Home /News /entertainment /Bharti Singh : કોમેડી ક્વીન ભારતીએ જણાવી તેની ડિલીવરી ડેટ, પાપારાઝીને કહ્યુ - 'મામા બનવા તૈયાર રહો'
Bharti Singh : કોમેડી ક્વીન ભારતીએ જણાવી તેની ડિલીવરી ડેટ, પાપારાઝીને કહ્યુ - 'મામા બનવા તૈયાર રહો'
ભારતી સિંહ ડિલીવરી ડેટ
ભારતી સિંહ (Bharti Singh) હાલમાં તેના પતિ હર્ષ લિમ્બાચિયા (Haarsh Limbachiyaa) સાથે કલર્સ શો 'હુનરબાઝઃ દેશ કી શાન' (hunarbaaz) હોસ્ટ કરી રહી છે. તાજેતરમાં, ભારતીએ ખુલાસો કર્યો કે તેની ડિલિવરી ક્યારે થશે અને તેના ઘરમાં નાનું મહેમાન ક્યારે આવશે.
કોમેડિયન ભારતી સિંહ (Bharti Singh) અને હર્ષ લિમ્બાચીયા (Haarsh Limbachiyaa) ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. ગયા વર્ષે બંનેએ આ ખુશખબર ફેન્સ સાથે શેર કરી હતી. પ્રેગ્નન્સી પછી પણ ભારતી પોતાને કામમાં વ્યસ્ત રાખે છે. ભારતી હાલમાં તેના પતિ હર્ષ સાથે કલર્સ શો 'હુનરબાઝઃ દેશ કી શાન' (hunarbaaz) હોસ્ટ કરી રહી છે. તાજેતરમાં, ભારતીએ ખુલાસો કર્યો કે તેની ડિલિવરી ક્યારે થશે અને ઘરમાં નાનું મહેમાન ક્યારે આવશે.
ભારતી સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ડાન્સ કરતી જોવા મળી રહી છે. ભારતીની ખુશી જોઈને ત્યાં ઊભેલા પાપારાઝી પોતાની જાતને રોકી ન શક્યા અને તેમણે પુછી લીધુ કે તેમના ઘરમાં બાળક ક્યારે આવવાનું છે.
ભારતી સિંહે તેમને નિરાશ ન કર્યા અને જણાવ્યુ કે તે ક્યારે માતા બનવાની છે. 'કોમેડી ક્વીન'એ કહ્યું, 'ભાઈ, તમે એપ્રિલના પહેલા અઠવાડિયામાં ગમે ત્યારે મામા બની શકો છો.' ભારતીની વાત સાંભળ્યા બાદ એ નિશ્ચિત છે કે આવનારા થોડા દિવસોમાં ભારતી સારા સમાચાર આપવા જઈ રહી છે.
અગાઉ બોલિવૂડ લાઈફને આપેલા ઈન્ટરવ્યુમાં ભારતીએ ખુલાસો કર્યો હતો કે તે નોર્મલ ડિલિવરી ઈચ્છે છે. તેણે કહ્યું હતું કે આ માટે મેં દર બીજા દિવસે યોગ કરવાનું શરૂ કર્યું છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર