ચીની એક્ટ્રેસ ઝેંગ શુઆંગ પર ટેક્સ ચોરીનો આરોપ, રૂ. 3.38 અરબ વધુનો થયો દંડ

Photo @zhengshuang.official/Instagram

રાષ્ટ્રપતિ શી જિનપિંગનાં નેતૃત્વ વાળી ચીનની સત્તારૂઢ કોમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા 'સૌની સમૃદ્ધિ'નો લક્ષ્યને ધ્યાનમાં રાખી અમીર લોકો પર નજર રાખી દીધી છે. ચીની એક્ટ્રેસ ઝેંગ શુઆંગ (Zheng Shuang) પર ટેક્સ ચોરી મામલે 3 અરબ 38 કરોડ 71 લાખ 97 હજાર પાંચ સૌ રૂપિયાનો દંડ લગાવ્યો છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: આવકમાં અંતર ઓછુ કરવા ચીનની નવી પોલીસી હેઠળ પ્રખ્યાત હસ્તીઓ પર નજર કડક કરી જાણીતી ચીની એક્ટ્રેસ ઝેંગ શુઆંગ (Zheng Shuang) પર કરચોરીનાં કેસમાં 3 અરબ, 38 કરોડ, 71 લાખ, 97 હજાર પાંચ સૌ રૂપિયા (4 કરોડ 61 લાખ ડોલર)નો દંડ ફટકારવામાં આવ્યો છે. 'શંઘાઇ મ્યુનિસિપલ ટેક્સ સર્વિસ'એ ઝેંગ પર એક ટીવી સીરીઝની શૂટિંગ દરમિયાન 2019 અને 2020ની વચ્ચે આવકની સાચી માહિતી ન આપવાં અને કર ચોરી મામલે શુક્રવારે તેનાં પર દંડ ફટકારવામાં આવ્યો હતો. આવકવેરા અધિકારીઓની માહિતી આપ્યાં પ્રમાણે, ઝેંગ આ મામેલ ફિલ્મ અને ટીવી ઉદ્યોગમાં 'યિન ઔર યાંગ' કરવેરાની સ્થિતિનું ઉદાહરણ છે.

    આ પણ વાંચો-Drugs Case: અરમાન કોહલીની NCBએ કરી ધરપકડ, ઘરમાંથી મળ્યું ડ્રગ્સ

    'યિન ઔર યાંગ' કરારનો અર્થ છે બે પક્ષોની વચ્ચે એક જ સમજુતી માટે બે દસ્તાવેજ તૈયાર કરવામાં આવે છે. અસલ દસ્તાવેજ ફક્ત બંને પક્ષોની વચ્ચે રહે છે જ્યારે અન્ય દસ્તાવેજમાં કામ વેતન દર્શાવવામાં આવે છે. અને આ દસ્તાવેજ આવકવેરા એજન્સીને આપવામાં આવે છે જેથી ઓછો આવકવેરો ભરવામાં આવે. સરાકરી સમાચાર પત્ર 'ગ્લોબલ ટાઇમ્સ'નાં જણાવ્યાં અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે, વધુ કમાણીવાળા મનોરંજન ઉદ્યોગનાં નિયમને વધુ કડક કરવાનાં પ્રયાસ હેઠળ ઝેંગ પર દંડ ફટકારવામાં આવ્યો છે.

    આ પણ વાંચો- Urvashi Rautela: 50 કિલોનાં ડંબલ ઉચકીને કસરત કરતી જોવા મળી, VIDEO VIRAL

    'નેશનલ રેડિયો' અને 'ટેલીવિઝન એડમિનિસ્ટ્રેશન' એ શુક્રવારે જાહેરાત કરી તે તમામ કાર્યક્રમોનું પ્રસારણ રોકી દીધુ હતું જેમાં ઝેંગે કામ કર્યું છે. ઝેંગને આ વર્ષની શરૂઆતમાં સરોગસી દ્વારા બે બાળકોને અમેરિકામાં છોડવાનો આરોપ લગાવી જાહેરમાં આલોચનાનો સામનો કરવો પડ્યો હતો,



    આ પણ વાંચો-Taarak Mehta...: જુઓ નટૂ કાકાની લેટેસ્ટ તસવીરો, કેન્સરથી ઓછા થયા વાળ, ચહેરા પર છે સોજા

    આ પણ વાંચો-HBD Michael Jackson: માઇકલ જેક્સને જ્યારે અશક્ય ડાન્સ સ્ટેપ કરી સૌને દિવાના બનાવી દીધા

    રાષ્ટ્રપતિ શી જિનપિંગનાં નેતૃત્વ વાળી ચીનની સત્તારૂઢ કોમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા 'સૌની સમૃદ્ધિ'નો લક્ષ્યને ધ્યાનમાં રાખી અમીર લોકો પર નજર રાખી દીધી છે. ચીની એક્ટ્રેસ ઝેંગ શુઆંગ (Zheng Shuang) પર ટેક્સ ચોરી મામલે 3 અરબ 38 કરોડ 71 લાખ 97 હજાર પાંચ સૌ રૂપિયાનો દંડ લગાવ્યો છે.
    Published by:Margi Pandya
    First published: