમેન્ટ લાગ્યુ છે, જેમાં સુશાંતની સ્ટાર્ટઅપ કંપની વિવિડ્રેઝ રિયાલિટીએક્સ પ્રાઇવેટ લિમિટેડનાં બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગમાં રિઝોલ્યૂશન પાસ કરી કંપનીનાં ઓડિટની જવાબદારી રિયા ચક્રવર્તી અને તેનાં ભાઇ શૌવિકે પોતાનાં હાથમાં લઇ લીધી હતી. ઉલ્લેખનીય છે કે, તે જ સમય હતો જ્યારે સુશાંત સિંહ રાજપૂત ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. એવામાં કંપનીની પેટન્ટ રાઇઠ્સ અંગે EDની શંકા ઘેરાયઇ ગઇ હતી.

આ પણ વાંચો-દિશા સાલિયાનનાં મોતની પહેલાં પાર્ટી વાળો વીડિયો થયો વાયરલ, જાણો શું છે સત્ય

તો બીજી તરફ કપંનીનાં દસ્તાવેજ અને તેનાં સરનામાં પર પણ EDએ શંકા વ્યક્ત કરી છે. કંપનીનું સરનામું નવી મુંબઇનાં એક ફ્લેટનું છે. તેનાં પર રિયા ચક્રવર્તીએ પિતા ઇન્દ્રજીત ચક્રવર્તીનું નામ લખેલુ છે. પણ ન તો અહીં કોઇ સ્ટાર્ટઅપ કંપની છે ન તો કોઇ ઓફિસ છે ન તો આ ફ્લેટમાં કોઇ રહે છે. એવામાં શંકા છે કે સુશાંતની ખરાબ માનસિક હાલતનો ફાયદો ઉઠાવીને સેલ કંપનીઓ બનાવી કરોડોનો ફરજીવાડો તો નહીં કરવામાં આવ્યો હોય. ED આ મામલે ઇન્દ્રજીત ચક્રવર્તીની પૂછપરછ કરી શકે છે. આ મામલે કંપનાનાં ઓડિટર ચાર્ટડ અકાઉન્ટંટ સંદીપ શ્રીધરનું નિવેદન EDએ દાખલ કર્યુ છે.
Published by: Margi Pandya
First published: August 10, 2020, 9:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading