Home /News /entertainment /બાલ ઠાકરેની બાયોપિક પર સેન્સરને વાંધો; શિવસેનાએ કહ્યું- કટ વગર રિલીઝ થશે

બાલ ઠાકરેની બાયોપિક પર સેન્સરને વાંધો; શિવસેનાએ કહ્યું- કટ વગર રિલીઝ થશે

બાલા સાહેબ ઠાકરેના પાત્રમાં નવાજુદ્દીન સિદ્દીકી

મંગળવારે નવાજુદ્દીન સિદ્દીકીએ પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ દ્વારા બુધવારે ટ્રેલર રિલીઝની જાણકારી આપી

    ન્યૂઝ18 ગુજરાતી: ટ્રેલર લોન્ચ પહેલા જ બાલાસાહેબ ઠાકરેની બાયોપિક વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. સેન્સર બોર્ડે ફિલ્મના ત્રણ ડાયલોગ્સ પર વાંધો ઉઠાવ્યો છે. જે ડાયલોગ્સને લઈને સેન્સર બોર્ડે વાંધો ઉઠાવ્યો છે, તે દક્ષિણ ભારતીયો અને બાબરી મસ્જિદ સાથે જોડાયેલા છે. બીજી તરફ, ફિલ્મ પ્રોડ્યૂસર, સ્ક્રિપ્ટ રાઇટર અને શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે કોઈ કટ વગર જ ટ્રેલર લોન્ચ કરવામાં આવશે.

    સંજય રાઉતે આ મામલે કહ્યું કે, મૂવી અને ટ્રેલરમાં કેટલાક કટ લગાવવાનું કહેવામાં આવ્યું છે પરંતુ કટ્સ વગરનું જ ટ્રેલર લોન્ચ થશે. આ કોઈ લવ સ્ટોરી છે શું? આ બાલ ઠાકરેની મૂવી છે એન જેવી છે તેવી જ ફિલ્મ પણ તેમના જીવન પર આધારિત છે.

    ફિલ્મમાં નવાજુદ્દીન સિદ્દીકી મુખ્ય પાત્રમાં નજરે પડશે. ફિલ્મ 25 જાન્યુઆરી રોજ રિલીઝ થશે.

    મળતી માહિતી મુજબ, આ ફિલ્મને વધુ ખાસ બનાવવા માટે બાલાસાહેબ ઠાકરેના અંગત જીવન સાથે જોડાયેલી અનેક બાબતો પણ દર્શાવવામાં આવશે. જાન્યુઆરીમાં રિલીઝ થનારી આ ફિલ્મમાં નવાજ ઉપરાંત અમૃતા રાવ પણ જોવા મળશે.

     મંગળવારે નવાજુદ્દીન સિદ્દીકીએ પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ દ્વારા બુધવારે ટ્રેલર રિલીઝની જાણકારી આપી. આ પહેલા નવાજુદ્દીન પાકિસ્તાની લેખક સઆદત હસન મંટોની બાયોપિકમાં જોવા મળી ચૂક્યો છે. તે ફિલ્મમાં નવાજે મંટોનું પાત્ર ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યું હતું, હવે દર્શકોને ઠાકરેમાં પણ તેની પાસે આવી જ આશાઓ છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Censor Board, Shiv sena, ફિલ્મ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन