Home /News /entertainment /The Kapil Sharma Show: ચંદન પ્રભાકરે જણાવ્યું ‘ધ કપિલ શર્મા શો’ છોડવાનું કારણ

The Kapil Sharma Show: ચંદન પ્રભાકરે જણાવ્યું ‘ધ કપિલ શર્મા શો’ છોડવાનું કારણ

ફાઈલ તસવીર

શોના પહેલા એપિસોડમાં (The Kapil Sharma Episode 1)માં ચંદૂને જોઈને દર્શકો હેરાન રહી ગયા હતા. તાજેતરમાં ચંદન પ્રભાકરે એલાન કર્યું હતું કે, તેમણે આ શો છોડી દીધો છે.

  ફેમસ કોમેડી શો ધ કપિલ શર્મા શો (The Kapil Sharma Show)એ નવી સ્ટાર કાસ્ટ સાથે વાપસી કરી છે. શોની નવી સીઝનના પહેલા એપિસોડમાં કપિલના ફેવરિટ એક્ટર અક્ષય કુમાર પોતાની ફિલ્મ ‘કઠપુતલી’ના પ્રમોશન કરતા જોવા મળ્યા. જો આ શોની વાત કરવામાં આવે તો ચંદૂ ઉર્ફે ચંદન પ્રભાકર (Chandan Prabhakar) પણ દર્શકોનું મનોરંજન કરતા જોવા મળ્યા હતા.

  શોના પહેલા એપિસોડમાં (The Kapil Sharma Episode 1)માં ચંદૂને જોઈને દર્શકો હેરાન રહી ગયા હતા. તાજેતરમાં ચંદન પ્રભાકરે એલાન કર્યું હતું કે, તેમણે આ શો છોડી દીધો છે. આ જાહેરાત બાદ ચંદન ફરી આ શોમાં જોવા મળતા લોકોના મૂંઝવણ ઊભી થઈ રહી છે.

  આપને જાણકારી આપીએ તો ચંદન પ્રભાકર કપિલ શર્માના ખાસ મિત્ર છે. તેમણે ઘણા સમય સુધી કપિલના શોમાં કામ કર્યું છે. આ પરિસ્થિતિમાં ચંદૂને ફરી આ શોમાં જોતા દર્શકો શોક થઈ ગયા છે. ચંદને ‘ધ કપિલ શર્મા શો’ છોડવાનું કારણ જણાવ્યું છે.

  ચંદન પ્રભાકરે જણાવી હકીકત


  ‘ઈ ટાઈમ્સ’ સાથે વાત કરતા ચંદન પ્રભાકરે (Chandan Prabhakar) જણાવ્યું છે કે, ‘હું છેલ્લા પાંચ વર્ષથી આ શોનો એક ભાગ રહ્યો છું. સમયના કારણે મેં થોડો બ્રેક લીધો છે. મને એવું લાગે છે કે, જ્યારે લાંબા સમય સુધી તમે કોઈ પ્રોજેક્ટનો ભાગ રહો છો તો તમારે એક બ્રેક લઈને અન્ય બાબતો પર ધ્યાન આપવું જોઈએ. હું એક વેબ શોમાં કામ કરવાનું વિચારી રહ્યો છું, ઉપરાંત હું મારા પરિવાર સાથે સારો સમય પસાર કરવા માગું છું.’

  આ પણ વાંચોઃ-Vasaladi: નવરાત્રિ પહેલાં ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકનું નવું ગીત રિલીઝ, 'વાસલડી' સાંભળતા જ ઝૂમી ઉઠશે ખેલૈયાઓ

  વાદ વિવાદની અફવાઓને નકારી દીધી


  એક ઈન્ટરવ્યૂમાં ચંદને વાદ વિવાદની અફવાઓને નકારી દીધી છે. અફવાઓ ફેલાવવામાં આવી હતી કે, ચંદન અને કપિલ વચ્ચે કોઈ બાબતે વિવાદ થઈ ગયો છે. પ્રાપ્ત થયેલ રિપોર્ટ અનુસાર ‘અનેક વાર તમે નક્કી કરી શકતા નથી કે, તમારે શું કરવું છે, હું આ શો કરવા અંગે નિશ્ચિત નહોતો.

  આ પણ વાંચોઃ-તાપસી પન્નુ રિપોર્ટર પર ગુસ્સે થઈ કહ્યું, ‘બૂમો ના પાડો’, પછી કહેશો કે એક્ટર્સમાં નમ્રતા જેવું કંઈ છે જ નહીં

  એક એપિસોડ કર્યા બાદ મેં નિર્ણય લીધો છે કે, મારે બ્રેક લેવો જોઈએ. લોકોએ આ બાબતે કોઈ ઊંધો અર્થ ન કાઢવો જોઈએ.’ થોડા સમય પહેલા ભારતી સિંહનું નામ પણ સામે આવ્યું હતું અને કહ્યું હતું કે તે પણ આ વખતે કપિલના શોમાં હાજરી નહીં આપે.
  Published by:ankit patel
  First published:

  Tags: Entertainment Enws, The kapil sharma show

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन