#Metooના આરોપોમાં ઘેરાયેલા ફિલ્મ અભિનેતા આલોકનાથની સિંટા એસોસિએશને હકાલપટ્ટી કરી છે. સિંટાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, આલોકનાથ વિરુદ્ધ અલગ-અલગ યૌન શોષણના આરોપો બાદ સિંટાની એક્ઝીક્યુટીવ કમિટીએ આલોકનાથને બહાર નિકાળવાનો નિર્ણય લીધો છે.
તમને જણાવી દઈએ કે, એક મહિલા પ્રોડ્યુ સરે આલોકનાથ પર યોન શોષણનો આરોપ લગાવ્યો હતો. તેણે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક લાંબી પોસ્ટ દ્વારા ચોકાવનારો ખુલાસો કર્યો હતો.
તેણે લખ્યું હતું કે, આલોકનાથે તેને જબરદસ્તી દારૂ પીવડાવ્યો અને બળાત્કાર કરવાની સાથે-સાથે તેને મારી પણ હતી. મહિલા અનુસાર, તે એટલી ગભરાઈ ગઈ હતી કે, ત્યારબાદ પોતાનું ધ્યાન પણ રાખી ન શકી અને નશાની દુનિયામાં ડુબી ગઈ.
આ ખુલાસા બાદ, આલોકનાથ વિરુદ્ધ ખુલાસાઓની લાંબી લાઈન લાગી ગઈ. બોલિવુડ સાથે જોડાયેલી અને અન્ય હસ્તીઓએ પણ તેમના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો. ત્યારબાદ આલોકનાથ મીડિયા સામે આવ્યા અને પોતાની વાત લોકો સમક્ષ રાખી.
CINTAA has expelled Alok Nath from its membership till further notice after he failed to appear before it's executive committee y'day. He has been asked to appear during AGM on May 1&if he fails,he'll be permanently expelled:Sr Joint Secretary,Committee of Cine&TV Artistes' Assoc pic.twitter.com/XtlyPIoreq
આલોકનાથે આ મામલામાં પોતાની સફાઈ આપતા કહ્યું હતું કે, તે આ મામલાને વધારે હવા નથી આપવા માંગતા. આલોકનાથે કહ્યું હતું કે, આ સમય એવો છે કે, જે મહિલાઓ કહે તેને સાચુ માની લેવામાં આવશે. જેથી તે આ મામલાને વધારે ખેંચવા નથી માંગતા. આલોકનાથે વધુમાં એ કહ્યું કે, હું એ વાતની ના નથી પાડતો તેની સાથે આવું નહી થયું હોય, પરંતુ તે હું નથી. આલોકનાથે કહ્યું કે, એક સમયે તે મારી સારી મિત્ર હતી, પરંતુ જે રીતે તેણે સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટ લખી, એવું લાગે છે કે, હું જ તેની તમામ સમસ્યાનું મૂળ કારણ છું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર