Home /News /entertainment /

Chetan Bhagat બન્યા દિલ્હી વાસી, દિલ્હીમાં ખરીદ્યો કરોડોની કિંમતનો આલીશાન ફ્લેટ

Chetan Bhagat બન્યા દિલ્હી વાસી, દિલ્હીમાં ખરીદ્યો કરોડોની કિંમતનો આલીશાન ફ્લેટ

ચેતન ભગત

ચેતન ભગતે (Chetan Bhagat) દક્ષિણ દિલ્હીના વેસ્ટેન્ડ વિસ્તારમાં 4BHK Flat (Delhi Flat) ખરીદ્યો છે, જેની કિંમત લગભગ 11.6 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે 26 જૂને બંને પક્ષો વચ્ચે આ ડીલ ફાઈનલ થઈ ગઈ છે

    નવી દિલ્હી : પોતાની આવડત અને હોશિયારી ને કારણે Time Magazine ની 100 પ્રતિભાશાળી વક્તિ માં સ્થાન પામનાર ચેતન ભગત (Chetan Bhagat) એ પોતાની લેખન શૈલી દ્વારા લાખો લોકો ના દિલ માં સ્થાન મેળવ્યું છે. ચેતન ભગત હવે દક્ષિણ દિલ્હી ના રહેવાસી બની ગયા છે. તેણે હાલમાં જ દક્ષિણ દિલ્હીમાં એક આલીશાન એપાર્ટમેન્ટ ખરીદ્યું છે, જેની કિંમત જાણીને તમે દંગ રહી જશો.

    ક્યારે થઇ Deal

    ચેતન ભગતે દક્ષિણ દિલ્હીના વેસ્ટેન્ડ વિસ્તારમાં 4BHK Flat ખરીદ્યો છે, જેની કિંમત લગભગ 11.6 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે 26 જૂને બંને પક્ષો વચ્ચે આ ડીલ ફાઈનલ થઈ ગઈ છે.

    Zapkey.com અનુસાર, જ્યાં તેણે આ ઘર ખરીદ્યું છે, તે દિલ્હીના પોશ વિસ્તારોમાંથી એક છે. ચેતન ભગતે આ નવા એપાર્ટમેન્ટ માટે લગભગ 70 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે. તેણે આ ફ્લેટ વેસ્ટેન્ડ વિસ્તારના સી બ્લોકમાં બનાવ્યો છે.

    Zapkey ને મળેલા દસ્તાવેજો અનુસાર, તેણે આ ફ્લેટ રાજીવ બક્ષી અને રીટા બક્ષી મારફતે Chetan Bhagat એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી ખરીદ્યો છે. જો કે આ મામલે હજુ સુધી ચેતન ભગત તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.

    આ પણ વાંચો - બ્રા પહેર્યા વગર ઘરેથી નીકળી પૂનમ પાંડે કેમેરાની નજર પડતા જ થઈ ગઈ ઉપ્સ મોમેન્ટનો શિકાર

    કેવો હશે ફ્લેટ

    રિપોર્ટ અનુસાર, 500 સ્ક્વેર યાર્ડમાં તેમનો ફ્લેટ મધ્યમ માળે છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીં પ્રતિ સ્ક્વેર ફૂટની કિંમત 44,000 થી 45,000 રૂપિયાની આસપાસ છે. તે જ સમયે, નવા એપાર્ટમેન્ટની કિંમત પ્રતિ ચોરસ ફૂટ 55,000 થી 60,000 વચ્ચે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Chetan bhagat

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन