એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કાર્સની છેતરપિંડી અને જાલસાજી મામલે કોમેડિયન કપિલ શર્મા (Kapil Sharma)ની પૂછપરછ માટે આજે મુંબઇ પોલીસ (Mumbai Police)ની ક્રિમિનલ ઇન્ટેલિજન્સ યૂનિટે બોલાવ્યો હતો. આ મામલો ડીસી ડિઝાઇનનાં સંસ્થાપક અને ફેમસ ડિઝાઇનર દિલીપ છાબરિયા સાથે સંક્ળાયેલો છે. કપિલ શર્મા પાસે પણ દિલીપની ડિઝાઇન કરેલી કાર્સ અને વેનિટી વેન છે. કપિલ શર્માએ ક્રાઇમ ઇન્ટેલિજન્સ યૂનિટ (CIU)નાં પ્રમુખ સચિન વાજેની સામે તેનું નિવેદન નોંધાવી દીધુ છે.
પોલીસને આપેલાં નિવેદન પાદ બહાર આવતાં કપિલે મીડિયા સાતે વાત કરતાં કહ્યું હતું કે, તેની પણ કેટલીક રકમ ફસાયેલી છે. અને તેને આ મામલે તેનું નિવેદન નોંધાવવાં બોલાવવામાં આવ્યો હતો.

કપિલ શર્મા, કોમેડિયન
28 ડિસેમ્બર્નાં ડીસી ડિઝાઇનનાં સંસ્થાપક અને પ્રખ્યાત કાર ડિઝાઇનર દિલીપ છાબડિયાની મુંબઇ પોલીસે ધરપકડ કરી હતી. છાબરિયા પર કથિત રીતે કાર ફાઇનાન્સ અને ફેક રજિસ્ટ્રેશન રેકેટ સંકળાયેલું છે. તેનાં પર આરોપ છે કે, તે પોતે ગ્રાહક બનીને તેની કાર્સ ખરીદતો હતો અને તેનાં પર લોન પણ લેતો હતો. તેનાં પર છેતરપિંડી અને જાલસાજીનો આરોપ છે. દિલીપ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને આજે તેની કસ્ટડી સમાપ્ત થઇ રહી છે.
Published by:Margi Pandya
First published:January 07, 2021, 17:50 pm