Home /News /entertainment /કામના બહાને હોટલમાં બોલાવી, જબરદસ્તી બીયર પીવડાવ્યુ, આ જાણીતા કોમેડિયન પર દુષ્કર્મનો આક્ષેપ

કામના બહાને હોટલમાં બોલાવી, જબરદસ્તી બીયર પીવડાવ્યુ, આ જાણીતા કોમેડિયન પર દુષ્કર્મનો આક્ષેપ

મહિલાએ કર્યો બળાત્કારનો કેસ

પ્રખ્ચાત કોમેડિયન ખ્યાલી પર જયપુરમાં બળાત્કારનો કેસ નોંધાયો છે. ખ્યાલી પર આરોપ લગાવતા મહિલાએ કહ્યુ છે કે ફિલ્મમાં કામ અપાવવાના બહાને તેણે હોટલમાં બોલાવી હતી.

Khyali Saharan Rape Case: 'ધ લાફ્ટર ચેલેન્જ'થી પ્રખ્યાત થયેલા કોમેડિયન ખ્યાલી સામે બળાત્કારનો કેસ નોંધાયો છે. રિપોર્ટ્સ અનુસાર, 25 વર્ષની મહિલાએ કથિત રીતે બળાત્કારનો કરવાનો મામલો કોમેડિયન પર કેસ કર્યો છે. પોલીસના કહ્યા અનુસાર, આ ઘટના 3 દિવસ પહેલા હોટલમાં બની હતી. જ્યાં કોમેડિયન ખ્યાલીએ નોકરી આપવાના બહાને છોકરી અને એક દોસ્તને જયપુરની હોટલમાં બોલાવી હતી.

સામે આવેલી જાણકારી અનુસાર, કોમેડિયન ખ્યાલીએ હોટલમાં બોલાવ્યા બાદ મહિલા અને તેની મિત્રને જબરદસ્તી બીયર પીવડાવ્યુ હતું અને પછી નશાની હાલતમાં મહિલા સાથે કથિત રીતે બળાત્કાર કર્યુ હતું.

આ પણ વાંચોઃ નિયા શર્માએ પેન્ટ સરકાવીને આપ્યા એવા-એવા પોઝ, યુઝર્સે કહ્યુ- 'અરે, ઉર્ફીની બહેન...'

થઈ રહી છે તપાસ

રિપોર્ટ્સ અનુસાર, મહિલાની ફરિયાદ બાદ કોમેડિયન ખ્યાલીની સામે ભારતીય દંડ સંહિતાની ધારા 376 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સાથે જ મહિલાની પણ તપાસ કરવામાં આવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, પોલીસનું કહેવું છે કે ઘટનાના એક દિવસ બાદ આ મામલાની એફઆઈઆર નોંધવામાં આવી છે.

આ પણ વાંચોઃ Oscars 2023: દીપિકાને ઓળખવામાં થઈ ભૂલ, ઈન્ટરનેશનલ એજન્સીએ જણાવી બ્રાઝિલિયન મોડલ; રોષે ભરાયા ફેન્સ

એક મહિના પહેલા સંપર્કમાં આવી હતી પીડિતા!

રિપોર્ટ્સ અનુસાર, પીડિતા રાજસ્થાનના શ્રીગંગાનગરની રહેવાસી છે અને એક ગુટખા ફર્મમાં માર્કેટિંગ એગ્ઝીક્યુટીવ રીતે કામ કરનારી એક અન્ય મહિલા સાથે આશરે એક મહિના પહેલા કોમેડિયનના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બંને મહિલા કોમેડિયન ખ્યાલીને મળવા માટે જયપુરની હોટલમાં પહોંચી હતી. જ્યાં કોમેડિયને બે રુમ બુક કરાવ્યા હતાં, જેમાં એક તેના માટે હતો અને બીજો બંને મહિલાઓ માટે હતું.



રિપોર્ટ્સ અનુસાર, કોમેડિયન ખ્યાલીએ જબરદસ્તી બંને મહિલાઓને બીયર પીવાનું કહ્યુ અને પોતે પણ પીધું. ત્યારબાદ બંનેમાંથી એક મહિલા કોમેડિયન સાથે રુમમાં ગઈ અને કથિત રીતે ત્યાં પીડિતા સાથે ખરાબ કૃત્ય આચરવામાં આવ્યુ. આ મામલે પોલીસ હાલ તપાસ કરી રહી છે.
First published:

Tags: Comedian, Entertainment news, Rape-case

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો