કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય (Choreographer Ganesh Acharya) ગુરુવારે (23 જૂન)નાં કોર્ટ સમક્ષ રજૂ થયો હતો
કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય (Choreographer Ganesh Acharya) ગુરુવારે (23 જૂન)નાં કોર્ટ સમક્ષ રજૂ થયો હતો. જે બાદ તેણે આ મમલે જામીન આપતાં કોર્ટને રાહત આપી દીધી છે. ગણેશ આચાર્ય પર મહિલાએ ફેબ્રુઆરી વર્ષ 2020માં સેક્સ્યુઅલ હેરેસ્મેન્ટ કેસ (Sexual Harassment Case) નો કેસ દાખલ કરાવ્યો હતો.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બૉલિવૂડ એકટોર્સને પોતાનાં ઈશારો પર નચાવતો કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય (Choreographer Ganesh Acharya) સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કેસમાં જામી મળી ગયા છે. મુંબઇની મેજિસ્ટ્રેટ કોર્ટે આ જામીન આપી દીધા છે. આ કેસ વર્ષ ફેબ્રુઆરી 2020 છે. એક મહિલા ડાંસર દ્વારા કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય વિરુદ્ધ જાતીય સતામણી કેસ (Sexual Harassment Case) માં FIR દાખલ કરવામાં આવી હતી જે બાદ પોલીસે કોરિયોગ્રાફર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.
કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય (Choreographer Ganesh Acharya) ગુરુવારે (23 જૂન)નાં કોર્ટ સમક્ષ રજૂ થયો હતો. જે બાદ તેણે આ મમલે જામીન આપતાં કોર્ટને રાહત આપી દીધી છે. ગણેશ આચાર્ય પર મહિલાએ ફેબ્રુઆરી વર્ષ 2020માં સેક્સ્યુઅલ હેરેસ્મેન્ટ કેસ (Sexual Harassment Case) નો કેસ દાખલ કરાવ્યો હતો.
મહિલા ડાન્સરે લગાવ્યો હતો આ આરોપ મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે 2009-10માં જ્યારે પણ તે ગણેશ આચાર્યની ઓફિસે તેને મળવા માટે જતી ત્યારે તેણે તેને અશ્લીલ વીડિયો જોવા માટે દબાણ કર્યું અને તેનો વિરોધ કરવા બદલ તેને પરેશાન કરવાનું શરૂ કર્યું. આ સાથે મહિલાએ જણાવ્યું કે આ કારણથી ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન કોરિયોગ્રાફર્સ એસોસિએશન દ્વારા છ મહિના પછી તેની સદસ્યતા પણ સમાપ્ત કરી દેવામાં આવી હતી. મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે ગણેશ આચાર્યએ અન્ય પણ ઘણી મહિલાઓનું યૌન શોષણ કર્યું છે.
મહિલાએ મારઝૂડનો પણ લગાવ્યો હતો આરોપ ફરિયાદી મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, 26 જાન્યુઆરી, 2020નાં અંધેરીમાં ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલીવિઝન કોરિયોગ્રાફર્સ એસોસિએશન માટે એક સમારંભ દરમિયાન બે અન્ય લોકોની સાથે મળી તેની સાથે મારઝૂડ પણ કરવામાં આવી હતી.
આ મામલે ક્યારેય નથી થઇ ગણેશ આચાર્યની ધરપકડ આ વર્ષે એપ્રિલમાં, મુંબઈ પોલીસે ગણેશ પર અન્ય આરોપો ઉપરાંત જાતીય સતામણી અને વ્યુરિઝમનો આરોપ મૂક્યો હતો. આ કેસમાં ગણેશ આચાર્યની ક્યારેય ધરપકડ કરવામાં આવી નથી. ગુરુવારે (23 જૂન) મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થયા બાદ તેને જામીન આપવામાં આવ્યા હતા.
FIRમાં ગણેશ આચાર્ય પર આ કલમો લાગી હતી ફરિયાદના આધારે પોલીસે કલમ 354-A, 354-C, 354-Dઅને કલમ 506 અને 509 હેઠળ કેસ નોંધ્યો છે. જો કે, કોરિયોગ્રાફરે તેના પર લાગેલા આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે.
કોરિયોગ્રાફર કમલજીએ આસિસ્ટન્ટનાં રૂપમાં શરુ કર્યું હતું કરિઅર 51 વર્ષીય ગણેશ આચાર્યએ 90ના દાયકાની શરૂઆતમાં કોરિયોગ્રાફર કમલજીના સહાયક તરીકે શરૂઆત કરી હતી. તેણે 1992માં તેની પ્રથમ ફિલ્મ 'અનમ'માં અભિનય કર્યો હતો, પરંતુ 2001માં આવેલી ફિલ્મ 'લજ્જા'ના 'બડી મુશ્કિલ' ગીતને કોરિયોગ્રાફ કરીને પ્રસિદ્ધિ મેળવી હતી. કોરિયોગ્રાફીની સાથે તેણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર