Home /News /entertainment /

ક્યાં ગુમ થઈ ગયો CIDનો સિનિયર ઈન્સ્પેક્ટર અભિજીત? ટીવી એક્ટર હવે શું કામ કરે છે જાણો...

ક્યાં ગુમ થઈ ગયો CIDનો સિનિયર ઈન્સ્પેક્ટર અભિજીત? ટીવી એક્ટર હવે શું કામ કરે છે જાણો...

ટીવી એક્ટર હવે શું કામ કરે છે જાણો...

કેટલાક કલાકાર માત્ર એક્ટિંગ નથી કરતા, પરંતુ પોતાની એક્ટિંગ દ્વારા લોકોના દિલો પર રાજ કરવા લાગે છે. આ કેરેક્ટરમાંના એક CIDના સિનિયર ઈન્સ્પેક્ટર અભિજીત પણ છે. CID દેશમાં સૌથી લાંબા સમય સુધી ચાલતો શો રહ્યો છે, જેમાં ઈન્સ્પેક્ટર અભિજીતની ભૂમિકા આદિત્ય શ્રીવાસ્તવે નિભાવી છે. આદિત્યા આજે પોતાનો 59મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યો છે.

વધુ જુઓ ...
    કેટલાક કલાકાર માત્ર એક્ટિંગ નથી કરતા, પરંતુ પોતાની એક્ટિંગ દ્વારા લોકોના દિલો પર રાજ કરવા લાગે છે. આ કેરેક્ટરમાંના એક CIDના સિનિયર ઈન્સ્પેક્ટર અભિજીત પણ છે. CID દેશમાં સૌથી લાંબા સમય સુધી ચાલતો શો રહ્યો છે, જેમાં ઈન્સ્પેક્ટર અભિજીતની ભૂમિકા આદિત્ય શ્રીવાસ્તવે નિભાવી છે. આદિત્યા આજે પોતાનો 59મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યો છે. આ ખાસ પ્રસંગે જાણો કે CID પછી તે ક્યાં છે અને શું કામ કરી રહ્યો છે.

    ક્યાં ગાયબ છે આદિત્ય શ્રીવાસ્તવ?

    આદિત્ય શ્રીવાસ્તવને કોઈ તેના અસલી નામથી નથી ઓળખતું, પરંતુ ઈન્સ્પેક્ટર અભિજીત તરીકે બધા ઓળખે છે. સોની ટીવીના શો CIDમાં તેણે ઈન્સ્પેક્ટરની ભૂમિકા નિભાવી જ નથી, પરંતુ તેને જીવી છે. કદાચ આ જ કારણ છે કે લોકો આજે પણ તેણે CIDના ઈન્સ્પેક્ટર તરીકે યાદ કરે છે. CIDનો પહેલો એપિસોડ 1998માં પ્રસારિત થયો હતો અને છેલ્લ 2018મા થયો હતો.

    આદિત્ય માત્ર એક ટેલિવિઝન કલાકાર નથી, પરંતુ તે બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો છે. 1968માં યુપીના પ્રયાગરાજમાં જન્મેલા આદિત્યની ઈન્ડસ્ટ્રીમાં એક લાંબી સફર રહી છે, પરંતુ તેને અસલી ઓળખાણ CID સિરિયલથી મળી. CID પૂરી થયા પછી આદિત્ય 2021માં આવેલી તાપસી પન્નુની ફિલ્મ ‘હસીન દિલરુબા’માં કિશોર રાવતનો રોલ પ્લે કર્યો હતો. તેમજ આદિત્યના અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીએ તો તે ફિલ્મ ‘બોલે ચૂડિયાં’માં પણ જોવા મળશે.

    સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ નથી

    મોડર્ન જમાનામાં જ્યાં નાનાં નાનાં કલાકાર સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા મળે છે. ત્યારે આદિત્ય શ્રીવાસ્તવે લાંબા સમયથી તેના ઈન્સ્ટાગ્રામ પર કોઈ પોસ્ટ શેર નથી કરી. તેથી તેના લેટેસ્ટ પ્રોજેક્ટની પણ કોઈ જાણકારી સામે નથી આવી રહી. ગયા વર્ષે જુલાઈમાં આપેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે CIDની બીજી સિઝનનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ તેના પછી શોના વિશે કોઈ સમાચાર સામે નથી આવ્યા.

    આદિત્ય ‘બેન્ડિટ ક્વીન’, ‘સત્યા’, ‘દિલ સે’, ‘સાથિયા’, ‘લક્ષ્ય’, ‘બ્લેક ફ્રાઈડે’, ‘ગુલાલ’ અને ‘મોહનદાસ’ જેવી ફિલ્મોમાં પોતાની એક્ટિંગનું હુનર બતાવી ચૂક્યો છે. તેમજ CID સિવાય તેણે રાતમાં આવતા શો ‘અદાલત’, ‘રિશ્તે’, ‘સ્ટાર સેલર’, ‘9 માલાબાર હિલ’, ‘યે શાદી નહીં હો સકતી’, ‘બ્વોમકેશ બક્ષી’ અને ‘કવિ કાલિદાસ’ જેવા શોમાં પણ કામ કર્યું છે, પરંતુ વાત ફરી ફરીને ત્યાં જ આવે છે કે તેણે CIDમાં જે કામ કર્યું છે, લોકો તેને ઈચ્છીને પણ ક્યારેય નહીં ભૂલી શકે. આશા છે કે આદિત્ય ફેન્સની ઈચ્છા જલ્દી પૂરી કરશે અને ટીવી પર કમબેક કરી બધાને સરપ્રાઈઝ આપશે.
    Published by:Priyanka Panchal
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन