કોમિક આર્ટિસ્ટે બનાવ્યો કંગના રનૌતની મિમિક્રી કરતો વીડિયો, સલોની ઉપર ભડકી કંગના, ખરાબ ભાષાનો પ્રયોગ કરી આપ્યો જવાબ

સલોનીની ટ્વીટ

સલોની કંગનાના ગેટઅપમાં છે અને સિરીને પોતાના વિશે એટલે કે કંગના વિશે પૂછી રહી છે કે બેસ્ટ એક્ટ્રેસ કોણ? જેવા કેટલાક પ્રશ્નો પૂછે છે પરંતુ સિરી ભળતા જવાબો આપે છે.

 • Share this:
  મુંબઈઃ કોમિક આર્ટિસ્ટ સલોની ગૌરે ગુરુવારે એક વીડિયો ટ્વિટ કર્યો હતો. જેમાં તેણે બોલિવૂડ અભિનેત્રી (bollywood actress) કંગના રનૌતની (Kangana Ranaut) મિમિક્રી કરી હતી. અને વીડિયોમાં જોઈ શકાય છે કે સલોની કંગનાના (Saloni Gaur) ગેટઅપમાં છે અને સિરીને પોતાના વિશે એટલે કે કંગના વિશે પૂછી રહી છે કે બેસ્ટ એક્ટ્રેસ કોણ? જેવા કેટલાક પ્રશ્નો પૂછે છે પરંતુ સિરી ભળતા જવાબો આપે છે. અંતે સલોની એકદમ સચોટ પ્રશ્ન પૂછે છે ત્યારે સિરી તું કરીને જવાબ આપે છે. જોકે, સલોનીનો આ વીડિયો ટ્વિટર ઉપર ખૂબ જ જોઈ રહ્યો છે અને વાયરલ થઈ રહ્યો છે.

  પરંતુ કોઈપણ રાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર પોતાનો અભિપ્રાય આપતી કંગના રનૌત પોતાની મિમિક્રી કરના કોમિક આર્ટિસ્ટ સલોની ગૌર ઉપર ભડકી હતી. કંગનાએ જેવો જ આ વીડિયો જોયો ત્યારે તેણે તરત જ પોતાની પ્રતિક્રિયા આપી હતી. એસ્ટ્રેસે મનુષ્યની પ્રાકૃતિક ક્રિયાઓનો સહારો લેઈને સલોનીના વીડિયો ઉપર કમેન્ટ કરી હતી.

  કંગનાએ ફરી એકવાર ખરાબ ભાષાનો ઉપયોગ કરીને સલોની ઉપર પોતાની ભડાસ કાઢી હતી. કંગના રનૌતે ટ્વીટ કરીને લખ્યું હતું કે 'બજારમાં મારા મળત્યાગ માટે પણ કારણ છે.

  આ પણ વાંચોઃ-

  મેમ મારો મતલબ તમારા લૂકથી નહીં. આ મારા વિશેના તમારા વિચારો છે જે વાસી છે. અને દુર્ગંધ મારી રહી છે. આ દ્રષ્ટ્રીએ હું આને પોતાનો મળત્યાગ જ કહીશ. મારા નામથી કામ લેવા અને તેને વેચવા માટે હું તમને બધા નંબર આપું છું. લીજેન્ડ્સની ટટ્ટી પણ વેચાય છે. કંગનાના ટ્વિટથી સોશિયલ મીડિયા ઉપર હંગામો મચી ગયો છે.'

  ખેડૂત આંદોલનને લઈને પણ ચર્ચામાં છે આ અભિનેત્રી
  કંગના રનૌત સતત છવાયેલી રહે છે. ખેડૂત આંદોલનને લઈને કાલે રાત્રે કંગના રનૌતે સતત બે ટ્વીટ કર્યા હતા. આ ટ્વીટ્સમાં તેમણે ભોતાની ભડાસ કાઢી હતી. કંગનાના આ ટ્વીટના માધ્યમથી તેણે બતાવ્યું હતું કે તે આજકાલ દરેક મુદ્દાો ઉપર પોતાની રાય કેમ આપી રહી છે.  કંગનાએ આ ટ્વીટ પૈકી એક ટ્વીટને પોતાના એકાઉન્ટમાં પીન પણ કર્યું હતું. આ ટ્વીટ સાથે કંગનાએ એક જૂનો ફોટો પણ શેર કર્યો હતો. તાજેતરમાં કંગના રનૌતનું એક્ટર સિંગર દિલજીત દોસાંઝ સાથે લાંબું ટ્વિટ વોર ચાલ્યું હતું. હવે તે સલોની ગૌર ઉપર ભડકી છે.
  Published by:ankit patel
  First published: