સુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ

સુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ
સુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ

આ કેસમાં ગુજરાત કેડરના આઈપીએસ મનોજ શશિધરના નેતૃત્વમાં SITની રચના કરવામાં આવી છે

  • Share this:
    નવી દિલ્હી : સુશાંત સિહ રાજપૂત (Sushant Singh Rajput)કેસ મામલામાં CBIએ અભિનેત્રી રિયા ચક્રવર્તી (Riya Chakraborty)સહિત 6 લોકો સામે કેસ દાખલ કર્યો છે. સીબીઆઈએ રિયા ચક્રવર્તી, ઇન્દ્રજીત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, સૈમુઅલ મિરાંડા, શ્રુતિ મોદી સહિત અન્ય સામે એફઆઈઆર દાખલ કરી છે.

    સીબીઆઈએ ગુરુવારે રિયા ચક્રવર્તી અને અન્ય પાંચ સામે સુશાંત સિંહ રાજપૂતને આત્મહત્યા માટે ઉફસાવવા, આપરાધિક ષડયંત્ર રચવા, ચોરી અને ધમકી આપવા સહિત અન્ય આરોપોમાં કેસ દાખલ કર્યો છે. સીબીઆઈએ આ કેસ બિહાર પોલીસની એફઆઈઆરના આધારે નોંધ્યો છે. સીબીઆઈની એસઆઈટીની ટીમ સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ કરી રહી છે. ટીમે બિહાર પોલીસ પાસેથી અત્યાર સુધીની તપાસના બધા દસ્તાવેજ માંગ્યા છે. સીબીઆઈએ રિયા ચક્રવર્તી સામે IPCની કલમ 341, 348, 380, 406, 306, 506, 420 અને 120B અંતર્ગત કેસ દાખલ કર્યો છે. બિહાર સરકારની ભલામણને બુધવારે કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી.



    આ પણ વાંચો - આઇપીએલ 2020ને હવે સ્પોન્સર નહીં કરે ચીની કંપની વીવો, કરાર સસ્પેન્ડ

    સીબીઆઈ દ્વારા આ મામલામાં એક SITની રચના કરવામાં આવી છે. આ કેસમાં ગુજરાત કેડરના આઈપીએસ મનોજ શશિધરના નેતૃત્વમાં SITની રચના કરવામાં આવી છે. ગુજરાત કેડરની મહિલા આઈપીએસ અધિકારી ગગનદીપ ગંભીર પણ આ ટીમનો ભાગ છે. જે દિલ્હી સ્થિત સીબીઆઈના મુખ્યાલયમાં કાર્યરત છે.
    Published by:Ashish Goyal
    First published:August 06, 2020, 23:05 pm

    ટૉપ ન્યૂઝ