Home /News /entertainment /ઉર્ફી જાવેદ પર ગંદી કોમેન્ટ કરીને ભરાયો ચેતન ભગત, પ્રાઇવેટ ચેટ લીક થતાં જ માર્યો યુ-ટર્ન
ઉર્ફી જાવેદ પર ગંદી કોમેન્ટ કરીને ભરાયો ચેતન ભગત, પ્રાઇવેટ ચેટ લીક થતાં જ માર્યો યુ-ટર્ન
ઉર્ફી અને ચેતન ભગત વચ્ચે છેડાઇ જંગ
ઉર્ફીના આ આક્ષેપ પર હવે ચેતન ભગતે પણ પ્રતિક્રિયા આપી છે. ચેતન ભગતે પોતાના ટ્વિટમાં લખ્યું - મારા ક્યારેય વાત/ચેટ/મુલાકાત/પરિચિય નથી. મારા પર લાગી રહેલ આ આક્ષેપ ખોટા છે.
Big Boss ઓટીટી ફેમ ઉર્ફી જાવેદની ફેશન સેન્સ અને તેના બોલ્ડ શબ્દોથી હવે દરેક વ્યક્તિ વાકેફ છે. અભિનેત્રી પોતાના મનની વાત કરવામાં ક્યારેય કોઈનાથી ડરતી નથી. થોડા સમય પહેલા તે ચેતન ભગતે આપેલ નિવેદન બદલ તેમના પર ગુસ્સે થઈ હતી. તેણે તેમનો કથિત સ્ક્રીનશૉટ મૂક્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર લેખક પર આકરા પ્રહારો કર્યા હતા.
ઉર્ફીના આ આક્ષેપ પર હવે ચેતન ભગતે પણ પ્રતિક્રિયા આપી છે. ચેતન ભગતે પોતાના ટ્વિટમાં લખ્યું - મારા ક્યારેય વાત/ચેટ/મુલાકાત/પરિચિય નથી. મારા પર લાગી રહેલ આ આક્ષેપ ખોટા છે. આ નકલી છે, જૂઠ્ઠાણું છે. મેં કોઈની ટીકા નથી કરી અને મને લાગે છે કે લોકો ઈન્સ્ટાગ્રામ પર સમય બગાડવાનું બંધ કરે અને ફિટનેસ-કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરે. મારી આ ટિપ્પણીમાં કંઈ ખોટું નથી.
Have never spoken to/chatted with/met/ known someone where it’s being spread that I have done so. It’s fake. a lie.also a Non issue.Haven’t criticised anyone.And I also think there’s nothing wrong in telling people to stop wasting time on Instagram and focus on fitness and career
જો કે ચેતન ભગતે પોતાના ટ્વીટમાં કોઈનું નામ લખ્યું નથી. તાજેતરમાં જ ચેતન ભગતે એક ઈવેન્ટમાં ઉર્ફી જાવેદ વિશે કહ્યું હતું કે, 'આજે યુવાનો ઉર્ફી જાવેદના વીડિયો જોઈ રહ્યા છે અને તેના ફોટાને લાઈક કરી રહ્યા છે. જોકે ઉર્ફીના ડ્રેસ કે અન્ય બાબતે ભગતે કહ્યું હતુ કે અહીં ઉર્ફીની ભૂલ નથી. તે પોતાની કારકિર્દી બનાવી રહી છે પરંતુ લોકો પથારીમાં ઘૂસીને ઉર્ફીના ફોટા જોઈ રહ્યા છે. હું પણ આજે ઉર્ફીના બધા ફોટા જોઈને આવ્યો છું.
ભગતના આ નિવેદન પર ઉર્ફીએ આક્રોશ ઠાલવતા કહ્યું કે, તમારી આ પ્રકારની માનસિકતા જ લોકોમાં રેપ કલ્ચરને પ્રોત્સાહન આપી રહી છે, તેને રોકો. પુરુષો ભૂલો કરતા રહે છે અને તેના માટે મહિલાઓ દોષિત ઠરે છે, તે 80ના દાયકાની વાત છે મિસ્ટર ચેતન ભગત. અને વાત રહી યુવાધનને બગાડવાની તો તમારા જેવા લોકો તેમને શીખવે છે કે કેવી રીતે પોતાની ભૂલોનો દોષનો ટોપલો બીજા પર ઢોળવો. તમે મને નહિ પણ યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છો.
ઉર્ફીએ એક ન્યૂઝ આર્ટિકલનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ચેતન ભગતે #MeToo મૂવમેન્ટ દરમિયાન તેમની કથિત WhatsApp ચેટના સ્ક્રીનશોટ લીક થયા બાદ માફી માંગી હતી.
ઉર્ફીએ ઉમેર્યું હતુ કે, તેમના જેવા પુરૂષો હંમેશા પોતાની ખામીઓને સ્વીકારવાને બદલે સ્ત્રીઓને દોષી ઠેરવશે. માત્ર એટલા માટે કે તમે વિકૃત છો તેનો અર્થ એ નથી કે તે છોકરીનો દોષ છે અથવા તેણીએ શું પહેર્યું છે. મારા કપડાં યુવાન છોકરાઓને કેવી રીતે વિચલિત કરી રહ્યા છે તેના પર ટિપ્પણી કરીને બિનજરૂરી રીતે મને વાતચીતમાં ખેંચી રહ્યાં છો. શું તમે છોકરીઓને મેસેજ કરો છો તેમાં મહિલાઓ વિચલિત નથી થતી?
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર