ન્યૂઝ18 ગુજરાતી: ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ પ્લસ 4'નું ફિનાલે યોજાઇ ગયું. આ વખતની સિઝનનો વિનર બન્યો છે ચેતન સાલુંખે. શોના ફિનાલે સુધી વર્તિકા ઝા, ચેતન સાલુંખે, વી અનબીટેબલ અને સુઝન-આંચલ પહોંચ્યા હતા. પરંતુ પોતાની ગાયિકાના જાદૂથી ચેતન સાલુંખે વિજેતા બન્યો છે. 18 વર્ષના ચેતનને ટ્રોફીની સાથે-સાથે 25 લાખ રૂપિયા કેશ પ્રાઇઝ આપવામાં આવી હતી.
એક સામાન્ય પરિવારમાંથી આવતાં ચેતને નાની ઉંમરમાં જ ડાન્સ કરવાનું શરૂ કર્યું હતું. રસપ્રદ વાત તો એ છે કે, મોટાભાગની સ્ટાઇલ તેણે યુ-ટ્યૂબ પરથી શીખી હતી. તેની પાસે ડાન્સની ટ્રેનિંગ માટે પણ પૈસા નહોતા. પરંતુ સખત મહેનત કરી તે વિજેતા બન્યો છે. તે પોપિંગમાં ખૂબ જ માસ્ટર છે.
માધુરી, અનિલ કપૂર અને શ્રેયલ તલપડે તેમની ફિલ્મ 'ટોટલ ધમાલ'ને પ્રમોટ કરવા પહોંચ્યા હતા. આ સ્ટાર્સ ખૂબ મસ્તી કરતાં જોવા મળ્યા હતા. જ્યારે માધુરીએ તેના ગીત 'ચને કે ખેત મેં' પર ડાન્સ કર્યો હતો. સાથે તે અનિલ કપૂર સાથે પણ ડાન્સ કરતી જોવા મળી હતી.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર