#MSDhoniTheUntoldStory: 5 વર્ષ પહેલા થિયેટર બની ગયા હતા સ્ટેડિયમ, ફેન્સે સુશાંતને આ રીતે કર્યો યાદ

સુશાંત સિંહ રાજપૂતે ફિલ્મમાં એમએસ ઘોનીનું પાત્ર ભજવ્યું છે.

વર્ષ 2016માં આજના જ દિવસે રીલીઝ (celebrate 5 years of MSDhoni The Untold Story) થયેલી ફિલ્મ અને ક્રિકેટર મેન્દ્રસિંહ ધોનીની બાયોપિક MS Dhoni The Untold Storyમાં અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે (Sushant Singh Rajput)  મહેન્દ્રસિંહ ધોનીનું (MahendraSingh Dhoni)  પાત્ર ભજવ્યું હતું.

  • Share this:
નવી દિલ્હી:  વર્ષ 2016માં આજના જ દિવસે રીલીઝ (celebrate 5 years of MSDhoni The Untold Story) થયેલી ફિલ્મ અને ક્રિકેટર મેન્દ્રસિંહ ધોનીની બાયોપિક MS Dhoni The Untold Storyમાં અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે (Sushant Singh Rajput)  મહેન્દ્રસિંહ ધોનીનું (MahendraSingh Dhoni)  પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મને આજે પાંચ વર્ષ થતા સુશાંતના ફેન્સ ભાવૂક થયા હતા. સોશ્યલ મીડિયામાં વિડીયો અને ફોટોઝ દ્વારા આ ફિલ્મની ખાસ ક્ષણોને સોશ્યલ મીડિયા યુઝર્સ યાદ કરી રહ્યા છે. એક જૂનો વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોઇ શકાય છે કે આ મૂવીને લઇને લોકો કેટલા ઉત્સાહિત હતા. ક્લાઇમેક્સનો સીન જોઇને આખું થિયેટર ગર્વથી ભરાઇ ગયું હતું અને લોકો એટલા જ ખુશ હતા જેટલા રીયલ લાઇફની મેચ જોઇને થાય છે. એક ક્ષણ માટે જાણે થિયેટર સ્ટેડિયમમાં પરીવર્તિત થઇ ગયું હતું.

ફિલ્મની વાત કરીએ તો MS Dhoni The Untold Story ક્રિકેટરની જીવન ગાથા છે કે કઇ રીતે તે એક સામાન્ય ખેલાડીમાંથી દેશનો સૌથી પ્રિય ખેલાડી બને છે. ધોનીનું પાત્ર સુશાંતસિંહ રાજપૂતે નિભાવ્યું હતું. આ ફિલ્માં દિશા પટની, કિયારા અડવાણી, ભૂમિકા ચાવલા અને અનુપમ ખેર મહત્વના પાત્રો ભજવ્યા હતા. ફિલ્મને નીરજ પાંડેએ લખી અને ડાયરેક્ટ કરી હતી. જેમાં માહી અને કેપ્ટન કૂલના જીવન સફરને ખૂબ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે.

આ ફિલ્મે લોકોને ધોનીના સંઘર્ષ અને સાહસના સાક્ષી બનવાની સૌથી સુંદર તક આપી છે. ફિલ્મના 5 વર્ષ થવાની સાથે જ ફેન્સ સુશાંતસિંહને પણ ખૂબ યાદ કરી રહ્યા છે અને તેણે ધોનીના પાત્રને આપેલા ન્યાય અંગે સરાહના કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર ફેન્સે અનેક પોસ્ટરો, ફોટાઓ અને ફિલ્મના ખાસ સીનના વીડિયો શેર કરી જૂની યાદોને ફરી તાજી કરી છે.





આ પણ વાંચો: IPL 2021: પોઈન્ટ ટેબલ, ઓરેન્જ-પર્પલ કેપ અપડેટ, આ બે ટીમનું પ્લેઓફમાં સ્થાન નક્કી

આપને જણાવી દઇએ કે અભિનેતા સુશાંતસિંહ રાજપૂત 14 જૂન 2020ના રોજ રહસ્યમય પરિસ્થિતીમાં પોતાના બાંદ્રા એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળ્યો હતો. તેમના આ રહસ્યમય મોત અંગે દેશની મોટી તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે. સુશાંતના ફિલ્મી સફરની વાત કરીએ તો તેણે ટીવી સિરીયલથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણે ‘કાઇ પો છે’ ફિલ્મથી બોલીવૂડમાં પગ મૂક્યો હતો. તેમણે છિછોરે, કેદારનાથ, પીકે જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. તેમની છેલ્લી ફિલ્મ દિલ બેચારા છે, જે તેમના મોત બાદ ડિજીટલ પ્લેટફોર્મ પર રીલીઝ થઇ હતી.

વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
Published by:kuldipsinh barot
First published: