મુંબઇ: 'ધ કપિલ શર્મા શો' અને 'કોમેડી ક્લાસિસ'માં તેની એક્ટિંગથી છવાઇ જનારો એક્ટર સિસ્ધાર્થ સાગર છેલ્લાં ચાર મહિનાથી ગૂમ હતો. સિદ્ધાર્થ અચાનક ગુમ થવાથી તેનાં મિત્રો પરેશાન હતાં. કલર્સનાં પોપ્યુલર શો 'કોમેડી ક્લાસિસ'માં સેલ્ફી મોસીનાં કેરેક્ટરથી સિદ્ધાર્થ ઘર ઘરમાં ફેમસ હતો. પણ છેલ્લાં ઘણાં સમયથી તેનાં કોઇ જ ખબર ન હતી.
હાલમાં જ સિદ્ધાર્થે જાતે જ એક વીડિયો શેર કર્યો છે આ વીડિયોમાં તેણે આમ તો કોઇ ચોક્કસ ખુલાસો કર્યો નથી પણ એક વાત જરૂરીથી જણાવી છે કે તે છેલ્લાં ઘણાં સમયથી મોટી મુશ્કેલીઓમાંથી પસાર થઇ રહ્યો હતો. માનસિક તેનું ઘણું શોષણ થયુ હતું.
સિદ્ધાર્થે તેનાં માતા-પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. બાદમાં તેની મુશ્કેલીઓ વધી ગઇ હતી. જેને કારણે તે ઘણી મુશ્કેલીઓ અને ટ્રોમામાં હતો. આપને જણાવી દઇએ કે સિદ્ધાર્થનાં ગૂમ થયાનાં સમાચાર લાઇમ લાઇટમાં ત્યારે આવ્યા જ્યારે તેની મિત્ર સોમીએ ફેસબૂક પર એક પોસ્ટ શેર કરી. જેમાં તેણે લખ્યુ હતું કે, શું આપને સિદ્ધાર્થ સાગર એટલે કે સેલ્ફી મૌસી ઉર્ફે નસીર યાદ છે. તે ચાર મહિનાથી ગૂમ છે છેલ્લે મે તેને 18 નવેમ્બરનાં રોજ જોયો હતો. તે મારો ખુબ સારો મિત્ર છે. પ્લીઝ આ મેસેજને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો.
જોકે કેટલાંક સમય બાદ સોમીએ આ પોસ્ટ ડિલીટ કરી નાંખી હતી. વેબસાઇટ સ્પોટ બોય સાથે વાતચીતમાં સોમીએ કહ્યું હતું કે, સિદ્ધાર્થ ઠીક છે અને બે-ત્રણ દિવસમાં તે મને મળશે. જે બાદ સિદ્ધાર્થની માતા કહ્યું હતું કે, સિદ્ધાર્થને ડેન્ગ્યુ થઇ ગયુ છે.
A post shared by Sidharth Sagar (@sidharthsagar.official) on
અફવાઓ હતી કે સિદ્ધાર્થનાં પેરેન્ટ્સ અલગ થઇ ગયા છે. પણ સિદ્ધાર્થનાં પિતાએ આ અફવાઓ છે તેમ કહ્યું. સિદ્ધાર્થનાં પિતાએ સ્વિકાર્યુ કે તેમણે દીકરાને વશમાં કરવા કેટલાંક પગલા લીધા હતાં. તેથી સિદ્ધાર્થ હાલમાં પહોંચથી બહાર છે.
હવે આ સમગ્ર કેસની ગુત્થી ત્યારે જ સમજાશે જ્યારે સિદ્ધાર્થ પોતે આ વિશે સત્ય જણાવશે.