સુનીલ ગ્રોવરનો રત્નાગિરી અવતાર, બ્રોયફ્રેન્ડ કેતન સાથે કર્યું બ્રેકઅપ, લોકોને સંભળાવ્યું પોતાનું દુઃખ

News18 Gujarati
Updated: June 3, 2020, 4:35 PM IST
સુનીલ ગ્રોવરનો રત્નાગિરી અવતાર, બ્રોયફ્રેન્ડ કેતન સાથે કર્યું બ્રેકઅપ, લોકોને સંભળાવ્યું પોતાનું દુઃખ
સુનીલ ગ્રોવર.

તમે સુનીલ ગ્રોવરનો ગુત્થી, રિન્કૂ અને ડૉક્ટર ગુલાટી અવતાર જોયો હશે. પરંતુ સોશિયલ મીડિયામાં આજકાલ સુનીલ ગ્રોવર રત્નાગિરી અવતાર (Sunil Grover's Ratnagiri avatar)માં નજરે પડી રહ્યો છે.

  • Share this:
મુંબઈ : ટીવી પર લોકોને હસાવતો કૉમેડિયન સુનીલ ગ્રોવર (Sunil Grover) લૉકડાઉન (Lockdown)ને પગલે આજકાલ ટીવી પર ભલે હાસ્યના ફૂવારા ઉડાવતો નજરે નથી પડી રહ્યો પરંતુ તે સોશિયલ મીડિયા (Social Media)ના માધ્યમથી સતત લોકોને હસાવી રહ્યો છે. તમે સુનીલ ગ્રોવરનો ગુત્થી, રિન્કૂ અને ડૉક્ટર ગુલાટી અવતાર જોયો હશે. પરંતુ સોશિયલ મીડિયામાં આજકાલ સુનીલ ગ્રોવર રત્નાગિરી અવતાર (Sunil Grover's Ratnagiri avatar)માં નજરે પડી રહ્યો છે. સુનીલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેને જોયા બાદ તમે હસવાનું રોકી નહીં શકો.

સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર સક્રિય સુનીલ ગ્રોવરે તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે રત્નાગિરીના ગેટઅપમાં નજરે પડી રહ્યો છે. આ વીડિયો શેર કરતા સુનીલ ગ્રોવરે લખ્યું છે કે, 'કેતન હું તને નફરત કરું છું. પ્રેમ આંધળો હોઈ શકે છે પરંતુ હું નથી. આપણી વચ્ચે બધું પૂરું થઈ ગયું છે અને મને તેનાથી કોઈ ફરક નથી પડતો. તું તો ધનવાન છે..રત્નાગિરી.' તમે પણ જુઓ આ વીડિયો...

 વીડિયોમાં સુનીલ ગ્રોવર પોતાના બ્રેકઅપની વાત કહી રહ્યો છે. રત્નાગિરી કહે છે કે, 'હવે મારું દિમાગ દુઃખી રહ્યું છે. કાલે રાત્રે મેં અને કેતને બ્રેકઅપ કરી લીધું છે. મેં તેની પાસેથી માંગ્યું જ શું હતું. મારું બ્રેકિંગ કરવાનું મન હતું મેં તેને કહ્યું હતું કે મને બ્લૂબેરી જોઈએ છે. તેણે કહ્યું કે બ્લૂબેરીઝ લૉકડાઉન પછી લઈ આપીશ. તો મેં કહ્યું કે લૉકડાઉન પછી તો હું પણ જઈને ખરીદી શકું છું. મારા પર મોટી મહેરબાની કરીશ. તેણે મને કહ્યું કે કિસમિસ ખાઈ લે. શું મારા જેવી છોકરી કિસમિસ? શું ખરેખરે...રઇસજાદો કહીશ કે હું કિસમિસ ખાઇશ. હું તારાથી થાકી ચૂકી છું...'

Poll : 
First published: June 3, 2020, 4:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading