Celina Jaitly Birthday: જ્યારે સની લિયોનીએ કર્યું આવું કામ, નારાજ સેલિના જેટલીએ તેને ઘરમાંથી કાઢી મૂકી

સેલિના જેટલી જન્મદિવસ

લગભગ 6 વર્ષ પહેલા અભિનેત્રી સની લિયોનીએ મુંબઈમાં સેલિના જેટલીનું ઘર ભાડે લીધું હતું, પરંતુ પછી કંઈક એવું થયું કે સેલિનાએ સનીને ઘરની બહારનો રસ્તો બતાવી દીધો

  • Share this:
    મુંબઈ : આજે બોલિવૂડ (Bollywood) અભિનેત્રી (Actress) સેલિના જેટલી (Celina Jaitly)નો જન્મદિવસ (Birthday) છે અને તે 40 વર્ષની થઈ ગઈ છે. સેલિનાનો જન્મ 24 નવેમ્બર 1981ના રોજ હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના શિમલા (Simla)માં થયો હતો. તેમના પિતા કર્નલ વીકે જેટલી પંજાબી હિન્દુ હતા જ્યારે તેમની માતા મીતા અફઘાન હિન્દુ અને ભારતીય સેનામાં નર્સ (Nurse) હતી.

    આ ફિલ્મોમાં કામ કર્યું

    એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતા પહેલા સેલિનાએ કોલકાતાની એક મોબાઈલ કંપની સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તે વર્ષ 2001માં ફેમિના મિસ ઈન્ડિયા બની અને વર્ષ 2003માં તેણે ફરદીન ખાનની સામે ફિલ્મ જાનશીનથી અભિનય કારકિર્દીની શરૂઆત કરી. સેલિના જેટલીએ ખેલ- નો ઓર્ડિનરી ગેમ, સુર્યમ, નો એન્ટ્રી, ઝિંદા, અપના સપના મની મની, મની હૈ તો હની હૈ, ગોલમાલ રિટર્ન્સ, પેઇંગ ગેસ્ટ, હેલો ડાર્લિંગ અને થેંક યુ સહિત ઘણી બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે.

    જ્યારે સેલિનાએ સની લિયોનીને ઘરમાંથી કાઢી મુકી

    લગભગ 6 વર્ષ પહેલા અભિનેત્રી સની લિયોનીએ મુંબઈમાં સેલિના જેટલીનું ઘર ભાડે લીધું હતું, પરંતુ પછી કંઈક એવું થયું કે સેલિનાએ સનીને ઘરની બહારનો રસ્તો બતાવી દીધો. વાસ્તવમાં, માહિતી અનુસાર, સની લિયોનીએ ઘરને ખૂબ જ ખરાબ સ્થિતિમાં રાખ્યું હતું. બાથરૂમ ગંદુ હતું જ્યારે સેલિનાનું ફર્નિચર બાલ્કનીમાં રાખવામાં આવ્યું હતું અને તે બગડી રહ્યું હતું. આ જોઈને સેલિના ગુસ્સામાં આવી ગઈ અને તેણે સનીને ઘર ખાલી કરવા કહ્યું.

    આ પણ વાંચોBollywood: પિતા સલીમ ખાનના બીજા લગ્નથી ભડકી ગયો હતો સલમાન ખાન, આવું હતું તેનું રિએક્શન

    સેલિના ત્રણ પુત્રોની માતા છે

    સેલિનાના અંગત જીવન વિશે વાત કરીએ તો, તેણે 23 સપ્ટેમ્બર 2010ના રોજ ઓસ્ટ્રેલિયન બિઝનેસમેન અને હોટેલિયર પીટર હાગ સાથે લગ્ન કર્યા. હવે તેને ત્રણ પુત્રો છે. બે જોડિયા પુત્રો, વિન્સ્ટન અને વિરાજ હાગ, જેઓ 8 વર્ષના છે. તો ત્રીજો પુત્ર આર્થર હાગ ત્રણ વર્ષનો છે. અભિનેત્રી માતૃત્વનો ભરપૂર આનંદ માણી રહી છે. તે અવારનવાર તેના બાળકો સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
    Published by:kiran mehta
    First published: