બિગ બોસની સિઝન-12ની શરૂઆત થવામાં થોડા દિવસો બાકી છે. હાલમાં જ ગોવામાં શો ની લોન્ચ ઇવેન્ટ રાખવામાં આવી હતી. આ પ્રસંગે સલમાન ખાને ઘરની અંદર જનાર પ્રથમ સેલેબ્રિટી જોડીના નામની જાહેરાત કરી હતી. સલમાને પ્રશંસકોને કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયા સાથે મુલાકાત કરાવી હતી. જેમનું બિગ બોસના ઘરમાં જવાનું નિશ્ચિત છે. આ જોડીના કન્ફોર્મેશન ખબર આવ્યા પછી હવે તેની ફી ની ચર્ચા થઈ રહી છે. બિગ-બોસ 12 16 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે.
રિપોર્ટ પ્રમાણે ભારતી અને હર્ષની એન્ટરટેઈનમેન્ટ વેલ્યુને જોતા બંનેને ઘણી મોટી ફી આપવામાં આવી રહી છે. આ પહેલા બંને નચ બલિએ-8 અને ખતરો કે ખેલાડી સિઝન-9માં પણ જોવા મળી ચૂક્યા છે.
ખબર છે કે બિગ બોસની સિઝન-12માં આવવા માટે તેમને દર સપ્તાહે 45 લાખ રૂપિયા આપવામાં આવશે. કેટલાક મીડિયા રિપોર્ટ્સના મતે ભારતી સિંહને 30 લાખ રૂપિયા પ્રતિ સપ્તાહે આપવામાં આવશે. જ્યારે તેના પતિને 15 લાખ રૂપિયા આપવામાં આવશે.
હવે જોવું રસપ્રદ રહેશે કે ભારતી અને હર્ષ પોતાના કોમિક ટાઇમિંગથી બિગ બોસના ઘરનો માહોલ કેટલો ખુશનુમા બનાવી શકે છે. ગત વર્ષે સૌથી વધારે ફીની ચર્ચા હિના ખાનને લઈને થઈ હતી. કહેવાઈ રહ્યું હતું કે હિના ખાનને સૌથી વધારે ફી આપવામાં આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર