ટૂંક સમયમાં જ કપિલ શર્માના શોમાં થશે 'ગુથ્થી'ની વાપસી

News18 Gujarati
Updated: March 15, 2019, 7:09 PM IST
ટૂંક સમયમાં જ કપિલ શર્માના શોમાં થશે 'ગુથ્થી'ની વાપસી

  • Share this:
સલમાન ખાને હવે કપિલ શર્માને ઉગારવાનો નિર્ણય લઇ લીધો છે. સલામાન ખાન કપિલ અને સુનીલ ગ્રોવર વચ્ચે સમાધાન કરાવી રહ્યાંની અગાઉ વાત સામે આવી હતી, પરંતુ હવે મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યું છે કે સુનિલ ગ્રોવરને કપીલ શર્માના શોમાં પાછા લાવવામાં સફળ થયો છે.

કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાને અંતે કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર વચ્ચે સમાધાન કરાવી લીધું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે થોડા સમય પહેલા જ સલમાન ખાને સુનિલ ગ્રોવર અને કપિલ શર્મા સાથે મુલાકાત કરી, ત્યારબાદથી રિપોર્ટ્સ મળી રહ્યાં છે કે ટૂંક સમયમાં જ ગુથ્થી કપીલ શર્માના શોમાં પરત ફરશે.

અહીં ક્લિક કરી વાંચોઃ YAMAHAએ ઉતાર્યું નવું સ્ટાઇલિશ બાઇક, ડિઝાઇન જોઇને થઇ જશો દીવાના

સુનિલ ગ્રોવર, સલમાન ખાન સાથે ભારત ફિલ્મમાં નજર આવશે, કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ દરમિયાન સલમાન ખાને સુનિલને કપિલ શર્માના શોમાં વાપસી કરવા માટે મનાવી લીધો હતો, વાપસીની વાતો અગાઉ પણ આવી હતી પરંતુ સુનિલ ગ્રોવરે ભારત ફિલ્મ સાઇન કરી લેતા તમામ ચર્ચામાં પૂર્ણ વિરામ લાગી ગયો હતો.

એક ન્યૂઝ પેપરના રિપોર્ટ પ્રમાણે સલમાન પોતાની ફિલ્મ ભારતના પ્રમુશન માટે કેટરીના કેફ અને સુનિલ ગ્રોવર સાથે કપિલ શર્મા શોમાં નજર આવી શકે છે. સાથે જ સુનિલને સલમાન કપિલના શોમાં ફરી જોઇન કરાવી ટીમને એક કરાવવાની તૈયારીમાં છે.

છેલ્લા કેટલાક સમયથી ધ કપિલ શર્મા શોની ટીઆરપી સતત ઘટી રહી છે, એવામાં જો પહેલાની જેમ કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર મળી જશે તો ટીઆરપીના નવા રેકોર્ડ સર્જાઇ શકે છે.
First published: March 15, 2019, 7:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading