મસ્જિદમાં વીડિયો બનાવીને આ પાકિસ્તાની અભિનેત્રી ફસાઈ, હિન્દી ફિલ્મમાં કરી ચૂકી છે કામ

તસવીર: @sabaqamarzaman/Instagram

પાકિસ્તાનની એક કોર્ટે બુધવારે સબા કમર અને ગાયક બિલાલ સઈદ પર લાહોરની એક ઐતિહાસિક મસ્જિદમાં ‘ડાન્સ વિડીયો’ના શૂટિંગ સંબંધિત કેસમાં આરોપ ઘડ્યો છે. વિડીયો સંબંધિત કેસ ગયા વર્ષે ફાઈલ કરવામાં આવ્યો હતો.

 • Share this:
  લાહોર. ઈરફાન ખાન (Irrfan Khan) સાથે 2017માં રિલીઝ થયેલી ફિલ્મ ‘હિન્દી મીડિયમ’ (Hindi Medium)માં જોવા મળેલી પાકિસ્તાની અભિનેત્રી સબા કમર (Saba Qamar)ની મુશ્કેલી વધી ગઈ છે. પાકિસ્તાનની એક કોર્ટે બુધવારે આ અભિનેત્રી વિરુદ્ધ આરોપ ઘડ્યો છે. સબા કમર પર લાહોરની એક ઐતિહાસિક મસ્જિદમાં ‘ડાન્સ વિડીયો’ના શૂટિંગ સંબંધિત કેસમાં આરોપ ઘડવામાં આવ્યો છે. વિડીયો સંબંધિત કેસ ગયા વર્ષે ફાઈલ કરવામાં આવ્યો હતો.

  ન્યાયિક મેજિસ્ટ્રેટ જાવેરિયા ભટ્ટીની અદાલતમાં ચાર્જ નક્કી થયો એ દરમ્યાન સબા કમર અને ગાયક બિલાલ સઈદ હાજર રહ્યા હતા. બંને પર વઝીર ખાન મસ્જિદ (લાહોરના જૂના શહેરમાં)ને અપવિત્ર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. મેજિસ્ટ્રેટે પ્રોસિક્યુશનને આગામી સુનાવણી દરમ્યાન 14 ઓક્ટોબરે પોતાના સાક્ષી રજૂ કરવાનો આદેશ આપ્યો છે. બંને આરોપીઓએ અદાલત સમક્ષ ગુનો કબૂલ ન કર્યો અને કહ્યું કે તેઓ આ કેસ લડશે.

  આ પણ વાંચો: કાજોલે નવી ફિલ્મની કરી જાહેરાત, સલમાન ખાનની આ હિરોઈન સાથે પહેલી વખત કામ કરશે

  એફઆઈઆર (FIR) મુજબ, સબા અને બિલાલે મસ્જિદ સામે નાચવા-ગાવાનો એક વિડીયો શૂટ કર્યો હતો. આ ઘટના પર પાકિસ્તાનના લોકોએ પણ નારાજગી દર્શાવી હતી. પંજાબ પ્રાંતની સરકારે આ સિલસિલામાં બે વરિષ્ઠ અધિકારીઓને પણ બરતરફ કર્યા છે. આ ઘટના સામે આવ્યા બાદ સોશ્યલ મીડિયા પર એક્ટ્રેસને આકરી પ્રતિક્રિયાનો સામનો કરવો પડ્યો હતો. યુઝર્સે સબાની ટીકા કરીને આ ઘટનાને વખોડી હતી.

  આ પણ વાંચો: ઉર્વશી રૌતેલાએ ઋષભ પંતને બર્થ ડે વિશ કર્યું; વાયરલ થયા ફની memes

  સોશ્યલ મીડિયા પર મુશ્કેલી વધ્યા બાદ સબા કમર અને બિલાલ સઈદે માફી માગી લીધી હતી. લાહોર પોલીસે 2020માં સબા કમર અને સિંગર બિલાલ સઈદ વિરુદ્ધ પાકિસ્તાની પિનલ કોડની કલમ 295 અંતર્ગત લાહોરમાં એક મસ્જિદ વઝીર ખાનને ‘અપવિત્ર’ કરવાના આરોપમાં કેસ ફાઈલ કર્યો હતો.

  આ પણ વાંચો: મુનમુન દત્તા સાથે ફલર્ટ કરે છે તેનો પરિણીત મિત્ર, ‘બબીતાજી’ આપે છે આવી પ્રતિક્રિયા

  એક્ટ્રેસે પોતાની સફાઈમાં કહ્યું હતું કે આ એક નિકાહ (વિવાહ)ના સીનનો સંગીત વિડીયો હતો જે ન તો કોઈ પ્રકારના પ્લેબેક મ્યુઝિક સાથે શૂટ કરવામાં આવ્યો હતો કે ન તો એને મ્યુઝિક ટેકમાં એડિટ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે સબા કમર સોશ્યલ મીડિયા પર બહુ એક્ટિવ રહે છે. તે પાકિસ્તાનની જાણીતી ટીવી અને ફિલ્મ અભિનેત્રી છે. ફિલ્મ ‘હિન્દી મીડિયમ’થી બોલિવુડમાં ડેબ્યુ કર્યા બાદ ફિલ્મફેર દ્વારા તેને બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસ માટે નોમિનેટ કરવામાં આવી હતી. ‘હિન્દી મીડિયમ’માં સબાની પર્ફોર્મન્સના વખાણ થયા હતા.
  Published by:Nirali Dave
  First published: