Home /News /entertainment /ઓસ્કારમાં જતી ફિલ્મ 'છેલ્લો શો'નો હીરો છે ડ્રાઇવરનો દીકરો, પરિવાર તેની એક્ટિંગથી હતો નાખુશ
ઓસ્કારમાં જતી ફિલ્મ 'છેલ્લો શો'નો હીરો છે ડ્રાઇવરનો દીકરો, પરિવાર તેની એક્ટિંગથી હતો નાખુશ
ફોટોઃ @lastfilmshow
ઓસ્કાર માટે મોકલવામાં આવેલી ફિલ્મ 'છેલ્લો શો'નાં એક્ટર ભાવિને ફિલ્મ વિશે કહી આ વાત. પોતાની એક્ટિંગથી માતા-પિતા પણ હતાં નાખુશ. હવે લોકો હીરો કહીને બોલાવે છે.
મુંબઈઃ ઓસ્કાર માટે મોકલવામાં આવેલી ગુજરાતી ફિલ્મ ધ લાસ્ટ શો (છેલ્લો શો)ની જોરદાર ચર્ચા થઈ રહી છે. ફિલ્મ આવતી કાલે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં ભાવિને મુખ્ય રોલ પ્લે કર્યો છે. હવે તેણે તેના મુશ્કેલ દિવસોને યાદ કરતા પોતાના અંગત જીવન વિશે કંઈક ખાસ ખુલાસા કર્યા છે, જેને જાણીને તમે પણ હેરાન રહી જશો.
આ બોલિવૂડ એક્ટરના ફેન છે ભાવિન
ભાવિને કહ્યુ- જ્યારે હું સ્કૂલમાં હતો, તે સમયે ચાર-પાંચ લોકો મારી સ્કૂલે આવ્યા હતાં. ક્લાસમાં આવીને અમને બધાંને પૂછ્યું કે તમારો ફેવરેટ હીરો કોણ છે. ફક્ત મેં જવાબ આપ્યો ટાઇગર શ્રોફ અને અમિતાભ બચ્ચન. પછી મને ઉપર લઈને ગયા જ્યાં બીજા પણ ત્રણ લોકો હતાં. તેમણે મને પુછ્યું કે, ગધેડો અને વાંદરો કેવી રીતે અવાજ કાઢે છે. મેં બધાનો અવાજ નીકાળીને બતાવ્યો. તે લોકોએ મારો નંબર લીધો અને કહીને ગયાં કે તારા વાળ ના કપાવતો. થોડા દિવસ બાદ પ્રિન્સિપાલનો ફોન ઘરે આવ્યો અને કહ્યુ કે રિઝોર્ટમાં જવાનું છે. મારા પપ્પા ડ્રાઇવિંગ કરે છે અને મમ્મી ઘરે રહે છે, તો મારી સાથે કોઈ ના આવ્યું. અમે ત્યાં જઈને બે દિવસ રહ્યા અને પછી પાછા આવી ગયાં. ત્યારબાદ અમને કાસ્ટિંગ ડિરેક્ટર જૈકી ભાઈનો કોલ આવ્યો કે મારે ત્રણ મહિના સુધી તેમની સાથે રહેવાનું છે. હું કપડાં લઈને ત્યાં ગયો અને બધાં સાથે મિત્રતા થઈ. આ પહેલાં હું ટિકટોક પર એક્ટિંગ કરતો હતો. હવે તો તેના પર પ્રતિબંધ લાગી ગયો છે, તેને સાઇડમાં મૂકો, હવે મને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરો.
'મારા મમ્મી-પપ્પા ખુશ નહતાં. તેમણે કહ દીધું હતું કે મારે એક્ટિંગ કરવા માટે નથી જવાનું. જામનગરથી 15 કિલોમીટર દૂર અમારા ગામનું નામ વસઈ છે. ત્યાં એક અંકલ હતાં, જેમણે મને મોકલવા માટે મમ્મી-પપ્પાને સમજાવ્યા. પપ્પા-મમ્મી પણ માની ગયાં હતાં, પણ સંબંધીઓ તેમને બોલતા હતાં કે તમે આવી ખરાબ જગ્યાએ તમારા છોકરાને મોકલશો? પરંતુ મારી મમ્મીએ કહ્યુ, કંઈ વાંધો નહીં...મારે બે બાળકો છે, એક જતો રહ્યો તો બીજો છે, હું તેને આગળ વધારીશ.'
ભાવિને આગળ કહ્યુ કે- હું ધોરણ 8માં છું. જ્યારે શૂટિંગ શરૂ થઈ હતી ત્યારે હું પાંચમાં ધોરણમાં હતો. હું સ્કૂલમાં ફર્સ્ટ આવતો હતો. સાતમા ધોરણમાં બીજો થઈ ગયો, તો ક્લાસનાં છોકરાઓ બોલવા લાગ્યા કે ફિલ્મમાં જતો હતો ને એટલે પહેલેથી બીજા નંબર પર આવી ગયો. એક્ટિંગમાં આવ્યા બાદ જ્યારે હું મિત્રો સાથે ક્રિકેટ રમવા જતો હતો તો, ત્યાં બીજા લોકો આવતા અને મારી સાથે ફોટો પડાવતાં હતા. મારા મિત્રો મને હીરો કહેવા લાગ્યા હતાં. કેમેરો જોઈને મને ક્યારેય ડર નથી લાગ્યો. હું કેમેરામાં જોઈને એક્ટિંગ નહતો કરતો. મને ત્યાં સ્ક્રિપ્ટ યાદ નહતી રહેતી. લોકો ત્યાં મને અલગ રીતે સમજાવતા હતાં. સેટ પર એક દીદી હતી જે મને સ્ક્રિપ્ટની સાથે-સાથે સ્કૂલનો અભ્યાસ પણ કરાવતી હતી. મારું અંગ્રેજી સારું નહતું પણ એ દીદીએ મને અંગ્ર્જી પણ શીખવી દીધું હતું.
ઓસ્કાર વિશે મને કંઈ નથી ખબર પણ તે મૂર્તિ મેં જોઈ છે, તે ખૂબ જ સુંદર છે. અમારા ગામના ફિલ્મી જાણકારે મને કહ્યુ કે આ મૂર્તિ સૌથી મોટું પુરસ્કાર હોય છે. જો તે આપણી પાસે આવી જશે, તો આપણા ગામનું નામ રોશન થઈ જશે. મેં કહ્યુ, અરે ગામનું શું દેશનું નામ રોશન થઈ જશે.
'પહેલી ફી મળતા મેં તે પૈસા મારા ઘરે આપી દીધાં, તેમણે કહ્યુ- તને જે વસ્તુ જોઈએ, તે ખરીદી લે. તો મેં સાઈકલ લઈ લીધી અને બાકીના પૈસાને મેં પપ્પાને આપી દીધાં. મારે એક્ટિંગ કરવી છે. મને દરેક જગ્યાએથી ફિલ્મો માટે ફોન આવે છે. મેં બધું જૈકી ભાઈને કહી દીધું છે. તે મારું કામ સંભાળશે. મને રશ્મિકા ખૂબ જ પસંદ છે. તેની ગીતા ગોવિંદમ મને ખૂબ જ ગમે છે. હું તેની સાથે કામ કરવા માંગુ છું.'
'મને આ રીતે સારુ નથી લાગતું અને જ્યારે શૂટિંગ હોય ત્યારે મને ઘરની યાદ આવવા લાગે છે. મુંબઈ આવતા જ મને ઘરે જવાનું મન થાય છે. ઘરે બહુ મજા આવે છે, જ્યારે રજા હોય છે ત્યારે અમે બધાં મિત્રો ઘરેથી ખાવાનો સામાન લઈને ખેતકર અને નદીએ જતા રહીએ છીએ અને સાંજે ઘરે પાછા આવીએ છીએ.'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર