Home /News /entertainment /God Father Teaser: સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી સાથે સલમાનની એક્શન એન્ટ્રી

God Father Teaser: સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી સાથે સલમાનની એક્શન એન્ટ્રી

સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી સાથે સલમાનની એક્શન એન્ટ્રી

સાઉથના સુપરસ્ટાર ચિંરંજીવીની ફિલ્મ 'ગોડ ફાધર'માં સલમાન ખાન એક વિશેષ રોલમાં જોવા મળશે.

    મુંબઇ: હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર રાજ કરનાર સલમાન ખાન (salman khan) હવે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ધમાલ મચાવશે. સાઉથના સુપરસ્ટાર ચિંરંજીવી (chiranjeevi)ની ફિલ્મ 'ગોડ ફાધર' (god father)માં સલમાન ખાન એક વિશેષ રોલમાં જોવા મળશે. હવે આ ફિલ્મનું ટીઝર (teaser) રીલિઝ કરવામાં આવ્યું છે. 'ગોડ ફાધર'ના ટીઝરે દર્શકોમાં ફિલ્મને લઇને ઉત્સુકતા વધારી છે. ફિલ્મમાં ચિરંજીવી ગોડફાધરની ભૂમિકામાં નજરે પડશે. ફિલ્મમાં સલમાન ખાન ગોડફાધરના નાના ભાઇના પાત્રમાં નજરે પડશે.

    ટીઝરમાં ચિરંજીવી જબરદસ્ત એક્શનમાં જોવા મળે છે. જ્યારે સલમાન ખાન બાઇક પર સ્ટંટ કરતો નજરે પડી રહ્યો છે. બન્ને સુપરસ્ટારનો એક્શન અવતાર ફેન્સને ગમી રહ્યો છે. જ્યારે ફિલ્મમાં તેમની સાથે અભિનેત્રી નયનતારા છે. નયનતારાનું પાત્ર ગોડફાધર વિરુદ્ધ છે.
    " isDesktop="true" id="1241323" >

    આ પણ વાંચો: ગુમ થયેલી જે એક્ટ્રેસને શોધવા લોકોએ આકાશપાતાળ એક કર્યા તે અંતે જેલમાંથી મળી!

    'ગોડ ફાધર'નું ટીઝર રસપ્રદ છે. સાથે જ સલમાન ખાન આ ફિલ્મને વધુ તડકો લગાવશે. પહેલી વખત સમલાન ખાન સાઉથ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મમાં તે કેમિયો રોલમાં છે, પરંતુ નાનો રોલ હોવા છતાં તે કમાલ કરતો જોવા મળશે. ચિરંજીવી સાથે સલમાન ખાનની જુગલબંદી ટીઝરમાં જોવા મળી રહી છે.

    લગભગ દોઢ મિનિટના ટીઝરની શરૂઆત બેકગ્રાઉન્ડરથી થાય છે. કેવી રીતે 20 વર્ષ સુધી ગોડ ફાધરના ઠેકાણાની જાણ ન થઇ. પરંતુ તે છ વર્ષ પહેલા સીનમાં પાછો ફર્યો છે. ચિરંજીવીનો ચહેરો એક્શન સીન સાથે રિવીલ કરવામાં આવ્યો છે. નેતા તેના મારવા માગે છે અને પોલીસ તેને પકડવા ઇચ્છે છે, પરંતુ તે બધાના હાથથી દૂર છે. કેમ કે, સૌથી મોટા ડોનને ભાઇ સલમાન ખાનનો સાથ મળે છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Actor salman khan, Bollywood News in Gujarati, Films

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन