અનુષ્કાને ક્રિકેટરની ભૂમિકામાં જોઈને કેટલાક લોકો ખુશ છે તો કેટલાકે અભિનેત્રી પર નિશાન સાધવાનું શરૂ કર્યું
અનુષ્કા (Anushka Sharma) તેના આગામી પ્રોજેક્ટ 'ચકડા એક્સપ્રેસ' (Chakda Xpress) માં પૂર્વ ભારતીય કેપ્ટન અને ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામી (Jhulan Goswami) ના રોલમાં જોવા મળશે. અભિનેત્રીએ ગુરુવારે જ ફિલ્મની પ્રથમ ઝલક શેર કરી હતી
મુંબઈઃ અનુષ્કા શર્મા (Anushka Sharma) ના ફેન્સ ઘણા સમયથી તેના કમબેકની રાહ જોઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં, અભિનેત્રીએ ગુરુવારે સોશિયલ મીડિયા દ્વારા તેની વાપસીની જાહેરાત કરી છે. અનુષ્કા શર્મા ત્રણ વર્ષ બાદ વાપસી કરવા માટે તૈયાર છે. અનુષ્કા તેના આગામી પ્રોજેક્ટ 'ચકડા એક્સપ્રેસ' (Chakda Xpress) માં પૂર્વ ભારતીય કેપ્ટન અને ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામી (Jhulan Goswami) ના રોલમાં જોવા મળશે. અભિનેત્રીએ ગુરુવારે જ ફિલ્મની પ્રથમ ઝલક શેર કરી હતી, જેમાં તે ક્રિકેટના મેદાનમાં જોવા મળી રહી છે. અનુષ્કાને ક્રિકેટરની ભૂમિકામાં જોઈને કેટલાક લોકો ખુશ છે તો કેટલાકે અભિનેત્રી પર નિશાન સાધવાનું શરૂ કર્યું છે.
સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ અનુષ્કા શર્માના લુક, તેના રંગ અને ભાષાને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર તેના લુક માટે ટ્રોલ થઈ રહી છે. કેટલાક તેના ઘેરા રંગ પર સવાલ ઉઠાવી રહ્યા છે તો કેટલાક બંગાળી બોલી રહ્યા છે. 'ચકડા એક્સપ્રેસ'ના ટીઝર પર લોકોએ વિવિધ કોમેન્ટ્સ કરી છે. યુઝર્સનું કહેવું છે કે, અભિનેત્રી કોઈ પણ એન્ગલથી ઝુલન ગોસ્વામી જેવી દેખાતી નથી.
ટ્વિટર પર છકડા એક્સપ્રેસની ખૂબ ચર્ચા થઈ રહી છે. જ્યાં અભિનેત્રીના ચાહકો તેને ક્રિકેટરના અવતારમાં જોવા માટે ઉત્સુક છે, ત્યારે કેટલાકનું કહેવું છે કે, તે તેના વાસ્તવિક અવતારમાં સારી દેખાય છે. ચકડા એક્સપ્રેસના ટીઝરમાં અનુષ્કાએ કેટલીક બંગાળી લાઈનો બોલી છે, જે બંગાળી બોલનારાઓને પસંદ નથી.
'ચકડા એક્સપ્રેસ'માં અનુષ્કાના લુક પર ટિપ્પણી કરતા એકે કહ્યું- 'અડધી પણ ઝુલન જેવી નથી લાગતી. ન તો ઊંચાઈથી, ન રંગથી કે ન ભાષાથી. તેનો બાંગ્લા ઉચ્ચાર વિચિત્ર લાગે છે.’ બીજાએ લખ્યું- ‘જેમ તે કહી રહી છે, પણ ચિંતા કરશો નહીં…. એવું લાગે છે કે ફિલ્મ નિર્માતાઓએ વિચાર્યું કે, ઝૂલન એક સ્થળાંતરિત બંગાળી છે.' તો, અભિનેત્રીના એક ચાહકે, તેના ટીઝર પર પ્રતિક્રિયા આપતા લખ્યું - 'અનુષ્કા એક અદ્ભુત અભિનેત્રી છે, હું તેની વિરુદ્ધ નથી, પરંતુ તેની વિચિત્ર રીતો. બંગાળી તરીકે મને તેની બંગાળી બોલવામાં સમસ્યા છે.
તમને જણાવી દઈએ કે, ઝુલન ગોસ્વામી (Jhulan Goswami) એક બંગાળી ક્રિકેટર છે જે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન રહી ચુકી છે. આ ફિલ્મમાં અનુષ્કા ઝુલન ગોસ્વામીનું પાત્ર ભજવતી જોવા મળશે. આ ફિલ્મ ઝુલન ગોસ્વામીની છકડા શહેરથી રાષ્ટ્રીય ટીમમાં રમવા સુધીની સફર વર્ણવે છે. અનુષ્કા શર્મા (Anushka Sharma) છેલ્લે 2018ની ઝીરોમાં જોવા મળી હતી. જેમાં તેની સાથે શાહરૂખ ખાન અને કેટરીના કૈફ પણ લીડ રોલમાં હતા.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર