'આપકે આ જાને સે..' ડાંસિંગ અંકલનો વધુ એક વીડિયો થયો વાયરલ

'આપકે આ જાને સે..' ડાંસિંગ અંકલનો વધુ એક વીડિયો થયો વાયરલ
તમને જણાવી દઈએ કે, ડાન્સિંગનો વીડિયો વાયરલ થતા જ સંજીવ શ્રીવાસ્તવની જિંદગી એકદમ બદલાઈ ગઈ

તમને જણાવી દઈએ કે, ડાન્સિંગનો વીડિયો વાયરલ થતા જ સંજીવ શ્રીવાસ્તવની જિંદગી એકદમ બદલાઈ ગઈ

 • Share this:
  મધ્યપ્રદેશના ડાન્સિંગ અંકલ સંજીવ શ્રીવાસ્તવના 'આપકે આ જાને સે..' ગીત પરના ડાન્સને ભલા કોણે નહી જોયો હોય? રાતોરાત ચર્ચામાં આવી ગયેલા સંજીવ શ્રીવાસ્તવનો વધુ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

  તમને જણાવી દઈએ કે, સંજીવ શ્રીવાસ્તવને આ પ્રસિદ્ધી ગ્વાલિયરમાં પોતાના સંબંધિને ત્યાં લગ્નમાં કરેલા ડાન્સના કારણે મળી હતી. આ વીડિયોને લોકોએ ખુબ પસંદ કર્યો. સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનાર આ ડાન્સને લોકોએ ખુબ વખાણ્યો હતો.  સંયુક્ત અરબ અમિરાતના સંગીતકાર અને નિર્માતા જસીમે ભારતીય ગાયક બેની દયાલ સાથે મળીને એક ગીત શૂટ કર્યું છે. આ ગીતને ચાચા નાચનું શિર્ષક આપ્યું છે. આજકાલ આ ગીત ચર્ચામાં આવી ગયું છે.

  તમને જણાવી દઈએ કે, ડાન્સિંગનો વીડિયો વાયરલ થતા જ સંજીવ શ્રીવાસ્તવની જિંદગી એકદમ બદલાઈ ગઈ. તેમને બોલિવુડમાંથી પણ કેટલીએ ઓફરો મળી. મુંબઈમાં સંજીવ શ્રીવાસ્તવને સુનિલ શેટ્ઠી, સલમાન ખાન, માધુરી દિક્ષીત, ગોવિંદા જેવી કેટલીએ હસ્તીઓ સાથે મળવાનો મોકો મળ્યો.  બોલીવુડ સેલેબ્સ સિવાય મધ્યપ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સોશિયલ મીડિયા પર શ્રીવાસ્તવ માટે એક સંદેશ પોસ્ટ કર્યો હતો. શિવરાજ સિંહ ચૌહાણ ડાન્સિંગ અંકલ સંજીવ શ્રીવાસ્તવને મળ્યા પણ હતા.
  First published:March 15, 2019, 21:07 pm

  टॉप स्टोरीज