એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર વરૂણ ધવન અને ફેશન ડિઝાઇનર નતાશા દલાલ આજે અલીબાગનાં મેંશન હાઉસ રિઝોર્ટમાં લગ્ન કરવાનાં છે ત્યારે આ લગ્નમાં ભાગ લેવાંનાં પરિવારનાં લોકોની સાથે સાથે સેલિબ્રિટીઝ પણ પહોંચી ગયા છે. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ છે.
રિપોર્ટ મુજબ વરૂણ નતાશાનાં લગ્ન 12.30થી 12.55નાં મૂહુર્તમાં થઇ ગયા છે. તે પહેલાં જ પંડિતજી પણ લગ્નની વિધીઓ માટે ત્યાં પહોંચી ગયા હતાં જેમની તસવીરો સામે આવી હતી.
વરુણ અને નતાશાનાં લગ્નનાં વેન્યૂની બહાર એમ્બ્યુલન્સ પણ જોવા મળી હતી. આપને જણાવી દઇએ કે, ત્યાં લોકોની સેફ્ટી માટે આ એમ્બ્યુલન્સ પણ જોવા મળી હતી.
વરૂણ નતાશાનાં લગ્નમાં 50 જ મેહમાન જ ઇનવાઇટ કરવામાં આવ્યાં છે. લગ્નમાં શામેલ થનારા ગેસ્ટનાં મોબાઇલ ફોન રાખવાની મંજૂરી નથી મળી. સાથે જ પરિવારનાં ફ્લેક્સ બોર્ડ્સ પણ હટાવી દીધા છે. જેથી કોઇ બહારનાં તસવીરો ક્લિક ન કરે.
વરૂણ અને નતાશાનાં લગ્ન બાદ તુરંત જ હનીમૂન માટે રવાના થશે. શરૂમાં ખબર હતા કે, જ્યાં સુધી વરૂણ તેની આવનારી ફિલ્મ માટે શૂટિંગ પૂર્ણ નથી કરતો ત્યાં સુધી તેઓ વેકેશન નહીં લે. પણ અપડેટ છે કે તેઓ લગ્ન બાદ હનીમૂન માટે તુર્કી જવાનાં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર