Home /News /entertainment /શ્વેતા તિવારી માટે સીઝેન ખાને કેમ કહ્યું- 'તે મારી પહેલી અને છેલ્લી ભૂલ હતી'

શ્વેતા તિવારી માટે સીઝેન ખાને કેમ કહ્યું- 'તે મારી પહેલી અને છેલ્લી ભૂલ હતી'

file photo

ઘણી વખત શ્વેતા તિવારી (Shweta Tiwari) અને સીઝેન ખાન (Cezanne Khan) અંગે ચર્ચાઓ થતી રહેતી હોય છે. બંનેની જોડી દર્શકોને ખુબજ પસંદ આવી હતી. તે સમયમાં કહેવામાં આવતું હતું કે, બંને વચ્ચે જરાં પણ બનતું ન હતું. તો કોઇ કહેતું કે તેઓ એકબીજાને ડેટ કરતાં હતાં.

વધુ જુઓ ...
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એકતા કપૂરનાં શો 'કસૌટી જિંદગી કી' (Kasautii Zindagii Kay) ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ પસંદ થતો શો હતો અને બેસ્ટ શોમાંથી એક માનવામાં આવતો હતો. આ શોમાં શ્વેતા તિવારી (Shweta Tiwari) અને સીઝેન ખાન (Cezanne Khan) હતાં. અને ઘર ઘરમાં તેઓ તેમનાં પ્રેરણા અને અનુરાગનાં પાત્રથી જાણીતા થઇ ગયા હતાં. આ શો દર્શકોનો પસંદિદા શોમાંથી એક હતો. શ્વેતા અને સીઝને અંગે ચર્ચાઓમાં રહેતી કોઇ કહેતું કે આ જોડી બંને વચ્ચે જરાં પણ બનતું ન હતું. તો કોઇ કહેતું કે તેઓ એકબીજાને ડેટ કરતાં હતાં.

આ પણ વાંચો- Karan Mehraની વધી મુશ્કેલીઓ, Nisha Rawalએ ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવ્યો કેસ

જોકે, બંને જ સ્ટાર તરફથી બંનેમાંથી કોઇપણ પ્રકારનાં સમાચાર પર ક્યારેય પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પણ હવે સીઝેન ખાને પહેલી વખત શ્વેતા તિવારી સાથે તેની બોન્ડિંગ પર વાત કરી છે.

એક્ટરે ઇન્ડિયા ફોરમ્સ સાથે વાતચીતમાં કહ્યું કે, 'શ્વેતા તિવારી મારી પહેલી અને અંતિમ ભૂલ હતી. હું આનાથી વધારે કંઇ નહીં કહું. મને તેનાંથી હવે કોઇ જ મતલબ નથી. અને ન તો તે મારા માટે કઇ મહત્વ ધરાવે છે. જોકે, હું મારા જીવનમાં અન્ય કોઇને આ રીતે નહીં જોઇ શકું. કોઇની આટલી નિકટ નહીં થઇ શકું. જેટલો તેની નિકટ રહ્યો હતો.'




સીઝેને 'કસૌટી જિંદગી કે'નાં દિવસોને યાદ કરતાં કહ્યું કે, 'કસૌટી મારા દિલની એટલો નજીક રહ્યો છે, જેટલી શ્વેતાનાં. અમે બંને ઘણાં પ્રોફેશનલ હતાં. અમે અમારો સીન કરતાં અને ડિરેક્ટરનાં કટ બોલતા જ અમે અમારી જગ્યાએ ચાલ્યા જતા. આ અમારી એક સારી વાત હતી. '

આ પણ વાંચો- Tarak Mehta...: નટૂ કાકાએ કેન્સરની ટ્રિટમેન્ટ દરમિયાન કર્યું શૂટિંગ, ચહેરામાં દેખાયો ફરક

આપને જણાવી દઇએ કે, હાલમાં શ્વેતા તિવારી ખતરો કે ખેલાડી 11 અને શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કીમાં નજર આવે છે. આ પહેલાં તે મેરે ડેડ કી દુલ્હનમાં નજર આવી હતી. તેનો તે શો ખુબજ વખાણાયો હતો. હાલમાં તે તેની પર્સનલ લાઇફમાં તેનાં દીકરા રેયાંશની કસ્ટડી અને અભિનવ કોહલી સાથેની બબાલને કારણે ચર્ચામાં રહે છે.
First published:

Tags: Cizanne khan, First and Last Mistake, Gujarati news, Kasautii Zindagii kay, News in Gujarati, Shweta-tiwari, Tv news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો