કોમેડીથી ભરપૂર ફિલ્મ 'ટોટલ ધમાલ'નું ટ્રેલર રીલિઝ, જુઓ અહીં

News18 Gujarati
Updated: January 21, 2019, 5:08 PM IST
કોમેડીથી ભરપૂર ફિલ્મ 'ટોટલ ધમાલ'નું ટ્રેલર રીલિઝ, જુઓ અહીં
ઇન્દ્ર કુમારના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં ઘણા મજેદાર ડાયલોગ્સ સાંભળવા મળી રહ્યાં છે

ઇન્દ્ર કુમારના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં ઘણા મજેદાર ડાયલોગ્સ સાંભળવા મળી રહ્યાં છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: કોમેડી ફિલ્મ 'ટોટલ ધમાલ'નું ટ્રેલર રીલિઝ થઇ ચૂક્યું છે. અજય દેવગણ, અનિલ કપૂર, માધુરી દીક્ષિત, રિતેશ દેશમુખ, અરશદ વારસી, જાવેદ જાફરી, સંજય મિશ્રા અને મહેશ માંજરેકર આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં છે. 2.49 મિનિટ લાંબું આ ટ્રેલર કોમેડીથી ભરપૂર છે.

ઘણા સીન્સ પેટ પકડીને હસવા માટે મજબૂર કરશે. ફિલ્મની કહાણી એવા લોકોની આસપાસ ફરે છે, જેઓ 50 કરોડના ખજાનાની શોધમાં નીકળ્યા છે. પરંતુ આ દરમિયાન ઘણા રસપ્રદ વળાંક જોવા મળે છે. કોઇ સિંહની ચુંગાલમાં ફસાઇ જાય છે, કોઇનો સામનો ચિંમ્પાંજી સાથે થાય છે, તો કોઇનો સાપ સાથે. ટ્રેલરમાં ઘણા મજેદાર ડાયલોગ્સ પણ છે.

ઇન્દ્ર કુમારના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં ઘણા મજેદાર ડાયલોગ્સ સાંભળવા મળી રહ્યાં છે. આ ફિલ્મ 22 ફેબ્રુઆરીએ રીલિઝ થશે. 'ટોટલ ધમાલ' 2007માં આવેલી ફિલ્મ 'ધમાલ'ની સિક્વલ છે. જેનો બીજો ભાગ 2011માં 'ડબલ ધમાલ'ના નામથી રીલિઝ કરવામાં આવ્યો હતો.


રિલીઝ થયું ફિલ્મનું નવું પોસ્ટર

અજય દેવગનની આવનારી ફિલ્મ 'ટોટલ ધામલ' નું નવું પોસ્ટર બહાર પાડવામાં આવ્યું છે. આ રિલીઝ પોસ્ટરમાં ફિલ્મના તમામ કલાકાર નજર આવી રહ્યાં છે. રિલીઝ થયેલા પોસ્ટરમાં ફિલ્મના તમામ કલાકાર જોવા મળી રહ્યાં છે. તેની આજુબાજુમાં જંગલના પ્રાણીઓ પણ નજર આવી રહ્યાં છે. સામે આવી રહેલા આ પોસ્ટરમાં તમામ કલાકાર ખૂબ દ આનંદના અંદાજમાં નજર આવી રહ્યાં છે. આ ફિલ્મ જંગલની કહાની પર ફરતી જોવા મળશે. 
First published: January 21, 2019
વધુ વાંચો
अगली ख़बर