ચીનની એક્ટ્રેસ જેંગ શુઆંગ પર લાગ્યો તેનાં બાળકોને છોડવાનો આરોપ, સીરીઝથી હટાવવામાં આવી

(Photo: Instagram)

એક્સ બોયફ્રેન્ડ જેંગ હેંગે ચીની એક્ટ્રેસ જેંગ શુઆંગ (Zheng Shuang)એ સરોગસી સ્કેન્ડલથી જોડાયેલાં હોવાનો ખુલાસો કર્યો હતો. જે બાદ તેનાં સ્ટાર્સ નબળા પડી ગયા છે. અપકમિંગ ડ્રામા સીરીઝ A Chinese Ghost Storyથી શુઆંગથી તમામ સીન્સ હટાવવામાં આવશે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક્સ બોયફ્રેન્ડ જેંગ હેંગે જાન્યુઆરીમાં ચીની એક્ટ્રેસ જેંગ શુઆંગ (Zheng Shuang)ને સરોગસી સ્કેન્ડલમાં જોડાયેલાં હોવાનો ખુલાસો કર્યો હતો. જે બાદ જેંગ શુઆંગનાં સ્ટાર્સ નબડા પડી ગયા છે. હવે જેંગ શુઆંગ સાથે જોડાયેલી મોટી ખબર સામે આવી છે. અપકમિંગ ડ્રામા સીરીઝ AChinese Ghost Storyથી શુઆંગનાં તમામ સીન્સ હટાવી દેવામાં આવ્યાં છે.

  એક રિપોર્ટ અનુસાર ટેક્નોલોજીની મદદથી જેંગ શુઆંગ પર આ સીરીઝમાં ફિલમાવવામાં આવેલાંત મામ સીન્સમાં તેનાં ચહેરાની જગ્યાએ પેંગ જિયોરાનનો ચહેરો લગાવવામાં આવશે. પેંગનાં કામને Goodbye My Princessમાં ખુબજ પસંદ કરવામાં આવી હતી. ચાઇનીઝ ઓથોરીટી ફોર એયરિંગે જેંગની જગ્યા પેંગનો ચહેરો લગાવવાની પરવાનગી મળી છે.

  સ્કેન્ડલમાં નામ આવ્યા બાદથી 29 વર્ષીય જેંગને ચીની ઓથોરિટીઝનાં બ્લેકલિસ્ટ કરી દીધો છે. DT.Appledog's Timeમાં તેનો ઘણો નાનકડો રોલ છે. પણ હવે રોલમાં પણ તેને બ્લકર કરી દેવામાં ણઆવી છે. જેંગ શુઆંગને A Chinese Ghost Storyમાં પણ કામ કર્યું હતું. જે માટે તેને 160 મિલિયન યુઆનની ફી આપવામાં આવી હતી. પ્રોડક્શન હાઉસે તેની સંપૂર્ણ રકમ પરત મેળવવાની તૈયારી કરી લીધી છે. અને તે આ માટે કાયદાકીય મદદ લેશે.

  જેંગ Secret Keepers અને Pade Lovers જેવાં ડ્રામા શોમાં કામ કરી રહી છે. પણ આ શો હજુ રિલીઝ નહીં કરવામાં આવે. જેંગે Meteor Showerમાં Chu Yuxunનો રોલ અદા કર્યો હતો. જેમાં તેનું કામ પસંદ કરવામાં આવ્યું હતું. તેમાં તેની એક્ટિંગ માટે China TV Golden Eagle Awardમાં તેનાં બેસ્ટ એક્ટ્રેસ માટે નોમિનેટ કરવામાં આવ્યાં હતાં.  ચીની એક્ટ્રેસ જેંગ શુઆંગનાં એક્સ બોયફ્રેન્ડ જેંગ હેંગે જાન્યુઆરીમાં એક ખુલાસો કર્યો હતો. જેંગે જણાવ્યું હતું કે, બે વર્ષથી અમેરિાકમાં જેંગ શુઆંગનાં 2 બાળકોની દેખરેખ કરી રહી છે. તેથી તે ત્યાં તેનાં દેશ નથી જઇ શકતી. તેનાં બેને બાળકોનો જન્મ સરોગસીથી થયો છે. જેંગે એક્ટ્રેસ શુઈંગ પર તેનાં બંને બાળકોને છોડવાનો આરોપ લગાવી સનસની ફેલાવી દીધી હતી. જેંગ અનુસાર એક્ટ્રેસ તે બંને બાળકોથી તેનાં તમામ સંબંધ સમાપ્ત કરી ચૂકી છે.
  Published by:Margi Pandya
  First published: