Home /News /entertainment /Sonali Phogat Death Case: ગોવાના CMનું મોટું નિવેદન, સોનાલી ફોગાટના મર્ડર કેસની તપાસ CBIને સોંપવામાં આવશે, આરોપીઓને 5 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

Sonali Phogat Death Case: ગોવાના CMનું મોટું નિવેદન, સોનાલી ફોગાટના મર્ડર કેસની તપાસ CBIને સોંપવામાં આવશે, આરોપીઓને 5 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

સોનાલી ફોગાટના મર્ડર કેસની તપાસ CBIને સોપાઈ

Sonali Phogat Death Case: ટિકટોક સ્ટાર અને ભાજપના નેતા સોનાલી ફોગાટ મર્ડર કેસમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, જો જરૂર પડશે તો કેસની તપાસ CBIને સોંપવામાં આવશે. આ કેસને લઈને તેમની વાત હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર સાથે પણ થઈ છે અને તેમણે પણ તપાસ માટે વિનંતી કરી છે.

વધુ જુઓ ...
ટિકટોક સ્ટાર અને ભાજપના નેતા સોનાલી ફોગાટ મર્ડર કેસમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, જો જરૂર પડશે તો કેસની તપાસ CBIને સોંપવામાં આવશે. આ કેસને લઈને તેમની વાત હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર સાથે પણ થઈ છે અને તેમણે પણ તપાસ માટે વિનંતી કરી છે.

માહિતી આપતાં પ્રમોદ સાવંતે કહ્યું કે, હરિયાણાના CMની સાથે તેમની વાત થઈ છે અને આ મામલામાં ઊંડાણ પૂર્વક તપાસ કરવા વિનંતી કરી છે. તેમણે જણાવ્યું કે, ઔપચારિકતા બાદ જો જરૂર પડશે તો તેઓ આ કેસ CBIને સોંપશે. અમે ઊંડાણ પૂર્વક તપાસ કરી રહ્યા છીએ, આ તપાસમાં જે પણ દોષિત ઠરશે તેને ચોક્કસ સજા કરવામાં આવશે.

Sonali Phogat murder case | Haryana CM spoke with me, requested thorough investigation. He wants CBI to take over after family members met him&asked for same. I don't have an issue with it. After all formalities today, if required, will give this case to CBI: Goa CM Pramod Sawant pic.twitter.com/gkdDIBQ8FO


દોષિતોને કડક સજા કરવામાં આવશે


આ પહેલા પણ મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આશ્વાસન આપ્યું હતું કે, સોનાલી ફોગાટની કથિત હત્યા કેસમાં ઊંડાણપૂર્વણ તપાસ કરવામાં આવે અને સરકાર પોલીસ તપાસમાં સંપૂર્ણ સહયોગ કરી રહી છે. આ કેસમાં જે પણ દોષિત હશે, તેને ગોવા પોલીસ જરૂર સજા આપશે. તેમણે કહ્યું કે આરોપી હજી પોલીસ કસ્ટડીમાં છે અને તપાસ ચાલી રહી છે. રાજ્ય સરકાર દોષિતોને સજા અપાવવા માટે કામ કરશે.

આ સમાચાર વાંચોઃ- સોનાલી ફોગાટના નિધન પહેલા આ બિગ બોસ સેલેબ્સે પણ દુનિયાને અલવિદા કહી દીધું, કોઈ આત્મહત્યા કરી તો કોઈને હાર્ટ અટેક આવ્યો

શંકાસ્પદ પરિસ્થિતિમાં સોનાલી ફોગાટનું મોત થયું


બીજેપી નેતા સોનાલી ફોગાટનું 23 ઓગસ્ટના રોજ ગોવામાં શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થયું હતું. સોનાલીની તબિયત ખરાબ થયા પછી ગોવાની સેંટ એન્થની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યા ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સોનાલી ફોગાટના શરીર પર ઈજાનાં અનેક નિશાન મળ્યા છે. જેના પછી પોલીસે કેસ નોંધ્યો છે.

गोवा में #सोनाली_फोगाट का सीसीटीवी, जहां पर #सोनाली को जबरन ड्रग्स देने की कोशिश की जा रही है.. pic.twitter.com/l3JIgL4sLP



સોનાલીના મૃત્યુ પહેલાનો આ નવો વીડિયો છે. વાયરલ વીડિયો ગોવાની કર્લી રેસ્ટોરાંનો છે. વીડિયોમાં સોનાલી અને તેના પીએ સુધીર સાંગવાન પણ સાથે ડાન્સ કરતા જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે, સોનાલીના મોતના મામલામાં અત્યાર સુધી જે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમાં સુધીર સાંગવાનનો પણ સમાવેશ થાય છે.

પોલીસના જણાવ્યા અનુસાર, તપાસમાં સોનાલી ફોગાટ જે હોટલમાં ગઈ હતી તે જ બાથરૂમમાંથી સિન્થેટિક ડ્રગ મળી આવ્યું હતું. આ કેસમાં પોલીસ બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે. આરોપીએ પોલીસને જણાવ્યું કે, 1.5 ગ્રામ એમડીએમએ ડ્રગ બોટલમાં નાખીને તૈયાર કરવામાં આવ્યું હતું અને પાર્ટી દરમિયાન સોનાલીને તે જ બોટલમાંથી ડ્રગ આપવામાં આવ્યું હતુ.

આ પણ વાંચોઃ- કરોડોની સંપત્તિની માલિક હતી સોનાલી ફોગાટ, ટિકટોક દ્વારા થઇ હતી લોકપ્રિય

આ કેસમાં પોલીસે અત્યાર સુધી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ફોગાટના પીએ સુધીર સાંગવાન, સુખવિંદર સિંહ, કર્લી ક્લબના માલિક અને ડ્રગ પેડલરની પણ ધરપકડ કરી છે. સુધીર સાંગવાન અને સુખવિન્દર સિંહ 22 ઓગસ્ટે સોનાલી ફોગાટ સાથે ગોવા પહોંચ્યા હતા. પછી આ ઘટના બની હતી. સોનાલી ફોગાટના શરીરે ઈજાના નિશાન મળી આવ્યા છે. બીજી તરફ ગોવા પોલીસે સીસીટીવી જપ્ત કર્યા છે. જેમાં સુધીર બોટલથી સોનાલીને કાંઈક પીવડાવતો જોવા મળે છે. પણ ટીકટોક સ્ટાર વારંવાર તેને રોકી રહી છે. પોલીસને શંકા છે કે એ પદાર્થ MDMA ડ્રગ છે જે સોનાલીને અપાઇ રહ્યું છે. હજુ આ પ્રકરણમાં કેમિકલની તપાસ કરવાની બાકી છે.

ગોવા પોલીસે જણાવ્યું કે અત્યાર સુધી 20-25થી વધુ લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. તેમાં કર્લી રેસ્ટોરાંના કર્મચારી પણ સામેલ છે. અંજુના પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્લી ક્લબના માલિકની પૂછપરછ કરી રહી છે. તેમજ આરોપી સુધીર સાંગવાન અને સુખવિંદરને આજે બપોરે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા તેમજ સોનાલી ફોગાટના મોત મામલે બંને આરોપીઓને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
First published:

Tags: Goa CM Pramod Sawant, સીબીઆઇ