Home /News /entertainment /

જ્યારે Michael Jacksonના ચિમ્પાન્ઝીએ કર્યો હતો આત્મહત્યાનો પ્રયાસ

જ્યારે Michael Jacksonના ચિમ્પાન્ઝીએ કર્યો હતો આત્મહત્યાનો પ્રયાસ

જ્યારે માઇકલ જેક્સનના ચિમ્પાન્ઝીએ કર્યો હતો આત્મહત્યાનો પ્રયાસ

બમ્બલ નામના આ ચિમ્પાન્ઝીનું જીવન અમીર લોકો કરતાં પણ સારું હતું. ડેઈલી સ્ટારના રિપોર્ટ અનુસાર બમ્બલને 1980ના દાયકામાં માઈકલ જેક્સને (Michael Jackson) આજના સમય અનુસાર લગભગ 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

    માઈકલ જેક્સનને (Michael Jackson) કોણ નથી ઓળખતું. કિંગ ઓફ પોપના નામથી ફેમસ લિજેન્ડરી સિંગર માઈકલ જેક્સનની દુનિયામાં તેમને પ્રેમ કરનાર કરોડો લોકો હતા પરંતુ તેને ચિમ્પાન્ઝી જોઈતો હતો. હા, માઈકલ જેક્સન તેના પાલતુ ચિમ્પાન્ઝીને (Michael Jackson pet chimp) ખૂબ જ પ્રેમ કરતો હતો, જેને તેણે લાખો રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ તે ચિમ્પાન્ઝીનું જીવન ખૂબ જ મુશ્કેલ હતું.

    બમ્બલ (Bubbles chimp of Michael Jackson) નામના આ ચિમ્પાન્ઝીનું જીવન અમીર લોકો કરતાં પણ સારું હતું. ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ બમ્બલને 1980ના દાયકામાં માઈકલ જેક્સને આજના સમય અનુસાર લગભગ 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. બંને જલ્દી સારા મિત્રો બની ગયા. બમ્બલ બિલકુલ સામાન્ય ચિમ્પાન્ઝી નહોતો. તેનું જીવન ખૂબ જ ગ્લેમરસ હતું. તે ઘણીવાર સૂટ પહેરીને જોવા મળતો હતો. ઘણી વખત માઈકલ જેક્સન અને બમ્બલ સાથે જોવા મળ્યા હતા.

    શું માઇકલ ચિમ્પાન્ઝીને મારતા હતા?


    તમને જાણીને નવાઈ લાગશે કે માઈકલ જેક્સન હંમેશા બમ્બલને પોતાની સાથે રાખતો હતો. તે તેની સાથે વર્લ્ડ ટૂર પર પણ ગયો હતો અને જાપાનના ઓસાકાના મેયર સાથે ચા પીધી હતી. પહેલા તે લોસ એન્જલસમાં જેક્સનના ઘરમાં રહેતો હતો, પરંતુ પછી તેને જેક્સનના નેવરલેન્ડ સ્થિત ઘરમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે જાણીતા પ્રાઈમેટોલોજિસ્ટ જેન ગુડૉલે (Jane Goodall) દાવો કર્યો છે કે બમ્બલને ખૂબ ત્રાસ આપવામાં આવ્યો હતો. તેઓ કહે છે કે તે ઘરની અંદર ગંદકી અને મળ કરતો હતો, જેના કારણે તેને લાત અને ચહેરા પર મુક્કા મારવામાં આવતા હતા.

    બમ્બલે આત્મહત્યાનો પ્રયાસ કર્યો


    રિપોર્ટ અનુસાર વર્ષ 2014માં TMZ સાથે વાત કરતા જેને દાવો કર્યો હતો કે માઈકલ ઘણી વખત બમ્બલને મારતો હતો. આટલું જ નહીં માઈકલની બહેન લા ટોયાના પૂર્વ પતિ જેક ગોર્ડને પણ દાવો કર્યો હતો કે માઈકલ બમ્બલને મારતો હતો. જો કે, જેક્સન પરિવારે આ વાતનો સખત ઇનકાર કર્યો છે કે માઈકલ બમ્બલને મારતો હતો. ડેઈલી સ્ટાર અનુસાર, એવો દાવો કરવામાં આવ્યો છે કે બમ્બલને વર્ષ 2003માં એક ટ્રેનરને આપવામાં આવ્યો હતો કારણ કે તે હિંસક બની રહ્યો હતો. લોકોએ એવો પણ દાવો કર્યો હતો કે તેણે માઈકલના બાળક પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેને દૂર કર્યા પછી, માઈકલ વધુ 3 બેબી ચિમ્પાન્ઝી લાવ્યા. પરંતુ બમ્બલે પોતાનો જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો અને તે પછી તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે બમ્બલ હવે 39 વર્ષનો છે અને ફ્લોરિડાના મંકી સેન્ટરમાં રહે છે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Michael jackson

    આગામી સમાચાર