Home /News /entertainment /

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને જીમમાં વર્કઆઉટ દરમિયાન હાર્ટ અટેક આવ્યો, ડૉક્ટર બાયપાસ સર્જરી કરી શકે છે

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને જીમમાં વર્કઆઉટ દરમિયાન હાર્ટ અટેક આવ્યો, ડૉક્ટર બાયપાસ સર્જરી કરી શકે છે

રાજુ શ્રીવાસ્તવને હાર્ટ અટેક આવ્યો.

પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને લઈને ચોંકાવનારા સમાચાર આવ્યા છે. રાજુ શ્રીવાસ્તવની અચાનક તબિયત ખરાબ થયા પછી તેણે દિલ્હી એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. રાજુ શ્રીવાસ્તવને હાર્ટ અટેક આવ્યો હતો જેના પછી તેણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

વધુ જુઓ ...
  પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને લઈને ચોંકાવનારા સમાચાર આવ્યા છે. રાજુ શ્રીવાસ્તવની અચાનક તબિયત ખરાબ થયા પછી તેણે દિલ્હી એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. રાજુ શ્રીવાસ્તવને હાર્ટ અટેક આવ્યો હતો જેના પછી તેણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

  રાજુ શ્રીવાસ્તવ હોટેલના જીમમાં વર્કઆઉટ કરી રહ્યો હતો. તે ટ્રેડમિલ પર એક્સર્સાઈઝ કરી રહ્યો હતો. ત્યારે દોડતી વખતે તેણે ચેસ્ટમાં દુખાવો થયો અને નીચે પડી ગયો. તેના પછી રાજુ શ્રીવાસ્તવને તરત હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. રાજુના પીઆરઓ અજીત સક્સેનાનું કહેવું છે કે કોમેડિયન પાર્ટીના કેટલાક મોટા નેતાઓને મળવા માટે દિલ્હીમાં રોકાયો હતો. સવારે જીમ કરવા ગયો. જીમ કરતા કરતાં તેને હાર્ટ અટેક આવ્યો. જો કે, હવે તેની તબિયત પહેલા કરતા સારી છે.

  ડૉક્ટર્સે જૂના રિપોર્ટ્સ મગાવ્યા

  રાજુ શ્રીવાસ્તવના નિકટના મિત્ર મકબૂલ નિસારે કહ્યું હતું, 'રાજુની તબિયત હાલમાં સ્થિર છે. ડૉક્ટર્સની ટીમે રાજુના જૂના મેડિકલ રિપોર્ટ મગાવ્યા છે. આના આધારે ડૉક્ટર્સ બાયપાસ સર્જરી કરવાનો નિર્ણય લેશે. આમ તો રાજુ સતત ફિટ એન્ડ ફાઇન રહ્યા છે અને નિયમિત જિમ કરે છે. તેમના અનેક શહેરમાં શો લાઇનઅપમાં છે. 31 જુલાઈથી સતત શો કર્યા હતા.'

  રાજુ શ્રીવાસ્તવ કોમેડીના બાદશાહ છે. તેને ઘણી ફિલ્મો અને ટીવી શોમાં કામ કરી ચૂક્યા છે. વર્ષોથી રાજુ શ્રીવાસ્તવ પોતાની કોમેડીથી લોકોને હસાવતો રહ્યો છે. રાજુ શ્રીવાસ્તવ બાળપણથી જ કોમેડિયન બનવા માગતો હતો અને તેણે પોતાનું આ સપનું પૂરું પણ કર્યું. રાજુએ પોતાની કરિયર સ્ટેજ શોથી કરી હતી.

  પહેલા પણ સ્ટેન્ટ્સ લગાવવામાં આવ્યું છે

  રાજુ શ્રીવાસ્તવને હૃદય સાથે સંબંધિત પહેલાથી એક મેડિકલ હિસ્ટ્રી રહી છે. તેણે પહેલા સ્ટેન્ટ્સ મૂકવામાં આવ્યું છે. રાજુના નજીકના લોકોએ જણાવ્યું કે, આ સમયે એઈમ્સના ડૉક્ટર તેના ઓપરેશનને લઈને નિર્ણય લઈ રહ્યા છે કે કેવી રીતે ઓપરેશન કરવુ. શ્રીવાસ્તવની તબિયત વિશે ખબર પડતા તેના ફેન્સ ઘણા પરેશાન થઈ ગયા છે. તેઓ જલ્દી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

  9 ઓગસ્ટે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી
  રાજુ શ્રીવાસ્તવે એક દિવસ પહેલાં એટલે કે 9 ઓગસ્ટે સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં તેણે સ્વ. શશિ કપૂરની મિમિક્રી કરી હતી.

  1 ઓગસ્ટે દિલ્હી આવ્યો હતો

  રાજુ શ્રીવાસ્તવ 1 ઓગસ્ટે દિલ્હી આવ્યો હતો. 29 જુલાઈએ તે મુંબઈથી ઉદયપુર ગયો હતો. 30 તારીખે ત્યાં એક શો કર્યો હતો. પછી 1 ઓગસ્ટે દિલ્હી રવાના થઈ ગયો હતો. દિલ્હીમાં રાજુના બે ભાઈ રહે છે. રાજુ ભાઈઓ અને તમામ મિત્રોને મળવા માટે દિલ્હી રોકાયો હતો.

  58 વર્ષીય રાજુ શ્રીવાસ્તવનો જન્મ 25 ડિસેમ્બર, 1963માં કાનપુરમાં મધ્યમવર્ગીય પરિવારમાં થયો છે. રાજુને નાનપણથી કોમેડિયન બનવાની ઈચ્છા હતી. રાજુએ 1988માં ફિલ્મ 'તેઝાબ'માં નાનો રોલ કર્યો હતો. ત્યાર બાદ 'મૈંને પ્યાર કિયા', 'બાઝીગર', 'બોમ્બે ટુ ગોવા'માં નાના-મોટા રોલ પ્લે કર્યો હતો.રાજુએ 1993માં લખનઉની શિખા સાથે લગ્ન કર્યા હતા. તેને બે સંતાન અંતરા તથા આયુષ્માન છે.

  રાજુએ 1994માં ટીવી શો 'ટી ટાઇમ મનોરંજન'માં કામ કર્યું હતું. રાજુને ખરી ઓળખ 'ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ'થી મળી હતી. રાજુ પછી 'ગજોધર'થી લોકપ્રિય થયો હતો. રાજુ છેલ્લે 2017માં ફિલ્મ 'ફિરંગી'માં જોવા મળ્યો હતો. ટીવીની વાત કરીએ તો તેણે છેલ્લે 2014માં 'ગેંગ્સ ઑફ હસીપુર' શોને હોસ્ટ કર્યો હતો.


  હાલમાં ભાજપ સાથે જોડાયેલા છે

  2014માં રાજુએ કાનપુર બેઠક પરથી સમાજવાદી પાર્ટી તરફથી લોકસભાની ચૂંટણી માટેનું ફોર્મ ભર્યું હતું. જોકે 11 માર્ચ, 2014ના રોજ રાજુએ ટિકિટ પરત કરી દીધી હતી. ત્યાર બાદ 19 માર્ચ, 2014ના રોજ ભાજપમાં જોડાયા હતા. હાલમાં રાજુ ઉત્તરપ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના ચેરમેન છે.

  Published by:Priyanka Panchal
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन