મુંબઇ: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે CBI તપાસનો આજે દસમો દિવસ છે. DRDOનાં ગેસ્ટ હાઉસમાં CBIએ શનિવારે એક્ટ્રેસ રિયા ચક્રવર્તી તેનાં ભાઇ શૌવિક, સિદ્ધાર્થ પિઠાની, રસોઇયા નીરજ સિંહ, સિંહ, હાઉસ કિપર કેશવ, મેનેજર સૈમ્યુઅલ મિરાન્ડા અને અકાઉન્ટટ રજત મેવાતીને ફરી વખત પૂછપરછ માટે બોલાવ્યા છે. રિયાની ગત રોજ પણ આશરે 7 કલાક પૂછપરછ થઇ હતી. જે બાદ રિયા મુંબઇ પોલીસની સુરક્ષામાં ઘરે પહોંચી
LIVE UPDATES
CBIનાં સૂત્રો મજુબ ટીમ સિદ્ધાર્થ પિઠાનીથી સુશાંતની બહેન પ્રિયંકા અને સુશાંત અંગે સવાલ કરી રહી છે. CBIએ અત્યારે મીતૂ સિંહને સમન્સ બજાવ્યા છે અને આ બાદ તેઓ પ્રિયંકાની પણ પૂછપરછ કરી શકે છે.
સુશાંત કેસમાં ડ્રગ એન્ગલ સામે આવ્યા બાદ ગોવાનાં હોટલેર ગૌરવ આર્યાનું નામ પણ આ કેસમાં જોડાઇ ગયુ છે ગૌરવ પહેલાં જ કહી ચુક્યો છે કે તે 2017માં રિયાને મળ્યો હતો પણ તે ક્યારેય સુશાંતને મળ્યો નથી.
ગોવા સ્થિત હોટલનાં બિઝનેસમેન ગૌરવ આર્યાને CBIએ સમન બજાવ્યા છે. અને પૂછપરછ માટે બોલાવ્યો છે. ખબર છે કે, ગૌરવ આજે સાંજ સુધી દિલ્હી પહોંચી જશે જે બાદ CBI સાંજે તેની પૂછપરછ કરી શકે છે.
સુશાંતનાં જીજા મુંબઇ પોલીસનાં ઉપાયુક્તને મોકલેલા મેસેજ અંગે પૂછપરછ થઇ રહી છે. ખબર છે કે, આ મામલે CBI સુશાંતનાં પિતાને પણ પૂછપરછ માટે બોલાવી શકે છે. સુશાંતનાં પિતાને તે મેસેજ અંગે સવાલ થશે જે તેમણે રિયા અને શ્રુતિ મોદીને મોકલ્યા હતાં.
સુશાંત સિંહ રાજપૂતનાં મેનેજર સૈમ્યુઅલ મિરાન્ડાની ફરી એક વખત CBI પૂછપરછ માટે બોલાવ્યોછે. CBIની ત્રણ ટીમ એક સાથે પૂછપરછ કરી રહી છે. CBIની એક ટીમ રિયા બીજી ટીમ વોટર સ્ટોન રિસોર્ટનાં કર્મચારીઓ અને ત્રીજી ટીમ સૈમ્યુઅલ મિરાંડાની પૂછપરછ કરી રહી છે.
CBIની ટીમ કેટલાંક દિવસ પહેલાં વોટર સ્ટોન રિસોર્ટ ગઇ હતી. આ રિસોર્ટમાં સુશાંત સિંહ રાજપૂત બે મહિના રોકાયો હતો. CBIને ત્યાંથી માલૂમ કર્યુ હતું કે, સુશાંત આ દરમિયાન કેટલાં લોકોને મળ્યો હતો અને શું રિયા તેની સાથે હતી કે નહીં
નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો એટલે NCB સુશાંત કેસમાં ડ્રગ્સ એંગલ પર તપાસ કરી રહ્યાં છે. ક્યારેય પણ NCB તરફથી રિયા ચક્રવર્તીને પૂછપરછ માટે સમન્સ બજાવી શકે છે.
CBIની ટીમ આ આખા મામલામાં સત્ય માલૂમ કરવા લાગી છે. હવે રિયા ચક્રવર્તીનો પોલીગ્રાફ ટેસ્ટ પણ કરાવી શકે છે. જોકે આ માટે CBIએ કોર્ટની પરવાનગી લેવી પડશે.
5 દિવસમાં 70 કરોડની લેણી દેણી થઇ સુશાંતનાં બેંક ખાતામાં
સુશાંતનાં બેંક ખાતામાં પાંચ વર્ષની ઓડિટ રિપોર્ટમાં આ વાત સામે આવી છએ કે, સુશાંતનાં બેંક ખાતામાંથી ગત પાંચ વર્ષમાં 70 કરોડ રૂપિયાનું ટર્ન ઓવર થયુ છે. જેમાંથી મુંબઇ માં એક ફ્લેટ મોંઘીદાટ ગાડીઓ અને બાઇકની ખરીદી થઇ છે. ગ્રાન્ટ થોર્નટન નામની એક કંપની દ્વારા કરવામાં આવેલી ઓડિટ રિપોર્ટ અનુસાર સુશાંતનાં અકાઉન્ટમાંથી રિયાનાં અકાઉ્ટમાં કોઇ ઇળેક્ટ્રોનિક ટ્રાન્જેક્શન થયા નથી.
એટલું જ નહીં સુશાંતનાં અલગ અલગ બેંકમાં 5-7 કરોડ રૂપિયાની FD છે તેમજ કોરોડની રકમ મ્યુચ્યુઅલ ફંડમાં રોકેલી છે. જ્યારે સુશાંતે 5 વર્ષમાં 5 કરોડ રૂપિયા ટેક્સ પણ ભર્યો છે. સુશાંત સિંહ રાજપૂતની કરોડો રૂપિયા તેનાં મેનેજમેન્ટ, સ્ટાફ, હરવા-ફરવા પાછળ અને ઘર ખર્ચમાં વાપર્યા હતાં. એટલું જ નહીં સુશાંતે 3-4 કરોડ રૂપિયા ઘરનાં ભાડાં પેટે પણ ખર્ચ કર્યા છે. મુંબઇ પોલીસે સુશાંત સિંહ રાજપૂતનાં બેંક ખાતાની ફોરેન્સિક ઓડિટ કરાવ્યું હતું.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર